શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

Posts Tagged ‘શીખો ફોટોગ્રાફી

શિલ્હુટ્‌સ ફોટો

with 16 comments


મિત્રો,
થોડા સમયથી આપણું ફોટોગ્રાફી શિક્ષણ વિરામ લઈ રહ્યું છે ! આજે વળી એક નવો પ્રકાર લઈને આવ્યો છું. ફોટોગ્રાફીમાં, દેશી ભાષામાં કહીએ તો ’ચોખ્ખા ફોટા’ આવવા એ સામાન્ય માણસ માટે એકમાત્ર મહત્વની વાત છે. દરેક વસ્તુ ચોખ્ખી દેખાતી હોય, લોકોના ચહેરા સ્પષ્ટ ઓળખાતા હોય, ફોટામાં ઝાંખપ ના હોય એટલે ભયોભયો ! પરંતુ આ પ્રકાર છે કલાકારો માટેનો ! જેઓને કશુંક કલાત્મક રચવું છે તેઓ આના પર હાથ અજમાવી શકે છે. ફોટોગ્રાફીના આ પ્રકારને ’શિલ્હુટ્સ’ (Silhouettes) કહે છે. (આનું યોગ્ય ગુજરાતી શું થાય ?)

શિલ્હુટ્સ પ્રકારનાં ફોટામાં પ્રકાશમાન બેકગ્રાઉન્ડની આગળ (ફોરગ્રાઉન્ડ પર) મુખ્ય વિષયવસ્તુને કાળા છાંયાંકનરૂપે દર્શાવાય છે. આમાં મુખ્ય વિષયવસ્તુના રંગ, ટેક્ષચર વગેરે કરતાં તેની ધ્યાનાકર્ષ આકૃતિ વધુ મહત્વની બને છે. આ પ્રકારનો ફોટો ખેંચવાની એક પાયાની તકનિક એ છે કે તેમાં દૃશ્યનું બેકગ્રાઉન્ડ શક્ય તેટલું ઉજાસમય જરૂરી છે. આવો થોડું તકનિકી રીતે સમજીએ કે આ પ્રકારનો ફોટો કઈ રીતે લઈશું.

કેમેરા SLR હોય કે P&S (સાદો પોંઈટ એન્ડ શૂટ પ્રકારનો), ડિજીટલ કેમેરો હોય એટલે આ પ્રકારનું ચિત્ર લેવું સાવ રમતવાત બની રહે. સૌ પ્રથમ તો (અહીં ખાસ તો P&S કેમેરા ધ્યાને રાખીશું, SLR પર પણ એજ રીતે કામ થશે) કેમેરાના મોડ ડાયલને ’પ્રોગ્રામ મોડ’ એટલે કે P પર સેટ કરો. સેટિંગ્સમાં જઈ અને મીટરીંગને ’પોઈંટ મીટરીંગ’ પર સેટ કરો, આથી વ્યુફાઈન્ડરમાં (કે સ્ક્રીન પર) ફ્રેમની વચ્ચે એક ચોકડી (+) દેખાશે. હવે જે ફોટો લેવો છે તે દૃશ્યમાંના સૌથી પ્રકાશિત ભાગ પર આ ચોકડી આવે તેમ કેમેરો ગોઠવી અને શટરબટન અડધું પ્રેસ કરો. ત્યાર બાદ બટન અડધું દબાવેલું જ રાખી જરૂર હોય તો કેમેરો મુવ કરી ફ્રેમને ફરી ગોઠવો (રી કમ્પોઝ કરો). સંતોષકારક દૃશ્ય ફ્રેમમાં ગોઠવાઈ જાય ત્યારે શટરબટન ફુલ પ્રેસ કરી દો (એટલે કે ફોટો પાડી લો). અહીં આપ જોશો કે બેકગ્રાઉન્ડના વધુ ઉજાશ આડે રહેલું તમારૂં ફોરગ્રાઉન્ડ માત્ર કાળા આકારરૂપે દેખાય છે. (હા, ફ્લેશ બંધ રાખવાનું ભૂલશો નહીં !) જરૂર જણાય તો ફોટોશોપ જેવા સોફ્ટવેરનો ઊપયોગ કરી ચિત્રને જરૂરી સુધારાઓ આપી શકાય.

આપણે શિલ્હુટ્સ ચિત્ર કેમ લેવું તે તો જાણી લીધું (આશા રાખું આપ સમજી શક્યા હશો !) હવે ટુંકમાં તેના વિશે થોડા વધારાનાં મુદ્દાઓ જોઈએ.
*અગાઉ જોયું તેમ વિષયવસ્તુ ધ્યાનાકર્ષક આકાર ધરાવતી હોય તે જરૂરી છે. કારણ આમાં આપણે માત્ર કાળી આકૃતિ દ્વારા વિષયવસ્તુ શું છે તે દર્શકના મગજમાં બેસાડવાનું છે આથી શક્ય ત્યાં સુધી ઓળખાય તેવો આકાર અને એકબીજામાં ભળેલા ન હોય તેવા સ્પષ્ટ આકારને જ લેવા.
* ફ્લેશ બંધ રાખવાનું તો ભુલશો જ નહીં, શક્ય ત્યાં સુધી મુળ વિષય પર આગળથી (કેમેરા તરફથી) કોઈ વધારાનો ઉજાસ ન આવતો હોય તે જોવું.
* ફોરગ્રાઉન્ડ તો કાળા આકાર માત્ર તરીકે દેખાશે પરંતુ બેકગ્રાઉન્ડ રંગીન અને દર્શનીય રહેશે આથી બેકગ્રાઉન્ડ પર પણ ખાસ ધ્યાન આપવું.
* લેન્સ ફ્લેર (બાહ્ય પ્રકાશસ્રોત સીધો લેન્સ પર પડવાને કારણે ફોટોમાં દેખાતું પ્રકાશકિરણ) ટાળો, આ માટે જરૂર પડે તો લેન્સ આસપાસ સારી જાતનું હૂડ (કવર) રાખો.
* શટરસ્પીડ ફાસ્ટ રાખવી, જેથી કરીને ચિત્ર ધૂંધળું ના બને.
* ફોરગ્રાઉન્ડમાં એક કરતાં વધુ વિષયવસ્તુ સામેલ કરવાના હોય તો, જે માત્ર બ્લેક આઉટલાઈન તરીકે દેખાવાની છે, બન્ને વસ્તુ એકબીજામાં ભળી જતી ન હોય તે ખ્યાલ રાખવો. જેમ કે, એક જ ફોટામાં કોઈ વ્યક્તિ અને કોઈ મકાનને શિલ્હુટેડ કરવાનું હોય તો વ્યક્તિ મકાનની આગળ ઊભેલો ના હોવો જોઈએ. બંન્ને સબજેક્ટ સાઈડ બાય સાઈડ હશે તો જ બંન્નેની સ્પષ્ટ આઉટલાઈન બનશે.

