શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

Archive for the ‘લેખ’ Category

પ્રથમ પાનું – પહેલી નજર

with 11 comments


મિત્રો નમસ્કાર,

થોડી વ્યવસાયિક વ્યસ્તતા ને કારણે અહીં હાજર થવાતું નથી.[બધા મિત્રોની પોસ્ટ વાંચ્યા વગર રહેવાતું પણ નથી]

આજે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્ય સાઇટની મુલાકાત લેતા તેનું પ્રથમ પેઈજ ગમી ગયુ જે અહીં મુકું છું, પ્રજાની જાગ્રુતતા ખૂબ જરૂરી છે શું શરૂઆત આ વાંચી ન થઈ શકે ?

http://ceogujarat.nic.in ખુબજ  જરુરી વિગતો થી સજ્જ સાઇટ પર નુ પ્રથમ પાનું

Advertisements

Written by Shakil Munshi

21/04/2012 at 6:02 પી એમ(pm)

એ ને હાલો ભમવા ! – બકુલ શાહને સંગ

with 5 comments


મિત્રો,

ચાલો આજે બ્લોગ જગત ના એક ખૂણે થી ઊડવા ત્યાર થઈ જાવો !  ભ્રમણ અને સાથે ફોટોગ્રાફી નો શોખ છે  ? તો મજો મજો પડી જશે! ખુબ સ_રસ અને સુંદર માહિતી એ પાછી ગુજરાતી માં!

– શું આપને યાદ છે કે આપને કે આપના કુટુંબીજનો ને ઈતિહાસ ના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવ્યું હોય કે ભારતીય રાજા નું શાસન કમ્બોડિયા , જાવા- સુમાત્ર , ઇન્ડોનેશિયા  કે મલેશિયામાં માં પ્રવર્તમાન હતું ?  શા માટે આપણાથી આપણો ગૌરવપ્રદ ઈતિહાસ છુપવામાં આવી રહ્યો છે ?  છે કોઈ કારણ ? ઇસ. પહેલી સદીથી લઇ ને છેક ૧૪ મી સદી સુધી પરાક્રમી રાજાઓ ના રાજ્ય ની ધજાઓ છેક દક્ષીણ -પૂર્વ એશિયા સુધી ફરકતી હતી !  પરંતુ આપણી નમાલી સરકારો ને અને બની બેઠેલા બુદ્ધીવાદીયો ને ભારત ના ગૌરવપ્રદ ઈતિહાસ ને લોકો સમક્ષ જણાવતા શરમ આવે છે ! કદાચ એમને ડર હશે કે કદાચ કોઈ આપણને વિસ્તારવાદી કહી દેશે તો ?  દક્ષીણ-પૂર્વ માં ચાલતા દરિયાય વ્યાપાર પર ભારત નું ઘણું પ્રભુત્વ હતું ! કમાલ ની વાત તો એ છેકે ઉપરોક્ત દેશો અને ટાપુઓં તેમના ઈતિહાસમાં ગૌરવ પૂર્વક જણાવે છે કે તેમની ઉપર ભારતીય રાજા એ રાજ કર્યું હતું ! એટલુજ નહિ પણ  પણ આજે પણ જે તે રાજા ના વારસદાર ને રાજા નું સન્માન આપે છે ( મલેશિયા ) ! આજે પણ થાઇલેન્ડના રાજા, રામ ના નામ થી ઓળખાય છે ! આજે પણ ત્યાં અયોધ્યા નામની નગરી આવેલી છે અને બેંક નું નામ પણ અયોધ્યા છે ! આજે પણ બેંગકોક ના આંતરાષ્ટ્રીય હવાઈમથક નું નામ સુવર્ણભૂમિ છે !   આવો કમ્બોડિયામાં સ્થપાયેલ આવા એક ભવ્ય શાસન અને તેમના દ્વારા નિર્મિત મંદિર શ્રુંખલા ની જાંખી કરીએ !  – બકુલ શાહ

તો કરો ક્લિક અને પહોંચો એ ખૂણે !

http://bakulvshah.com  આ લીંક પર ક્લિક કરો

Written by Shakil Munshi

24/12/2011 at 5:07 પી એમ(pm)

એક સવાલ ! “જવાબ છે” ?

with 35 comments


તા.૦૧-૧૨-૨૦૧૧ વર્ષ ના છેલ્લા મહિના નો પહેલો દિવસ, સમય સવાર ૧૦-૩૦, દુકાન પર આવ્યા ને અઢી કલાક જેવો સમય થઈ ગયો છે.ઘણા સમય પછી આજે  “ગુરુજી” શ્રી.ભુપેન્દ્રસિંહ રાઓલ  “કુરુક્ષેત્ર”
સાથે મજાનો અડધો કલાક નો વાર્તાલાપ થયો, જેમને વાંચવા એક લહાવો છે પુષ્કળ માહિતીઓ  નો ખજાનો પણ સાંભળવા એ તો એક અલગ મજા છે.

