શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

2012 in review

with 6 comments


The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 5,200 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 9 years to get that many views.

Click here to see the complete report.

Advertisements

Written by Shakil Munshi

01/01/2013 at 1:02 પી એમ(pm)

Posted in Uncategorized

આપ આવશો ને ?

with 42 comments


[સ્વપ્ન જોવાનો અધિકાર કુદરતે તમામ સજીવો ને આપ્યો છે ! મારું પણ એક સ્વપ્ન હતું જે સાકાર થવા તરફ જઈ રહ્યું છે !]

વાપીમાં… વાઈડ વિડીયો-વિઝનનો વ્યાવસાયિક વિસ્તાર !

સ્નેહી શ્રી.   _મારા તમામ બ્લોગ મિત્રો____

મજામાં હશો જ. એવા વિશ્વાસ સાથે આજે એક ખુશી વહેંચવી છે.

છ વર્ષ પહેલા અમે ‘વાઈડ-વિડીયો વિઝન’ નામે ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી ને લગતા સાધન-સામગ્રી અને વિડીયો-એડિટિંગ-મિક્ષિંગની સર્વિસ આપતી શોપ તરીકે શરૂઆત કરી હતી, ત્યારે ખ્યાલ ન હતો કે તે એક દિવસે ફોટોસ્ટુડીયોમાં ડેવેલોપ થશે. પણ એ આજે શક્ય બન્યું આપ જેવા સ્નેહીઓના સાથ-સહકારથી અને અફકોર્સ વડીલોની દુઆઓથી તો ખરું જ.

જી હા! આજે ખુશી સાથે આપ લોકોને જણાવવું છે, કે એ જ ‘વાઈડ-વિડીયો વિઝન’ માં હવે ફોટો-સ્ટુડીઓની પણ શરૂઆત કરી અમે અમારી સેવાને પણ વાઈડ કરી છે.

વાઈડ વિડીયો વિઝન ફોટો/વિડીયો ગુડ્ઝ, વિડીયો-એડિટિંગ-મિક્ષિંગ ની સાથે ફોટો સ્ટુડીઓ નો શુભારંભ કરે છે.

હવે જ્યારે આવા ડેવેલોપમેન્ટની વાત થાય ત્યારે શક્ય છે કે જગ્યા અને વિસ્તારમાં પણ જરૂરી એવો ફેરફાર કરવો પડે, ખરું ને?

તારીખ :– ૩૦-૧૨-૨૦૧૨ રવિવાર ના દિવસે,

સમય :–  સવારે ૧૦-૦૦ કલાકે,

અમારા નવા મુકામ,

દુકાન નં. ૨૪, રાજ મંદિર સોસાયટી, કોપરલી રોડ, ગુંજન જી.આઈ.ડી.સી., વાપી.

પર અમારી ખુશીમાં શામેલ થવા જરૂર પધારશો.

“મૈ તો અકેલા હી ચલા જાનિબ-એ મંઝિલ મગર,
લોગ સાથ આતે રહે ઔર કારવાં બનતા ગયા.”

આપનો
શકીલ મુન્શી

શુભેચ્છક :

*વાઈડ વિડીયો વીઝન – જૂનાગઢ.,  *નેશનલ કૅમેરા – સુરત.,

*પ્લેઝર કલર લેબ – સુરત.,             * પદમાનંદી એન્ટર પ્રાઇઝ – વાપી.,

* તથા સર્વે મિત્રો, વડીલો.

Wide Video Vision

Written by Shakil Munshi

24/12/2012 at 12:43 પી એમ(pm)