વધુ તો આપ સ્વયં અખતરા કરશો એટલે સમજાતું જશે. મારો ઉદ્દેશ માત્ર ચીલાચાલુ ઢબના ફોટાઓ પાડવાથી કંટાળો ત્યારે એક નવા પ્રકાર પર પણ હાથ અજમાવી કશુંક કલાત્મક ક્રિએશન, અને એ બહાને ફોટોગ્રાફીનો ઉત્સાહ જળવાઈ રહે એ જ છે. આભાર અને હા સૌ મિત્રોને ઈદ મૂબારક.

Advertisements

ફોટોગ્રાફી : ચાંદ, ચંદ્ર, ચાંદામામા..

with 8 comments


Moon Dreams

Image by jurvetson via Flickr

ચંદ્રમાની ફોટોગ્રાફી કરવા માટેના કેટલાક મુદ્દાઓ અહીં આપ્યા છે. આપ વિવિધ અખતરાઓ દ્વારા ચંદ્રનાં બેનમુન શોટ લઇ શકો છો.

* ISO ઓછું રાખવું. (૧૦૦ કે તેથી ઓછું, કેમેરો સપોર્ટ કરતો હોય તો) પસંદગીનું ISO સેટ કરવા માટે કેમેરો મેન્યુઅલ મોડ (પ્રોગ્રામ મોડ, સામાન્ય રીતે મોડ ડાયલ પર P સંજ્ઞાથી દર્શાવેલ હશે) પર રાખવો.

* SLR કેમેરા હોય તો બને ત્યાં સુધી RAW ફોર્મેટમાં ફોટો શૂટ કરવો. (P&S કેમેરામાં તો માત્ર JPG ફોર્મેટમાં જ શૂટ થશે)

* કેમેરાનું મીટર રીડીંગ બતાવે તે કરતાં ૧ થી ૧.૫ સ્ટેપ ઓછું (-) કમ્પોઝીશન રાખવું. (અન્ડર એક્સપોઝર આપવું) જેથી ચંદ્રની ડિટેઇલ્સ સારી આવશે. (આ કામ SLR કેમેરામાં વધુ સારી રીતે થશે, P&S કેમેરામાં સ્પોટ મીટરીંગ મોડમાં થોડી પ્રેક્ટિસ વડે જોઇતું એક્સપોઝર સેટિંગ કરી શકાય. અથવા સેટીંગ્સમાં જઇ EV વેલ્યુ માઇનસ (-) સેટ કરવી.)

* ચંદ્રની સાઇઝ અને પૃથ્વીથી અંતરમાં તો આપણે ફેરફાર કરી શકીએ નહીં. પરંતુ ક્ષિતિજે ઉગતો ચંદ્ર સામાન્ય રીતે સાઇઝમાં મોટો લાગતો હોય છે, તેથી એ સમયે ફોટોગ્રાફી કરવાનું રાખી શકાય.

* વધુ ફોકલ લેન્થ વાપરવાથી (ઝૂમ લેન્સના ઉપયોગ દ્વારા) પણ ચંદ્રમાં સાઇઝમાં નાનો-મોટો બતાવી શકાય.

* ઉગતો ચંદ્ર કે મોટો બતાવાતો ચંદ્ર સામાન્ય રીતે પીળાશ પડતા કલરમાં અને જરાતરા ઓછો ચળકતો લાગશે જ્યારે મધ્ય આકાશે ચઢેલો ચંદ્ર નાનો પણ વધુ તેજસ્વિ દેખાશે.

* ચંદ્રનો ફોટોગ્રાફ લેવા માટે કંઇકેટલાયે કમ્પોઝીશન વાપરી શકાય. અહીં કેટલાકની યાદી આપી છે જેના આધારે આપને પણ નવા નવા આઇડિયાઝ સ્ફૂરશે.

# ફોટોની ફ્રેમને માત્ર ચંદ્રથી જ ભરી શકાય, જેમાં ચંદ્રની સપાટીની બારીક સુંદર ડિટેઇલ્સ દેખાતી હોય.

# લેન્ડસ્કેપમાં ચંદ્રને સામેલ કરી શકાય.

# ચંદ્રને પાશ્ચાત્યભૂમિમાં રાખી આગળ ફોરગ્રાઉન્ડને શિલ્હુટ કરીને (ફોરગ્રાઉન્ડ માત્ર કાળા કલરની છાયા જ બતાવે તેમ) સુંદર દૃશ્ય બનાવી શકાય.

# ચંદ્રનું પાણીમાં (તળાવ, નદી વગેરે) પડતાં પ્રતિબિંબનો સુંદર દૃશ્ય માટે ઉપયોગ કરી શકાય.

# ગાઢ વૃક્ષોની વચ્ચેથી ડોકાતો ચંદ્ર પણ સરસ ચિત્ર આપશે.

# વાદળોની વચ્ચે ડોકાતો ચંદ્ર, આસપાસના વાદળ સમુહને વિવિધ રંગોની ઝાંય આપી અને સુંદર દૃશ્ય ખડું કરે છે.

# કેમેરાને જમીન સરસો રાખીને ઘાંસ કે નાના છોડવા જેવા ઓબ્જેક્ટ્સ ફોરગ્રાઉન્ડમાં લઇ અને લીધેલો ચંદ્રનો લો લેવલ ફોટોગ્રાફ પણ કલાત્મક લાગશે.

# શહેરની કુત્રિમ લાઇટ્સ અને ઉપર આકાશમાં ચંદ્રનું સરસ કોમ્બિનેશન થઇ શકે.

# કોઇ સુંદર સ્થાપત્યને બેકગ્રાઉન્ડમાં ચંદ્ર શાથે સૂટ કરવાથી પણ એક સુંદર ચિત્ર મળશે.
આવી રીતે અન્ય પણ વિવિધ શક્યતાઓ આપ વિચારી શકો છો, જોઇએ માત્ર આપની આગવી કલાદૃષ્ટિ.