હવે મૂળ વાત “એક સવાલ” ની

ચાહ પીવાનો સમય થયો પણ આજે તો “બંધ”[મારી શૉપ બીજા માળે એટલે ખુલ્લી છે] ચાહ ની લારી પર કામ કરતો એક અબુધ “છોકરો” મને લોબી માં ઊભેલો જોઈ ઉપર આવ્યો,”શેઠ તમે બેઠાં છો નીચે તો બધું “બંધ છે !” હે શેઠ આ કેમ બંધ છે? એના થી શું થશે? મારે તો આજે “રોજ” પણ નહી મળે ઘેર પૈસા વગર જવું પડશે !

 

 

 

 

 

 

 

 

“બંધ” પાળી દેશ ને આર્થિક “ફટકો” મારવાથી શું ફાયદો થશે ? એ ચાહ વાળા છોકરા જેવો “સવાલ” મને પણ દરેક “બંધ” વખતે થાય છે !

શુ આ બંઘ કરતા કોઇ “સારી” પધ્ધતી નથી વિરોધ કરવા માટે ?

છે કોઇ જવાબ ?   

Written by Shakil Munshi

01/12/2011 at 2:13 પી એમ(pm)

જાને વાલે કભી નહીં આતે…. .. .

with 11 comments


મિત્રો આપને ફોટો સ્ટોરી ભજીયા પાર્ટી યાદ હશે જ, જેમા ઉલ્લેખ કરેલ અમારા પરમ મિત્ર શ્રી.લલીત અમીપરા ઉર્ફે “મામુ”  તા. ૮-૧૧-૨૦૧૧ ના રાત્રે ૯-૩૦ મિનિટે અમારી વચ્ચે થી ચિરવિદાય લઈ અનંત યાત્રા કરવા નીકળી ગયા છે.

મે ક્લિક કરેલો ગ્રૂપ ફોટો પણ મુકુ છુ હવે પછી ના ગ્રૂપ ફોટા મા “મામુ” તો ક્યારેય નહી હોય પણ એની યાદ અમારી વચ્ચે થી ક્યારેય નહી જાય

ડાબી બાજુ થી ઉભેલા કુણાલ સોલંકી [ક્કકુ], શાંતિલાલ કાચા[ટકા],અશોક”જી”વાંચન યાત્રા , ચિરાગ શાસ્ત્રી[ગોર મહારાજ], જેતસી મુળીયાશિયા [કાકા],

ડાબી બાજુ થી બેઠેલા મયુર સોલંકી [દાદા], રમેશ [લાસા], મહેશ પોશીયા [પડીકા], લલીત અમીપરા[મામુ], સુનિલ વાઘેલા[દાન] અને વજુભાઇ પટેલ [બાપા]

છેલ્લે…… એજ  જાને વાલે કભી નહીં આતે…. .. .

Read the rest of this entry »

Written by Shakil Munshi

15/11/2011 at 1:09 પી એમ(pm)

ફોટો સ્ટોરી-ભજીયાપાર્ટી

with 30 comments


મિત્રો,

અમારા અશોકભાઈ (વાંચનયાત્રા)એ ઘણી વખત ભજીયાપાર્ટીની વાર્તાઓ તો આપને સંભળાવી છે (જો કે એ મારવાડીએ કદી આમંત્રણ નહીં જ આપ્યું હોય 🙂 ) હમણાં ચાની કથા પણ કરીને બેઠા હતા ! તો મને થયું ચાલો નાસ્તાનો પ્રબંધ હું કરી નાંખું ! તો ગત તા: ૧૫/૧૦/૨૦૧૧નાં શોર્ટનોટીસે જુનાગઢ પહોંચ્યો અને રાત્રે અશોકભાઈ અને મિત્રો સાથે ભજીયાપાર્ટીનો આનંદ માણ્યો. બહુ બધા સંસ્મરણો તાજા થયા, આગળ વાત કરીશું પણ ચિત્રોના સથવારે. તો પધારો અમારી આ ભજીયાપાર્ટીમાં, આપનું સ્વાગત છે.