Posted in લેખ

મુલાકાત – શ્રી. મુર્તઝા પટેલ

with 19 comments


પ્રિય મિત્રો નમસ્કાર,
તા.૨૫-૧૧-૨૦૧૨ રવિવાર, મારા જીવનમાં આ દિવસ “યાદગાર” દિવસ તરીકે અંકિત થયો છે. તા.૨૩/૧૧ ના વાપીની બગલમાં સેલવાસ નિવાસ કરતા બ્લોગ મિત્ર શ્રી.વિમેશ પંડ્યા સાથે વાત થઈ, જાણવા મળ્યું કે માર્કેટિંગના મહારથી, બ્લોગનાં બાદશાહ અને જેને મળવા માટે દિલ દિમાગ થનગનાટ કરતા હતા તેઓ શ્રી. મુર્તઝા પટેલ  [સીર્ફ નામ હી કાફી હૈ] સુરત માં પધાર્યા છે ! ખુશી બેવડાવતાં એક આમંત્રણ પણ પાઠવ્યું કે, રવિવારને સાંજે ૪.૦૦ કલાકને મહારાણા પ્રતાપ ગાર્ડન, વરાછા, સુરત ખાતે ફેસબુક ફ્રેન્ડસ માટે ઈવેન્ટનું આયોજન કરેલ છે. સેલ નંબર પણ મળ્યા. પછી હૈયું હાથમાં રહે ! તેઓ અતિ વ્યસ્ત હશે એ ડરે કોલ કરવાને બદલે મૅસેજ ઠપકાર્યો ! અને થોડી વારમાં મોબાઇલ રણક્યો, એ સુમધુર વિવેક મિશ્રીત અવાજ સંભળાયો ! વાતો થઈ. રૂબરૂ મળવાની અમારી બન્ને ની ઇચ્છાપુર્તી રવિવારે થશે એ ફાઇનલ થયુ. 

એ ઘડી આવી ! રવિવારે સાંજે  ૪-૦૦ કલાકે બંદાને મહારાણા પ્રતાપ ગાર્ડન માં માર્કેટિંગના મહારાણા શ્રી. મુર્તઝાભાઇ ના દર્શન થયા. દૂર થી જ એક બીજા ને ઓળખી ગયા. મારા ડગલાની ઝડપ બેવડાઇ અને ભાઇ પણ રીતસર દોડ્યા. અને અને .. અમે બન્ને ભેટ્યા !!! હા એ કામકાજ માંજ નહી હાઈટમાં ખાસ્સા અમિતાભ બચ્ચન જેવડાં છે. એ પ્રથમ મુલાકાત, યાદગાર દિવસ તા.૨૫-૧૧-૨૦૧૨ રવિવાર. શ્રી.વિમેશ પંડ્યા દ્વારા આયોજિત ઈવેન્ટ માં હાજર ’હુરતી’ મિત્રો સાથે પણ મુલાકાત થઈ, વિચાર ગોષ્ઠી ચાલી, જેને મળવા સાંભળવા બધા હાજર થયા હતા એ વિસરાયુ, દિલના ’સોજ્જા’ માણસ સાથે બધા વાતોએ વળગ્યા.

મુર્તઝાભાઇ એ ખૂબ લાગણી અને ઉમળકા થી બધાના ને સાંભળ્યા, તેમણે જે વાતો કહી એ સીધી દિલમાં ઉતરી ગઈ, એમના સુમધુર અવાજમાં તેમનો ગમતો ગીત “તુમ જો બે સહારા હોતો કીસીકા સહારા બનો……” ની બે પંક્તિઓ પણ સંભળાવી.બ્લોગ મિત્રો ને યાદ કર્યા, ભાઇ શ્રી અશોક”જી” એ પણ કાનામાતર વગર દૂરવાણી નો લાભ લીધો.

સમય તો જાણે દોડતો નહી સાથે કૂદતો હોય એમ પસાર થતો ચાલ્યો ! સુરતી મિત્રો માં મુ.શ્રી.દીપક જરીવાલા, શ્રી.દીપક ભાલારા, શ્રી.અશોક વાવડિયા, શ્રી.મૌલિકાબેન દેરાસરી, શ્રી.હિમાંશુ સાનંદીયા, શ્રી. હાર્દિક વસોયા (ઈ.), શ્રી. હાર્દિક વ્યાસ, શ્રી.પ્રશાંત સોમણ, વગેરે… વગેરે…. બધા મિત્રોના નામ યાદ રહ્યા નથી માટે મને માફ કરે ! બધા “કલાકાર” મિત્રો સાથે વિતાવેલી એ પળો જીવનભર યાદ રહેશે. અરે એ કેળાની વૅફર અને ઠંડા પાણી ને  કેમ વિસરાય !, કૅમેરા સાથે ન હોય ! [જેનું દુ:ખ તાઉમ્ર રહેશે] મિત્રોએ  શેર કરેલા ફોટોગ્રાફ એમની પરવાનગી થી અહીં શેર કરુ છું.