* ચંદ્રનો ફોટો લેવા માટેનો ઉત્તમ સમય : સાંજનો એવો સમય જ્યારે આકાશમાં સંપૂર્ણ અંધારૂં થયું ન હોય. પૃથ્વી પરનાં દૃશ્યો હજુ થોડા ઉજાશમાં હોય અને આકાશમાં ચંદ્ર પણ દેખાતો હોય ત્યારે બહુ સુંદર રંગો અને ઓબ્જેક્ટ્સનું સંયોજન થઇ શકે. (મોટાભાગનાં P&S કેમેરામાં પણ આ પ્રકારે ફોટો લેવા માટે એક અલાયદો મોડ આપેલો હોય છે, જેને ટ્વિલાઇટ મોડ કહે છે જે અર્ધચંદ્ર આકારનાં ચિહ્ન વડે દર્શાવેલ હશે)

* આવા સમયે ચંદ્ર અને અન્ય ઓબ્જેક્ટ્સ પણ સારી રીતે જોઇ શકાય તેવું ચિત્ર લેવા માટે HDR નો પણ ઉપયોગ કરી શકાય. જેમાં અંડર એક્સ્પોઝર અને ઓવર એક્સ્પોઝર વાપરી ત્રણ-ચાર-પાંચ ફ્રેમ શૂટ કરી અને ફોટોશોપ જેવા કોઇ સોફ્ટવેર દ્વારા HDRનો ઉપયોગ કરી, બધી ફ્રેમ એકશાથે ગોઠવી અને સુંદર દૃશ્યનું નિર્માણ કરી શકાય છે. (આ વિશે વિગતવાર આગળ વાત કરીશું)

* વિવિધ વાતાવરણને કારણે ચંદ્રમાં અને આકાશમાં પણ વિવિધ રંગોની મેળવણ દેખાય છે.આમ અલગ અલગ વાતાવરણમાં ફોટો પાડી અલગ અલગ રંગ સંયોજન ધરાવતા ફોટાઓ લઇ શકાય છે.

* સામાન્ય રીતે પૂનમનાં ચંદ્રનો ફોટો લેવાની ઈચ્છા વધુ રહે છે. પરંતુ તે સિવાયની ચંદ્રની વિવિધ કલાઓનો ફોટો (જેમ કે બીજનો ચંદ્ર કે અર્ધચંદ્ર વગેરે) પણ સરસ દૃશ્ય રજુ કરે છે.

અહીં આપણે ચંદ્રની ફોટોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક પાસાઓ જોયા. સાથેનાં કેટલાક ચિત્રો પણ આપને વધુ આઇડીયાઝ આપશે. આપની પાસે પણ કોઇ નવા વિચારો કે ચંદ્રનાં કોઇ માણવા લાયક ફોટોગ્રાફ્સ હોય (આપના દ્વારા લેવાયેલા) અને આપ અહીં સૌના માર્ગદર્શનાર્થે મુકવા માંગતા હોય તો જરૂર મેઇલ કરશો. આભાર.     

Moon

Image via Wikipedia

Big Moon

Image by R. Motti via Flickr

 

Moon over cumulus clouds

Image via Wikipedia

 

Bright_Ful_Moon_05

Image by Vegansoldier via Flickr

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી

with 30 comments


 વિચારો, આપણે કોઇ હરવા ફરવાનાં સ્થળે ગયા અને ત્યાંનું સુંદર મજાનું કુદરતી દૃશ્યો જોતા સાથે જ આપણું મન મોહી લે ( મન મોહી લે તેવું સુંદર સ્થળ હોય ત્યારે તો આપણે ત્યાં ફરવા ગયા હોઇએ !) સાથે કેમેરો પણ હોય એટલે પહેલો વિચાર જલ્દી જલ્દી આ સુંદર દૃશ્યને મેમરીકાર્ડમાં (જુના વખતમાં કચકડે !) કંડારી લેવાનો જ આવે. પણ થોભો !!

લેન્ડસ્કેપ ફોટોગ્રાફીનાં પણ કેટલાક, જાણવા જેવા, રસપ્રદ નિયમો છે. (ઉફ્ફ..આ નિયમો !) જો કે નિયમો નહીં જાણતા હોઇએ તો પણ, સામેનું દૃશ્ય સુંદર હશે એટલે ફોટો પણ સુંદર આવશે જ, અને સુંદરતા પરખવાની સામાન્ય સમજ તો, વગર નિયમ જાણ્યે પણ, દરેકમાં હોય જ. પરંતુ, કહેવાનો ભાવાર્થ એ છે કે થોડું નિયમોનું કે તકનિકનું જ્ઞાન પણ હોય તો આપનું કંડારેલું ચિત્ર ’સોને પે સુહાગા’ જેવું બની શકે.

*  તો નિયમ ૧ : આગળ કહ્યું તેમ, “થોભો” !! જ્યાં હોઇએ ત્યાંથી ધડાધડ ક્લિક ક્લિક કરવા માંડતા પહેલાં આસપાસ થોડી લટાર મારવી, સ્થાનથી થોડા આગળ પાછળ થાઓ, સંભવ છે આપે ધાર્યું છે તેના કરતાં પણ વધુ સુંદર દૃશ્ય કોઇ અલગ કોણથી આપને જોવા મળી જાય. સાથે સાથે દૃશ્યને જરા ઉંચા કે નીચા લેવલે કેમેરો રાખીને પણ ચકાશો. SLR કે કોમ્પેક્ટ કેમેરામાં ઝૂમની સગવડ હોય જ, થોડું ઝૂમ કરીને પણ જુઓ. હવે ? વાંચો આગળ.

*   ઉપર કરેલી આગળ પાછળ થવાની કે ઝૂમ કરવાની વાતને આ નિયમ વડે સારી રીતે સમજી શકાશે. લેન્ડસ્કેપ કે કુદરતીદૃશ્યનાં ફોટોગ્રાફમાં સામાન્ય રીતે ત્રીજું પરિમાણ (થર્ડ ડાયમેન્શન) ઉમેરવું બહુ મહત્વનું છે. સ્ક્રિન પર કે પેપર પર ફોટો તો હંમેશ દ્વિપરિમાણીય જ હોવાનો, તેમાં ત્રીજા પરિમાણનો ભાસ ઉભો કરવા માટે લેન્ડસ્કેપને ત્રણ ભાગે વહેંચી નાખવામાં આવે છે. ૧) ફોર ગ્રાઉન્ડ (અગ્રભાગ), ૨) મીડલ ગ્રાઉન્ડ (મધ્યભાગ) અને  ૩)  બેક ગ્રાઉન્ડ (પશ્ચાત કે પુષ્ઠભાગ). અર્થાત કોઇપણ લેન્ડસ્કેપ ફોટોમાં કેમેરાની નજીક કોઇ એકાદ વિષયવસ્તુ જરૂરી છે, જે દૃશ્યમાં સાપેક્ષ કદ, અંતર અને ઉંડાણનો પણ ખ્યાલ આપશે.

ડાયલ પર લેન્ડસ્કેપ મોડ

(અહીં આપણૂં લક્ષ્ય પાયાનું જ્ઞાન મેળવવાનું હોય બહુ તકનિકી બાબતો ચર્ચીશું નહીં અને વધુ તો P&S કોમ્પેક્ટ કેમેરાને ધ્યાને રાખી વાત કરીશું.  અત્યારનાં દરેક ડીજીટલ કેમેરામાં લેન્ડસ્કેપ મોડ હોય જ છે જે પર રાખતાં સામાન્ય તકનિકી સેટિંગ્સ તો કેમેરો આપોઆપ કરી લેશે.)