અશોક"જી", હું, જેતાકાકા, શાસ્ત્રીજી. ભજીયાનીં રાહમાં !!

ચાલે છે ! જરા ખમો તો ખરા !

કારીગર ! (ના કલાકાર !!)

અને આ મોટો કલાકાર !

આગ દોનોં ઔર લગી હૈ બરાબર, ચૂલામાં અને પેટમાં !!

લો હવે આવ્યા અમારાં ભજીયા પડમાં !

અશોક"જી", મયુરદાદા, વજુબાપા, જેતાકાકા (આ બધાં સંબંધો નામનાં જ ! નહીં નહીં પ્રેમનાં !)

મહેશભાઈ, કૃણાલજી, હું અને મદ્રાસી ! ઝપટ બોલાવી દીધી પણ !

હું, કૃણાલજી અને અશોક"જી" થોડા મોડા પહોંચેલા તેથી શરૂઆતના કામના સાટે આ અંતનું કામ અમારે ભાગે આવ્યું ! અશોક"જી"ને તો સાવ ઘર જેવું જ લાગ્યું હશે 🙂 (ઘરે પણ આ જ હાલત હોં કે !!)

કૃણાલજીને પણ ’ઈવડા ઈ’ માસ્તરાણી ! તેથી એકને એક ઠામ બે વખત વિંછળવાની પાકી પ્રેક્ટિસ 😉

અને હવે પેટભરીનેં ડાયરો ! નવા જણમાં એક રમેશ ’લાસો’, (પીળો શર્ટ) અને જેને કારણે ?? આ પાર્ટી યોજાઈ તે મામુ (ટોપીધારી)

ડાયરો

મામુ, દાદા, મદ્રાસી અને બાપા ! જો જો કંઈ ગેરસમજ ના કરતા !! થમ્સઅપના પેગ છે !

હવે તો પાકુંને ? થમ્સઅપ જ છે ! અમારો ’સાકી’ શાંતિલાલ !

તો મિત્રો, મજા બહુ કીધી પણ આમ અચાનક મજા કરવાનું કારણ મજેદાર નહોતું ! એક પ્રશ્ન અમારા મામુએ મોં પર બાંધેલી બુકાની જોઈને થયો  હશે ! પણ કહ્યું છે ને, ’જો દીખતા હૈ વહ સચ હી નહીં હોતા’. હું રાતોરાત વાપીથી ભાગ્યો, અમારા વજુબાપા સુરતથી ભાગ્યા, અન્ય સૌ મિત્રો કામધંધા પડતા મુકી તાબડતોબ પહોંચ્યા, માત્ર સો-બસો ગ્રામ ભજીયાનો સ્વાદ લેવા ? ના….ના… !!! આ કંઈ ખાવાનો ખેલ ન હતો ! એક મિત્રની મનોકામના, કોઈપણ ભોગે પૂર્ણ કરવાનો પ્રયાસ હતો. અને એ અમારા જાનેજિગર, જાનેબહાર મિત્ર એટલે ટોપી પહેરી, મોં એ બુકાની વાળી બેઠેલા મામું. છ વર્ષથી કૅન્સર સામે ભાયડાવટથી લડ્યા છે, હવે દાક્તરોએ હથિયાર હેઠાં મુકી દીધા. પણ અમારા મામુએ મામુ જ છે ! (અમસ્તું અમે તેમનું નામ “મામુ” રાખ્યું હશે !) કહે છે ને “જિંદગી જીંદાદીલી કા નામ હૈ, મૂર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ |”

મામુએ ઈચ્છા દર્શાવી કે, હું તો  હવે પરવારી ઉતર્યો પણ આપણી ભજીયાપાર્ટીનાં એ મુળ મિત્રોને એક વખત પાર્ટીમાં, એજ મજાથી, મહાલતાં જોવા છે ! ફીર મૂલાકાત હો ના હો.  (આમ તો હવે વાર-તહેવારે પાર્ટી રાખીએ એટલે ૩૫-૪૦ મિત્રો એકઠ્ઠા મળે, પણ આ આટલા મુળ, ફાઉન્ડર મેમ્બર્સ !) અને અમે ફરી એ જ માહોલ ખડો કર્યો, જેનો શેઢો લાંઘીને પંદર પંદર વર્ષ સુધી જગતનાં કોઈ દુઃખ, કોઈ ચિંતાએ પ્રવેશવાની હિંમત નહોતી કરી ! મિત્રના દુઃખે દુઃખી થવાનું આવે તો એ મિત્રધર્મ છે, આ મિત્રએ તો અમને ખુશાલી કરવાનું સૂચવ્યું ! કેમ મના કરવી ?! જો કે કામ અઘરું હતું પરંતુ અમે બધાં અમસ્તા જન્મજાત ’કલાકારો’ કહેવાયા હશું ?! જો આપને પણ ચિત્રોમાં હાસ્ય પાછળ છૂપાયેલું દર્દ ના દેખાયું હોય તો સમજો કે મામુ સામે અમે અમારી કલા પેશ કરવામાં સફળ રહ્યા !!!!! અમારા મામુજાનની હિંમત બની રહે તે માટે દુઆ, પ્રાર્થના કરવા સીવાય વધુ તો હું મિત્રોને શું આગ્રહ કરું ?