શ્રી. મુર્તઝા પટેલ

શ્રી. મુર્તઝા પટેલ

00

Written by Shakil Munshi

30/11/2012 at 12:23 પી એમ(pm)

હેપી વાલી દિવાલી

with 21 comments


પ્રિય મિત્રો, વડીલો  આપ સર્વે ને નૂતન પર્વ નિમીતે “દીપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ શુભેચ્છાઓ” દિલ સે.

Written by Shakil Munshi

11/11/2012 at 12:16 પી એમ(pm)

એક મિનિટ – હસના મના હૈ !

with 16 comments


“બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી.” – અમૃત ઘાયલ

ખુલાસો : હું કોઈ પણ પ્રકારના રસનો લેખક નથી માટે હાસ્ય કે રહસ્ય કોઈ રસની અપેક્ષા ન રાખવી!

મિત્રો ટાઇટલ વાંચીને ટાઈટેનિક લેખની કલ્પના તો નહીં જ કરી હોય ! એક મિનિટમાં કોઈના વિષે બોલવાની હરીફાઇ થાય તો ચોક્કસ પુરુષ સ્ત્રી વિષે બોલે ! જગતનો હોટ ટૉપિક [કલ્પના કરીને બળાપા કાઢવાના હોય ! એની સામે તો બોલવાની જુર્રત કેમ થાય !]

હવે તમે સમજી જ ગયા હશો કે મારે અહિં એક મિનિટમાં આપને વાત કહેવાની છે તો એ પત્ની વિષે હશે !કેમ કે એથી વધુ એની વિષે બોલવાની કે લખવાની હિમ્મત એટલિસ્ટ મારામાં તો નથી જ ! [હવે ક્યાં પહેલાના જમાના જેવા પતિ થાય છે !]

પતિ ! બનવા કે પતી જવાની બધાને બહુ ઉતાવળ હોય છે ! અને પતિ થવા પાછાં સજીધજી ને ઘોડા કે કાર અને ક્યારેક અંબાડી પર સવાર થઈ ને જાય છે ! ગઈ લગ્ન સરામાં બે કાઠિયાવાડી બંદા હેલીકોપ્ટર માં બેસી પરણવા ગયા બોલો ! છે ને ભડના છોડિયા બાકી ! ઊડી ને પતી જવા ગયા ! [આબંદા પણ લાલ ખુલ્લી કારમાં, શેરવાની સાફો પહેરી, પતી જવા ગયો હતો ! સાથે કેટલાય અશોક’જી’ હતા. મંદ મંદ મુસ્કાતા હતા ! પતિ બન્યા પછી કોઈની મજાલ છે કે હસી શકે !]

હા પહેલાનો જમાનો ઓર હતો ! અમારા બ્લૉગ વડીલો મુ.આતા, સુરેશદાદા,જુ.દાદા, વિનોદદાદા, ગોવિંદકાકા (૧+૧),ભુપેન્દ્રસિંહકાકા, વોરા સાહેબ, દીપકકાકા, યશવંતકાકા, કિશોરકાકા વગેરે વગેરે વડીલો એમના જમાનાની વાતો કરી, લખી, અમને જરૂર દિલાસો આપે. મુરબ્બીશ્રીઓ અહીં નિર્દોષ આનંદ ખાતર, ઘરનો ડાયરો સમજી આ પેટ છુટ્ટી વાતો કરુ છું, મારા જેવા પતિ ની સ્થિતિ જોઈ કોઈ વડીલોની આંખમાં જો ઝળઝળ્યા [જે કચરો આંખમાં પડે તો પણ આવી શકે] આવી ગયા હોય તો આ પતી ગયેલા પતિની સિધ્ધી લેખાશે. અને જો ખીલખીલાટ હાસ્ય ઊપજ્યું હોય તો હાસ્ય પછી પણ આંખ તો ભીની થાય જ છે ને ! [પતિ ની સ્થિતિ અને પરિસ્થિત પતિ થયા પછી જ ખબર પડે ! લાકડાનાં લાડુ “ખાય એ પણ ………. !]