*   ત્યાર પછીની જરૂરી બાબત આવશે ’ડેપ્થ ઓફ ફિલ્ડ’ (DOF),  જેને સામાન્ય ભાષામાં  આપણે દૃશ્યનું ઉંડાણ કહી શકીએ. આપણી આંખ જે વસ્તુ જુએ છે તે પર તુરંત ફોકસ કરે છે, આથી સામાન્ય રીતે આપણે કશું જ આઉટફોકસ (ધુંધળું, સીવાય કે નંબર હોવા છતાં ચશ્મા ન પહેર્યા હોય !)  જણાતું નથી. પરંતુ કેમેરાનો લેન્સ મિકેનિકલ ડિવાઇસ હોવાથી એકાદ વસ્તુને (તેનાં ફોકલ પોઇંટના આધારે) વધુ સારી રીતે ફોકસ કરશે અને અન્ય દૃશ્યને થોડું આઉટફોકસ રાખે છે. (જો કે દરેક કેમેરા લેન્ડસ્કેપ મોડમાં શક્ય તેટલું બધું ફોકસમાં લાવવા પ્રયત્ન કરશે) આ જરાતરા આઉટફોકસ દૃશ્ય પણ જેટલું સ્વિકાર્ય શાર્પ (કરકરૂં) રહેશે તેટલું DOF સારૂં મળ્યું ગણાય.  જો કે P&S (કોમ્પેક્ટ) કેમેરામાં DOF સેટ કરવાનો બહુ અવકાશ નહીં મળે, માટે જ લેન્ડસ્કેપ ફોટો લેતી વખતે કેમેરાને “લેન્ડસ્કેપ” મોડમાં રાખવો અગત્યનું બને છે અથવા પ્રોગ્રામ મોડમાં રાખો તો ફોકસ “મલ્ટી મીટરીંગ”  પર રાખવું (આ મીટરીંગ વગેરે આપણે આગળ જાણીશું) SLR કેમેરામાં એપર્ચર (f/11, f/16 વિગેરે), ફોકસ વગેરેનાં સેટિંગ્સથી ધાર્યું DOF મેળવી શકાય છે.

*   લેન્ડસ્કેપ ફોટોમાં બને ત્યાં સુધી કોઇ એક વિષયવસ્તુને (ઓબ્જેક્ટને) મુખ્ય રસનાં વિષય તરીકે મુકવાથી ફોટો વધુ રસભર્યો લાગશે.

*   લેન્ડસ્કેપમાં રેખાઓ (લાઇન્સ)નો ઉપયોગ પણ ધ્યાનાકર્ષક બને છે. જેમ કે, ફોરગ્રાઉન્ડથી મીડલ કે બેકગ્રાઉન્ડ તરફ જતો રસ્તો, કોઇ વાડ, પથ્થરો કે વૃક્ષોની હારમાળા, S કર્વ, C કર્વ, ત્રાંસી રેખાઓ (જેમ કે ખેડેલા ખેતરનાં ચાસ વગેરે) વગેરે દર્શકનું ધ્યાન ખેંચી અને તેને ચીત્રમાં ઉંડે સુધી જોવા પ્રેરશે.

*   આગળનાં લેખમાં જણાવેલો ૧/૩ નો (ત્રીજા ભાગનો) નિયમ તો લેન્ડસ્કેપ માટે અતિ મહત્વનો છે જ.  મહત્વની કે રસની વિષયવસ્તુને તે લેખમાં જણાવેલા ચાર બિંદુઓ (પોંઇટ્સ)માંના એક પર રાખવી અને સ્કાય લાઇન ઉપર કે નીચેની ૧/૩ રેખા પર રાખવી જેવા કૉમ્પોઝીશનનાં સામાન્ય નિયમો ખાસ ધ્યાને રાખવા.

*   ઘણી વખત લેન્ડસ્કેપ ફોટો લેતી વખતે ફોર ગ્રાઉન્ડ કે મીડલ ગ્રાઉન્ડમાં સમગ્ર ચિત્રને રોકતી આખી દીવાલ કે વાડ આવે છે તે ધ્યાને રહેતું નથી. આ રીતનો અવરોધ જોનારની નજરને રોકી પાડે છે. શક્ય ત્યાં સુધી આવા આડા (હોરીઝન્ટલ) અવરોધને ટાળવો અને નહીં તો તેમાં જ્યાં બને ત્યાં ખુલ્લો માર્ગ દર્શાવવો. જેમ કે કોઇ વાડ હોય તો તેમાં રહેલો ખુલ્લો દરવાજો પણ ફોટાની ફ્રેમમાં સામેલ થાય તેમ દ્રુશ્ય લેવું.

*   લેન્ડસ્કેપ ફોટોગ્રાફી માટે સામાન્ય રીતે વહેલી સવાર કે ઢળતી સાંજનો સમય ઉત્તમ ગણાય છે. આને ફોટોગ્રાફીની ભાષામાં સોનેરી સમય (ગોલ્ડન ટાઇમ) કહે છે.

*   અંતે એકાદ બે નાની નાની સલાહો, ક્યારેક ખરાબ હવામાન પણ યાદગાર લેન્ડસ્કેપ ફોટો લેવા માટે ઉપયોગી થાય છે. જો કેમેરો અને પોતાની સલામતી યોગ્ય રીતે સાચવી અને શૂટ કરવાની હિંમત થાય તો ! અને ક્યારેક લેન્ડસ્કેપમાં માનવ આકૃતિઓ ઉમેરવાથી પણ દૃશ્ય સુંદર બનશે તથા તેને લીધે કુદરતી ઓબ્જેક્ટ્સનાં કદ-માપ અને અંતરનાં પ્રમાણમાપ જોનારનાં મગજમાં સ્પષ્ટ થશે. હા, ચિત્રમાં માણસ કે માણસોને કદી મુખ્ય વિષય તરીકે રાખવા નહીં.

તો આ થોડી માહિતી કુદરતી દૃશ્ય કે લેન્ડસ્કેપ ફોટોગ્રાફીને લગતી આપની સમક્ષ રજુ કરી. વધુ કોઇ સલાહ સુચન હોય તો જરૂરથી જણાવવા વિનંતી. અને હા, આપના દ્વારા પડાયેલા કોઇ સુંદર લેન્ડસ્કેપ દૃશ્યને આપ મને મેઇલ કરશો તો અહીં પણ આપના આભારસહ આપણે મુકીશું.  આ લેખમાળા વિશે આપના અભિપ્રાયોની રાહ રહેશે. આભાર.