ઘાયલ સાહેબની ગઝલનાં ચંદ શેર યાદ આવે છે, શુક્રિયાકે સાથ પેશે ખિદ્‌મત હૈ, ગૌર ફરમાઈએ.

’અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.’   — (અમૃત ઘાયલ)

અને હા, સૌ મિત્રોને દિપાવલી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ. (Show Must Go On)

Written by Shakil Munshi

23/10/2011 at 1:19 પી એમ(pm)

શિલ્હુટ્‌સ ફોટો

with 16 comments


મિત્રો,
થોડા સમયથી આપણું ફોટોગ્રાફી શિક્ષણ વિરામ લઈ રહ્યું છે ! આજે વળી એક નવો પ્રકાર લઈને આવ્યો છું. ફોટોગ્રાફીમાં, દેશી ભાષામાં કહીએ તો ’ચોખ્ખા ફોટા’ આવવા એ સામાન્ય માણસ માટે એકમાત્ર મહત્વની વાત છે. દરેક વસ્તુ ચોખ્ખી દેખાતી હોય, લોકોના ચહેરા સ્પષ્ટ ઓળખાતા હોય, ફોટામાં ઝાંખપ ના હોય એટલે ભયોભયો ! પરંતુ આ પ્રકાર છે કલાકારો માટેનો ! જેઓને કશુંક કલાત્મક રચવું છે તેઓ આના પર હાથ અજમાવી શકે છે. ફોટોગ્રાફીના આ પ્રકારને ’શિલ્હુટ્સ’ (Silhouettes) કહે છે. (આનું યોગ્ય ગુજરાતી શું થાય ?)

શિલ્હુટ્સ પ્રકારનાં ફોટામાં પ્રકાશમાન બેકગ્રાઉન્ડની આગળ (ફોરગ્રાઉન્ડ પર) મુખ્ય વિષયવસ્તુને કાળા છાંયાંકનરૂપે દર્શાવાય છે. આમાં મુખ્ય વિષયવસ્તુના રંગ, ટેક્ષચર વગેરે કરતાં તેની ધ્યાનાકર્ષ આકૃતિ વધુ મહત્વની બને છે. આ પ્રકારનો ફોટો ખેંચવાની એક પાયાની તકનિક એ છે કે તેમાં દૃશ્યનું બેકગ્રાઉન્ડ શક્ય તેટલું ઉજાસમય જરૂરી છે. આવો થોડું તકનિકી રીતે સમજીએ કે આ પ્રકારનો ફોટો કઈ રીતે લઈશું.

કેમેરા SLR હોય કે P&S (સાદો પોંઈટ એન્ડ શૂટ પ્રકારનો), ડિજીટલ કેમેરો હોય એટલે આ પ્રકારનું ચિત્ર લેવું સાવ રમતવાત બની રહે. સૌ પ્રથમ તો (અહીં ખાસ તો P&S કેમેરા ધ્યાને રાખીશું, SLR પર પણ એજ રીતે કામ થશે) કેમેરાના મોડ ડાયલને ’પ્રોગ્રામ મોડ’ એટલે કે P પર સેટ કરો. સેટિંગ્સમાં જઈ અને મીટરીંગને ’પોઈંટ મીટરીંગ’ પર સેટ કરો, આથી વ્યુફાઈન્ડરમાં (કે સ્ક્રીન પર) ફ્રેમની વચ્ચે એક ચોકડી (+) દેખાશે. હવે જે ફોટો લેવો છે તે દૃશ્યમાંના સૌથી પ્રકાશિત ભાગ પર આ ચોકડી આવે તેમ કેમેરો ગોઠવી અને શટરબટન અડધું પ્રેસ કરો. ત્યાર બાદ બટન અડધું દબાવેલું જ રાખી જરૂર હોય તો કેમેરો મુવ કરી ફ્રેમને ફરી ગોઠવો (રી કમ્પોઝ કરો). સંતોષકારક દૃશ્ય ફ્રેમમાં ગોઠવાઈ જાય ત્યારે શટરબટન ફુલ પ્રેસ કરી દો (એટલે કે ફોટો પાડી લો). અહીં આપ જોશો કે બેકગ્રાઉન્ડના વધુ ઉજાશ આડે રહેલું તમારૂં ફોરગ્રાઉન્ડ માત્ર કાળા આકારરૂપે દેખાય છે. (હા, ફ્લેશ બંધ રાખવાનું ભૂલશો નહીં !) જરૂર જણાય તો ફોટોશોપ જેવા સોફ્ટવેરનો ઊપયોગ કરી ચિત્રને જરૂરી સુધારાઓ આપી શકાય.