હવે જગતમાં જો કોઈ ચીજની અછત હશે તો એ મર્દ પતિ કે ખુશહાલ પતિ ની, એક સમાચાર મુજબ છેલ્લા ક્વાર્ટરમાં [જો ટૅક્સ ભરતા લોકો આ વાંચી દોડતા નહી ! ] એટલે કે છેલ્લા પચ્ચીસ વર્ષમાં કોઈ ખુશહાલ પતિ પાક્યો નથી. [હા મારા જેવા તમાચો મારી ગાલ લાલ કરી જરૂર ફરે છે ! કોણ અશોક”જી” એમ બોલ્યા, ભાઈ જગતમાં લાલગાલ વાળા એક ઢૂંઢો હજાર મીલતે હૈ ! એક અશોક”જી” ને કેમ યાદ કરો છો ?!]

આજે સવારે જ્યારે હું ન્યૂઝપેપર માં મારા જેવા પતી ગયેલા પતિના ફોટા જોઇ રહ્યો હતો અરે યાર એ અવસાન નોંધમાંજ હોય. સામેના ફ્લેટમાંથી ધીમો ધીમો લયબદ્ધ અવાજ સંભળાયો; “મારી મરજી ! હું ચાહે આમ કરુ હું ચાહે તેમ કરુ !” હું તો છળી પડ્યો આ લે, આ જમાનામાં આટલી હિંમત, પતિ ની પણ કોઈ મરજી ! છેલ્લા પંદર પંદર વરહથી મને તો ’મારી મરજી’ એ વિચારમાં પણ વિચારવા નું ભુલી ગયો છું ! મારી મરજીથી હું અંડરવેર પણ ખરીદી શકતો નથી ! મને તો પુરુષાતન ચઢવા માંડ્યું,પાક્યો કોઈ મર્દ પતિ ! પણ એ વિચાર જાજો ટક્યો નહિ. સંગીત સંભળાતા યાદ આવયુ કે આતો વર્ષો પહેલા પ્રસિદ્ધ દેવાંગ પટેલનું રેપ સોંગ છે. જરૂર એ સમયે ભાઈશ્રી કુંવારા હશે ! [કે આટલું સ_રસ બોલી શક્યા.]

એફીલ ટાવરની સાઇઝનો પુસ્તક પણ આ વ્યકિત વિષેશ માટે ટુંકો પડે ! હવે યાર કેટલાં વખાણ કરું ! ભંગાવીનેજ જંપશો કે ! તો લો વાંચો હવે જે થાય તે !એ દિવસો દૂર નથી કે પતિઓ ના સંગઠનો રચાશે ! પતિ શબ્દની ગરીમાં જાળવવાના ઉપાયો પર સંશોધનો થશે ! પતિ પાછળ બિચારો શબ્દ લખવા સાહિત્ય પરિષદ ને વિનંતી કરવામાં આવશે ! વરઘોડામાં બેન્ડવાજા વાળા મરસીયા ની સ્પેશિયલ ધુન વગાડશે ! પરિચિતો, મિત્રો અભિનંદ નહી મોઢે આવશે ! ” કેટલો સારો માણસ હતો ” એમ જાનૈયા નાચતા નાચતા વાતો કરશે ! [આ વહેલી સવારે બંધ આંખે જોયેલો સ્વપ્ન ન સમજતા !]

આ લે …લે ! વાતો વાતોમાં એ તો ભુલાય ગયું કે હું એક મિનિટ માં કઈ કહેવાનો હતો. હં…મ ! પત્ની [આ શબ્દ લખતા કે બોલતા પણ બીક લાગે છે] ની વાત નીકળતા યાદ આવ્યું કે મને તો ’એ…..સાંભળો છો’ એમ સંભળાવી ને માર્કેટમાં કઈક લેવા મોકલેલો. શું ? એ તો ભુલાય ગયુ ! આપને એક મિનિટ કૈંક કહેવા રોકાઇશ તો ધોકા વાળી થશે, માટે આજે નહિ, પછી કોક દા‘ડો ડાયરો જમાવીશું. [આ લેખ જો એના હાથમાં આવી ગયો તો આજ પછી અહીં મળવાની ગેરંટી નહી ! ]

નોંધ : લેખમાં મૂકેલા ફોટા ગુગલમહારાજની મદદ થી ફ્રી સાઇટ પરથી લીધેલાં છે, તેના પર મારો કોઈ અધિકાર નથી.