(અહીં અમુક ફોટો વ્યવસાઇક કાર્યે ખરીદાયેલી DVDમાંથી મુકાયા છે, જે કોપીમુક્ત, વોલપેપર તરીકે વાપરી શકાય છે)  

ડિજીટલ ફોટોની જન્મકુંડલી (EXIF Data)

with 14 comments


થોડા સમય પહેલાં સુધી, ફીલ્મ (રોલ) ફોટોગ્રાફીના સમયમાં, શોખીન ફોટોગ્રાફરો પાસે કેમેરા સરંજામ સાથે એક નોટબુક જરૂર રહેતી. જેમાં તેઓ પડાયેલા દરેક ફોટાની વિગતો, જેમ કે, સ્થળ, સમય, એક્સ્પોઝર, ફ્લેશ, ફોકલ લેન્થ (લેન્સ), ISO (ફીલ્મ રોલની સ્પીડ) જેવી તકનિકી વિગતો નોંધતા. જેથી કરીને આગળ ઉપર તે ફોટાનું વિશ્લેષણ કરવાની કે તેની ખામી-ખુબીઓ સમજવાની સવલત રહે. જો કે આ બહુ કુથું કામ હતું. ખાસ તો લખેલી વિગત અને ખરેખરનો ફોટો બંન્નેને મેચ કરવા એ માથાના દુઃખાવારૂપ કામ હતું, છતાં શોખીન ફોટોગ્રાફરો આવી મહેનત કરતા ખરા.

આજે ડિઝીટલ ફોટોગ્રાફીના યુગમાં આ બધી નોંધ રાખવાનું કામ કેમેરા જ સ્વચાલિત ઢબે અને એકદમ ચોક્કસાઇપૂર્વક કરી આપે છે. ફોટાને લગતી આવી તકનિકી માહિતીને EXIF (EXchangeable Image File) data કહે છે. કોઇપણ કોમ્પેક્ટ (P&S), DSLR (મોટા લેન્સવાળા કેમેરા) કે મોબાઇલના કેમેરા દ્વારા પડેલા ફોટોગ્રાફ શાથે આ માહિતી આંતરીક રીતે જોડાયેલી હોય છે. આ EXIF ડૅટા  વાંચીને આપણે ફોટો કયા કેમેરા દ્વારા, ક્યારે, કયા સ્થળે (આ સગવડ અમુક, GPSની સગવડ ધરાવતા, આધુનિક કેમેરામાં જ હોય છે) ફોટો પડાયો તે તથા ફોટો લેતી વખતે કેમેરાનાં સેટિંગ્સ જેમ કે એક્સપોઝર, રિઝોલ્યુશન, ફોકલ લેન્થ, શટર સ્પીડ, iso, ફ્લેશની સ્થિતિ જેવી રસપ્રદ વિગતો જાણી શકીએ છીએ. તે ઉપરાંત ફોટોગ્રાફને એડિટ કરાયો હોય તો ક્યારે અને કયા સોફ્ટવેરમાં એડિટ કરાયો તે પણ જાણવા મળે છે. જો કે ફોટો એડિટીંગ વખતે કે સેવ કરતી વખતે કોઇ ઇચ્છે તો આ ફાઇલને સંપૂર્ણપણે ડિલિટ કરી શકે છે. તેવા ફોટામાં પછી EXIF data રહેતો નથી.

હવે મુદ્દાની વાત, આ EXIF dataને વાંચવો કઇ રીતે ? બહુ જ સરળ છે ! આપ વિન્ડોઝનો ઉપયોગ કરતા હોય તો ફોટાની ફાઇલ પર રાઇટ ક્લિક કરી અને Properties > Summary > Advance પર જશો એટલે (અહીં ચિત્રમાં દર્શાવ્યાનુસાર) આ માહિતી દર્શાવતું બોક્ષ જોવા મળશે. જો આપ Mac કોમ્પ્યુ. વાપરતા હોવ તો Finder વાપરી Get info > More info પર ક્લિક કરવાથી આ માહિતી દેખાશે. (જો કે મને Mac વાપરવાનો અનુભવ નથી તેથી ભૂ.ચૂ. લેવીદેવી !) આ ઉપરાંત ફોટોશોપ, ઇરફાન વ્યુ જેવા સોફ્ટવેરમાં અને EXIF માટેનાં કેટલાક ખાસ સોફ્ટવૅરમાં પણ આ વિગતો જોઇ શકાશે (આ બધામાં વધુ ડિટેઇલ્સ જોવા મળશે).

અને હવે આ EXIFનો ઉપયોગ; ફોટોગ્રાફર તરીકે આનો મુખ્ય ઉપયોગ તો ફોટાનું તકનિકી વિશ્લેષણ કરવાનો થશે. જેમ કે કોઇ ચોક્કસ ફોટો પાડતી વખતે કયા પ્રકારનાં સેટિંગ્સ હતા અને ફરી તે પ્રકારનો જ ફોટો લેવા માટે કયા સેટિંગ્સ ગોઠવવા તે બાબતે આથી માર્ગદર્શન મળી રહે છે. શિખાઉ ફોટોગ્રાફર પણ અન્યના સારા સારા ફોટાઓ કઇ રીતે સેટિંગ્સ ગોઠવીને પડાયા છે તેના આધારે તકનિકી માર્ગદર્શન મેળવી શકે છે. તે ઉપરાંત તમારો કેમેરો કયા સેટિંગ્સમાં કેટલો સારો-નરસો ફોટો લઇ શકે છે તે પણ તેના વડે ખેંચાયેલા ઘણા બધા ફોટાઓની વિગત સરખાવી નક્કિ કરી શકો છો.

અને હા, આપના જે મિત્ર આ તકનિક જાણતા ન હોય તે તમને તેના દ્વારા પડાયેલો ફોટો મોકલે તો, આ જાણકારીના આધારે, તમે તેમણે કયા કેમેરા દ્વારા, ક્યારે આ ફોટો પાડ્યો વગેરે વિગતો જણાવી તેમને પ્રભાવિત કરી શકો છો તે નફામાં !!! (જો કે સીન સપ્પા કરતા પહેલાં તેઓએ આ લેખ વાંચ્યો છે કે નહીં (કે EXIF વિશે જાણે છે કે નહીં) તે જાણી રાખવું, નહીં તો ટાંય ટાંય ફિસ્સ થશે !!) 

( આ લેખ અશોકભાઇ (વાંચનયાત્રા)નાં એક મિત્રએ કરેલા પ્રશ્નને કારણે તેઓએ મને સૂઝાડ્યો, શાથે જરૂરી વિગતો પણ મોકલી. અશોકભાઇ અને તેમના મિત્ર બન્નેનો ખાસ આભાર.)

અહીં સાથે એક ફોટોગ્રાફ અને ’ઇરફાન વ્યુ’ સોફ્ટવેર વાપરી  લીધેલો તેમનો EXIF data મુક્યો છે. આપ પણ આ ફોટોગ્રાફ આપના કોમ્પ્યુટરમાં સેવ કરી પછી ઉપર જણાવ્યા મુજબ તેની વિગતો જોઇ શકશો. આભાર. 

આ ફોટોગ્રાફનો EXIF data નીચે દર્શાવ્યો છે.

ImageWidth – 800
ImageLength – 487
BitsPerSample – 8 8 8
PhotometricInterpretation – 2
ImageDescription – Maher Maniyaro Ras at Lirbaipara Garbi Mandal-Junagadh 
Make – SONY                   —> કેમેરા કંપની અને મોડેલની માહિતી છે. 

Model – DSC-W220
Orientation – Top left
SamplesPerPixel – 3
XResolution – 72.00
YResolution – 72.00
ResolutionUnit – Inch
Software – Adobe Photoshop CS5 Windows   –> એડિટિંગ સોફ્ટવેર
DateTime – 2010:12:24 22:21:14   —> એડિટ કર્યા સમય
Copyright – © Ashok Modhvadia   –> કોપિરાઇટ વિગત
CustomRendered – Normal process
ExposureMode – Manual
White Balance – Auto
SceneCaptureType – Standard
Contrast – Normal
Saturation – Normal
Sharpness – Normal
ExifOffset – 608
ExposureTime – 1/30 seconds
FNumber – 2.80
ExposureProgram – Normal program
ISOSpeedRatings – 200
ExifVersion – 0221
DateTimeOriginal – 2010:10:10 22:35:08  –> ફોટો લીધા સમય
DateTimeDigitized – 2010:10:10 22:35:08
ShutterSpeedValue – 1/30 seconds
ApertureValue – F 2.80
ExposureBiasValue – 0.30
MaxApertureValue – F 2.83
MeteringMode – Spot
LightSource – Auto
Flash – Flash fired, compulsory flash mode, return light not detected
FocalLength – 5.35 mm
ColorSpace – Unknown (0xFFFFFFFF)
ExifImageWidth – 800
ExifImageHeight – 487
FileSource – DSC – Digital still camera
SceneType – A directly photographed image
CustomRendered – Normal process
ExposureMode – Manual
White Balance – Auto
SceneCaptureType – Standard
Contrast – Normal
Saturation – Normal
Sharpness – Normal

ફોટો કૉમ્પૉઝિશન (ચિત્ર રચના)

with 8 comments


ફોટોગ્રાફી ના પાઠમાં એક બાબત ખાસ પ્રચલિત છે, અને તે છે 3C. એટલે કે ક્લેરિટી, કૉમ્પઝિશન અને કલર. આજે આપણે ફોટો કૉમ્પઝિશન (ચિત્ર રચના)ના કેટલાક પ્રાથમિક નિયમોની જાણકારી મેળવશું. આમ તો ફોટોગ્રાફી એ કલાના ક્ષેત્રમાં આવે, ભલે તેમાં પણ ગણિત તથા વિજ્ઞાનના કેટલાક નિયમો કામ કરતા હોય, છતાં તેના કોઇ નિયમો જડ નથી. અહીં સમજાવાયેલા નિયમો માત્ર એક સારો ફોટો કઇ રીતે ખેંચાય તેનું માર્ગદર્શન આપે છે. આ છતાં પણ આમાના એક પણ નિયમને ન અનુસરતો ફોટોગ્રાફ પણ બની શકે કે અતિસુંદર કે તેના કોઇ ઐતિહાસિક મુલ્યને કારણે પ્રસિદ્ધ બને ! (જેમ કે મલ્લિકા શેરાવતને તમે બર્થ ડે સુટમાં કેપ્ચર કરી શકો તો પછી તે ફોટા પુરતા ભલે ફોટોગ્રાફીના બધા જ નિયમો ખાડામાં ગયા હોય ! આપનાં ચિત્રની પ્રસિદ્ધી થશે જ !)  જ્યારે આપને લાગે કે આ ચિત્ર કલાત્મકતાની દૃષ્ટિએ ખરૂં ઉતરી શકે છે તો આ પ્રકારના નિયમોને તમે અવગણી પણ શકો છો. પરંતુ, જ્યારે તમે હજુ શિખાઉ હો ત્યારે સૌ પ્રથમ શક્ય તેટલું આ નિયમોને અનુસરી અને ફોટોગ્રાફી કરવાથી આપના ફોટોગ્રાફ્સ પણ સાવ નાખી દીધા જેવા તો નહીં જ લાગે !

તો આટલી પૂર્વભુમિકા બાદ ચાલો જાણીએ સારૂં કૉમ્પઝિશન કોને કહેવાય તેના કેટલાક નિયમો. કૉમ્પઝિશન એટલે કે ફોટોની ફ્રેમમાં શું, કેટલું અને કેવીરીતે બતાવવું તે, જ્યારે આપ કોઇ જીવંત સબજેક્ટનો, જેમ કે માણસનો, ફોટો પાડતા હો ત્યારે તેમાં બે પ્રકાર મળે છે. એક પોટ્રેટ અને બીજો ફુલફોટો. પોટ્રેટમાં સામાન્ય રીતે વધુમાં વધુ કમરથી ઉપરના ભાગનો જ ફોટો લેવો. અને જ્યારે કોઇનો આખો ફોટો લેવાનો હોય ત્યારે નખશિખ ફોટો જ લેવો. ઘણી વખત આપણે બેધ્યાન પણે લોકોના ગોઠણ સુધીનાં કે પગનાં પંજા ન આવે તે રીતના ફોટા લેતા હોઇએ છીએ, આ જોવામાં પણ સારૂં લાગતું નથી. હા, પોટ્રેટમાં આપ નજીકથી ધારો તેટલું કૉમ્પોઝ કરી શકો છો. આટલી આડવાત પછી કૉમ્પઝિશનનાં ચાર મહત્વનાં નિયમો પણ જાણીએ.

અહીં સ્કાઇલાઇન ૧/૩ ઉપલી રેખા પર છે.