Written by Shakil Munshi

08/09/2012 at 11:05 એ એમ (am)

ઈદી @ સાપુતારા

with 29 comments


સૌ મિત્રોને “ઈદ મુબારક”

ઈદનાં મુબારક પર્વ નિમિત્તે રુબરુ, ફોન અને મેઇલ દ્વારા મુબારકબાદ આપનાર સર્વે સ્નેહીજનો, વડીલો, મિત્રોનો તયેદિલથી શુક્રિયા.

આપ સૌને જ્ઞાત હશે જ કે આપણાં કોઈપણ મુબારક, પવિત્ર તહેવાર નિમિત્તે ઘરનાં મોટાઓ નાનાઓને (ખાસ તો બાળકોને) દૂઆઓ, આશિષ તો આપે જ સાથે કંઈને કંઈ ભેટ-સોગાદ પણ આપે. પછી તે રોકડ, ખાણીપીણી, વસ્ત્રાલંકાર કે પછી ક્યાંક હરવા-ફરવા જવાનાં નિમિતમાં પણ હોય. આપણે દિવાળી કે નવાવર્ષ નિમિત્તે કુટુંબ-બાળકોને કંઈને કંઈ ખુશાલી કરાવીએ જ છીએ (એ તો જેવી જેની સગવડ). અમારે ઈદની ખુશાલીને ’ઈદી’ કહે છે. તો આ વરસે ઈદના બીજે દહાડે, એટલે કે વાસીઈદનાં દહાડે બીબી-બચ્ચાઓને ઈદીમાં સાપુતારાની સેર કરાવી. આપ પણ અમારા અઝીઝ છો, દિલની કરીબ છો, તો આપને ઈદી આપવાની અમારી ફરજ તો ખરી ને ? નાનાઓ આને ઈદી સમજે અને વડીલો હરખ સમજે પણ આ પ્રવાસની ખુશહાલ ક્ષણો, કૅમેરાની આંખે, આપની સાથે વહેંચુ છું તે ઈદની શુભેચ્છા સમજી કબૂલ ફરમાવજો.

ચલો સાપુતારા…

MBBS અને હા સાથે ’બહાઉદ્દિન’ તો ખરા જ !
બહાઉદ્દિનજી એ અમારા જૂનાણાં નવાબનાં સાલે સાહબ હતા ! બહુ માનપાન પામેલા. તેમના નામે આજે પણ ’બહાઉદ્દિન કોલેજ’ છે. બસ, ત્યારથી જૂનાણામાં સાલે સાહબને માનથી ’બહાઉદ્દિન’ બોલાવવામાં આવે છે !!! :- નાના ટેણીને કેમેરા ની ક્લિક કરવાનો શોખ એટલે એ સામેલ ન હોય ને !)

વરસતા વરસાદમાં જ્યાં કુદરત સોળે કલાએ ખીલી હોય એ વર્ણન કરવા શબ્દો ટુંકા પડે મારીતો કોઇ ઓકાતજ નથી. થોડી પંકતિઓ યાદ આવી જાય છે.

રેઇનકોટ, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રુફ હેટ્સ , માનવીએ કેટલી ભીંતો ચણી દીધી વરસાદમાં ! – શ્રી. આદિલ મન્સુરી

ભીંજાવામાં નડતર જેવું લાગે છે , શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે ;

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ ,   આજે અવસર જેવું લાગે છે ! – શ્રી. ઉદયન ઠક્કર

મને ભીંજવે તું , તને વરસાદ ભીંજવે  — શ્રી. રમેશ પારેખ

અને હવે આમ નીચે લંબાવવા કરતાં સીધો સ્લાઈડ શૉ જ કરી નાંખીએ તો ?! લ્યો !

This slideshow requires JavaScript.

Written by Shakil Munshi

23/08/2012 at 9:25 પી એમ(pm)

જીંદગી – કડવું સત્ય

with 13 comments


Read the rest of this entry »

Written by Shakil Munshi

23/06/2012 at 11:55 એ એમ (am)

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)