(૧)  ૧/૩ નો નિયમ (Rule of Thirds) : આને આપણે ત્રીજા ભાગનો નિયમ કહેશું. ફોટો લેતી વખતે સંપૂર્ણ ફ્રેમને કાલ્પનિક રીતે ૧/૩ ભાગે બન્ને તરફ અને ઉપર નીચેથી લીટીઓ દ્વારા વહેંચી નાખો. (જો કે ઘણા ડિજીટલ કેમેરાના સ્ક્રિન પર ગ્રીડ કહેવાતી આ સગવડ હોય છે, શાથે અહીં બાજુના ચિત્રને પણ જોતા જશો) નિયમ એમ કહે છે કે ફોટોમાં રસનો વિષય આ ગ્રીડલાઇન પર હોવો જોઇએ, અથવા જ્યાં બે ગ્રીડલાઇન મળે છે તે ચોકડીનાં પોઇંટ પર હોવો જોઇએ. આવા ચાર મુખ્ય બિંદુઓ (પોઇંટ્‌સ) અહીં મળે છે. ખાસ કરીને જ્યાં ધરતિ અને આકાશ મળતા હોય તે રેખા ફોટામાં બરાબર વચ્ચે ન રાખતા ૧/૩ ઉપર કે નીચે (આડી બે રેખાઓમાંની કોઇ એક પર) રાખવાથી ફોટો એકદમ સુંદર લાગશે. એકલા વૃક્ષ કે વ્યક્તિ કે કોઇપણ સબ્જેક્ટને ખેંચતી વખતે તેને પણ ઉભી બે રેખાઓમાંની કોઇ એક રેખા પર રાખવાથી સારૂં કૉમ્પોઝિશન મળશે.

 

(૨)  વિષમતાનો નિયમ (Rule of Odds) : આ નિયમાનુસાર ફ્રેમમાં મુખ્ય સબ્જેક્ટ એકી સંખ્યામાં રાખવા. જેમ કે ફુલોના ગુચ્છાનો ફોટો લેતા હોય તો ૩, ૫, ૭ એમ ફુલ હોય તો સારૂં. આ જ રીતે માણસ, પ્રાણી, પક્ષીઓ વગેરેને પણ લઇ શકાય. જો કે પતિ-પત્નિ કે માત્ર બે બાળકો વાળા કુટુંબનો ફોટો લેતી વખતે આ નિયમના પાલનનો આગ્રહ રાખવો મુર્ખતા ગણાશે ! કહેવાનો ભાવાર્થ એ છે કે સ્ટિલ લાઇફ ફોટોગ્રાફી કે કુદરતી વસ્તુઓની ફોટોગ્રાફી વખતે શક્ય તેટલું આ નિયમનું પાલન કરવાનું ધ્યાને રાખવું.

(૩)  અવકાશનો નિયમ (Rule of Space) : અહીં સ્પેઇસ કહેતાં ખાલી જગ્યા સમજવી. આ નિયમને પેલા ૧/૩નાં નિયમ શાથે સાંકળી અને સુંદર દૃષ્યનું નિર્માણ કરી શકાય. સામાન્ય રીતે ધારો કે આપ કોઇ જમણી તરફ જોતું હોય તેવો ફોટો ખેંચો છો તો તે ફોટામાં જમણી તરફ જોતો ચહેરો ડાબી તરફની ૧/૩ રેખા પર ગોઠવો જેથી કરીને ચહેરાની આગળનો ૨/૩ જમણો ભાગ ખુલ્લો રહે. આ જ રીતે ધારો કે કોઇ દોડતી મોટરનો ફોટો લો તો એ જે તરફ જાય છે તે તરફની જગ્યા વધુ ખુલ્લી રહેવી જોઇએ, નહીં કે તેની પાછળની. ખાસ તો પોટ્રેટ્‌સમાં આંખો જે તરફ જોતી હોય તે તરફની જગ્યા વધુ ખુલ્લી રાખવાથી જોનારને ફોટામાંના સબ્જેક્ટની આંખો જે તરફ જુએ છે તે તરફ, ફોટાની હદની બહાર પણ, કંઇક રસનો વિષય છે તેવો આભાસ થશે.

(૪)  દૃષ્ટિબિંદુનો નિયમ (Viewpoint) :  આને POV પણ કહે છે. કૉમ્પઝિશનનો આ એક બહુ પ્રાથમિક નિયમ છે. જેમાં આપના દર્શકો આપ જે એંગલથી દૃષ્યને રજુ કરવા માંગો છો તે એંગલથી જ જુએ છે. આ માટે આપના કેમેરાનો લેન્સ એ જ તેઓની આંખ બને છે. ધારો કે તમે કોઇ ફુલનું ચિત્ર કેમેરાને તમારી આંખના લેવલે રાખી અને લીધું તો તે ચિત્ર જોનારના મનમાં ચિત્ર શાથે સમાનતાનો ભાવ ઉત્પન્ન કરશે. તમે કેમેરાને થોડો ઊંચો રાખી દૃષ્ય ઝડપી અને જોનારના મનમાં દર્શકના વર્ચસ્વનો અને નીચો રાખી દૃશ્યનાં વર્ચસ્વ નો ભાવ ઉત્પન્ન કરી શકો છો. આમ એક જ દૃષ્યને આપ અલગ એંગલથી શૂટ કરી દર્શકને અલગ અલગ રીતે વિચારવા પ્રેરતું બનાવી શકો છો.

અહીં આપણે કૉમ્પઝિશનનાં કેટલાક સામાન્ય નિયમો જોયા, ૧/૩ નાં નિયમ ઉપરાંત તેની અવેજીમાં ’ગોલ્ડન રેશિયો’ (૧ : ૧.૬૧૮)નો અને ડાયૅગનલ (diagonal), ત્રાંસી રેખાઓનો, નિયમ પણ ઘણા લોકો વાપરે છે. જે પણ વિશાળ વિષય હોય આગળ ક્યારેક વાત કરીશું. અહીં દર્શાવેલા નિયમો ઉપરાંત પણ આપની જાણમાં, સુંદર કૉમ્પઝિશનમાં મદદરૂપ એવા, કોઇ સુચનો હોય તો જરૂર જણાવશો. આભાર.

(તકનિકી માહિતી અને લખાણમાં મદદરૂપ થવા બદલ ભાઇ અશોક મોઢવાડીયાનો આભાર)

ફોટોગ્રાફ અને પ્લેજરીઝમ

with 7 comments


ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો અને સ્વયં એક વ્યવસાયીક ફોટોગ્રાફર હોવાના નાતે અહીં ફોટોગ્રાફીને લગતા થોડા તકનિકી પાસાઓ આપ સૌ વાંચકમિત્રો શાથે ચર્ચવા માંગુ છું. વખતો વખત અહીં ફોટોગ્રાફીને લગતી જાણવા જેવી બાબતો મુકવાનો વિચાર છે. આમ તો અંગ્રેજી ભાષામાં આ બધી માહિતીઓ ઉપલબ્ધ છે જ. અને વ્યવાસાઇક ફોટોગ્રાફરો કે જાણકાર શૌકિયા ફોટોગ્રાફરો આ બધી તકનિકથી માહિતગાર હોય જ. પરંતુ માત્ર શોખ ખાતર ફોટોગ્રાફી કે પ્રસંગોપાત ફોટોગ્રાફી કરતા અને આ ક્ષેત્રમાં નવાનવા સામેલ થયેલા મિત્રોને સરળ ગુજરાતી ભાષામાં થોડું તકનિકી જ્ઞાન મળે તેટલો જ આ લેખમાળાનો હેતુ છે. આપ સૌ પણ આપની જાણકારી અનુસાર અહીં સહાય આપી શકો છો. અને હા, કશું ન સમજાય કે અવઢવ રહે તો આપણે પરસ્પર ચર્ચાઓ દ્વારા વધુ ચોક્કસ માહિતીનું આદાન-પ્રદાન પણ કરી શકીએ છીએ. આજે આ લેખમાળામાં, સૌ પ્રથમ આપણે વેબ પર જાહેર કરાતા આપણા ફોટોગ્રાફ્સની સલામતી બાબતે થોડી ચર્ચા કરીશું. જે કદાચ સૌને ઉપયોગી જણાય.

એક વ્યવસાઇક ફોટોગ્રાફર મિત્રની ફરિયાદ હતી કે ઘણી વખત મારા પાડેલા ફોટોગ્રાફ્સ સ્થાનિક વર્તમાનપત્રો કે નાના મેગેઝિનોમાં, વિના મંજૂરી પ્રક્ટ થયા છે. જ્યારે જ્યારે જે તે સંપાદકશ્રીનો સંપર્ક કરૂં છું ત્યારે તેમનું કહેવું હોય છે કે આ ફોટો તો અમે વેબ પરથી લીધેલો છે. અને વેબ પર મુકાયેલ ફોટો સાર્વજનિક હોય તે વાપરવામાં અમને કશું ખોટું લાગતું નથી.

હવે કાનૂની રીતે ભલે તમારા ખેંચેલા ફોટોગ્રાફ્સ પર તમારો અધિકાર ગણાય પરંતુ વ્યવહારમાં એક વખત તમે કોઇપણ વેબપેજ પર ફોટો ચઢાવો એટલે તમારો હક્ક માર્યો જાય છે. અને તમારા જે તે ફોટાનો, કોણ, ક્યાં, કેવો ઉપયોગ કે દુરઉપયોગ કરે છે તે શોધવું દરેક વખતે શક્ય બનતું નથી.
હવે આ સમયમાં તમારે તમારૂં કાર્ય અને કૃતિઓ જાહેરમાં મુક્યા વગર ચાલવાનું પણ નથી, કેમ કે બાકી તો ’જંગલમેં મોર નાચા કીસીને ન દેખા’ જેવો ઘાટ થાય અને ફોટોગ્રાફ્સ જાહેર સાઇટ્સ પર ચઢાવો અને તેનો અનધિકૃત ઉપયોગ ન થાય તેવી આશા રાખો તે તો ’છાશ લેવા જવી અને દોણી સંતાડવી’ જેવું થાય.
તો વચલો રસ્તો શું છે ? અહીં જાણકારોનું કહેવું છે કે, કોઇપણ સાઇટ પર ફોટો ચઢાવતી વખતે આટલી પ્રાથમિક બાબતો જરૂર ધ્યાને રાખવી.

(૧) જે વેબસાઇટ પર ફોટો ચઢાવો છો તેની શરતોનો અભ્યાસ કરવો. તેઓ તમારા હક્કો માન્ય રાખે છે કે નહીં તે જાણવું. મોટાભાગની ફોટોશેરીંગ સાઇટ્સ ફોટાના તમામ કોપીરાઇટ્સ મુળધારકને જ આપે છે.

(અહીં અલગ અલગ બે રીતે આપી શકાતા વોટરમાર્ક બતાવ્યા છે, આપ ઇચ્છો તો તેને વધુ પારદર્શક પણ રાખી શકો જેથી ફોટો જોવામાં બહુ બાધારૂપ ન થાય)

 

(૨) કોઇપણ ફોટો અપલોડ કરતાં પહેલાં મુળ ફોટાની નકલ કરી અને તેને ઓછા રીઝોલ્યુશન (માત્ર ૭૨ dpi) અને નાની સાઇઝ (જેમ કે ૮૦૦ થી ૧૦૦૦ pixel)નો બનાવી સેવ કરો.

(૩) આ નાની સાઇઝના બનાવેલા ફોટા પર © નો સિમ્બોલ (જે લગભગ તમામ ફોન્ટમાં alt + 0169 થી બનશે) અને તે પાછળ આપનું નામ વગેરેનો વોટરમાર્ક જરૂર મુકો. (આ કામ કોઇપણ ફોટો એડિટીંગ સોફ્ટવેરમાં થશે, વોટરમાર્ક એટલે આપણું ખાસ ચિહ્ન જે મુળ ફોટા કરતાં જરા આછું દેખાય તેમ રાખેલું હોય છે. જો કે વોટરમાર્ક માટે ઘણી એડવાન્સ પધ્ધતિઓ પણ હોય છે પરંતુ આપણે માટે આટલાથી કામ ચાલી જશે.)

(૪) આપ ઇચ્છો તો ’ક્રિએટિવ કોમન્સ’ પર મફતમાં આપના ફોટાને રજીસ્ટર કરી અને તેનો લોગો પણ ફોટો પર મુકી શકો છો. જે દ્વારા અન્ય લોકોને તમે તમારા ફોટોગ્રાફનાં વપરાશનાં કયા હક્કો, કઇ શરતે આપો છો તે જાણ થશે.

આટલી અમથી ચોક્કસાઇ વર્તવી દરેક ફોટોગ્રાફર, જે પોતાના ફોટો વેબ પર જાહેર કરે છે, માટે જરૂરી છે. આ વડે આપનો ફોટો કોપી નહીં જ થાય તેવું નથી પરંતુ કોઇ પ્રિન્ટ માધ્યમમાં તે પ્રસિધ્ધ કરવા જેવો નહીં રહે, કારણ કે નાની સાઇઝ અને ઓછા રીઝોલ્યુશનને કારણે તેની પ્રિન્ટસાઇઝ બહુ જ નાની (૨” જેટલી) બની જશે. અથવા તો મોટી સાઇઝમાં ફોટોપ્રિન્ટ કરવાથી ફોટાની ક્વોલિટી ખરાબ આવશે. હા, કોઇને આપનો ફોટો છાપવો જ હોય તો તેમણે આપનો સંપર્ક કરી તેની હાઇક્વોલિટીની કોપી મંગાવવી પડે.
આપ પણ વધુ સુચનો આપી શકો છો. આભાર.

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)