આપણે શિલ્હુટ્સ ચિત્ર કેમ લેવું તે તો જાણી લીધું (આશા રાખું આપ સમજી શક્યા હશો !) હવે ટુંકમાં તેના વિશે થોડા વધારાનાં મુદ્દાઓ જોઈએ.
*અગાઉ જોયું તેમ વિષયવસ્તુ ધ્યાનાકર્ષક આકાર ધરાવતી હોય તે જરૂરી છે. કારણ આમાં આપણે માત્ર કાળી આકૃતિ દ્વારા વિષયવસ્તુ શું છે તે દર્શકના મગજમાં બેસાડવાનું છે આથી શક્ય ત્યાં સુધી ઓળખાય તેવો આકાર અને એકબીજામાં ભળેલા ન હોય તેવા સ્પષ્ટ આકારને જ લેવા.
* ફ્લેશ બંધ રાખવાનું તો ભુલશો જ નહીં, શક્ય ત્યાં સુધી મુળ વિષય પર આગળથી (કેમેરા તરફથી) કોઈ વધારાનો ઉજાસ ન આવતો હોય તે જોવું.
* ફોરગ્રાઉન્ડ તો કાળા આકાર માત્ર તરીકે દેખાશે પરંતુ બેકગ્રાઉન્ડ રંગીન અને દર્શનીય રહેશે આથી બેકગ્રાઉન્ડ પર પણ ખાસ ધ્યાન આપવું.
* લેન્સ ફ્લેર (બાહ્ય પ્રકાશસ્રોત સીધો લેન્સ પર પડવાને કારણે ફોટોમાં દેખાતું પ્રકાશકિરણ) ટાળો, આ માટે જરૂર પડે તો લેન્સ આસપાસ સારી જાતનું હૂડ (કવર) રાખો.
* શટરસ્પીડ ફાસ્ટ રાખવી, જેથી કરીને ચિત્ર ધૂંધળું ના બને.
* ફોરગ્રાઉન્ડમાં એક કરતાં વધુ વિષયવસ્તુ સામેલ કરવાના હોય તો, જે માત્ર બ્લેક આઉટલાઈન તરીકે દેખાવાની છે, બન્ને વસ્તુ એકબીજામાં ભળી જતી ન હોય તે ખ્યાલ રાખવો. જેમ કે, એક જ ફોટામાં કોઈ વ્યક્તિ અને કોઈ મકાનને શિલ્હુટેડ કરવાનું હોય તો વ્યક્તિ મકાનની આગળ ઊભેલો ના હોવો જોઈએ. બંન્ને સબજેક્ટ સાઈડ બાય સાઈડ હશે તો જ બંન્નેની સ્પષ્ટ આઉટલાઈન બનશે.

વધુ તો આપ સ્વયં અખતરા કરશો એટલે સમજાતું જશે. મારો ઉદ્દેશ માત્ર ચીલાચાલુ ઢબના ફોટાઓ પાડવાથી કંટાળો ત્યારે એક નવા પ્રકાર પર પણ હાથ અજમાવી કશુંક કલાત્મક ક્રિએશન, અને એ બહાને ફોટોગ્રાફીનો ઉત્સાહ જળવાઈ રહે એ જ છે. આભાર અને હા સૌ મિત્રોને ઈદ મૂબારક.

બેબી ફોટોજેનિક ૨૦૧૧

with 11 comments


મિત્રો,
વાપી ખાતે તા:૪ માર્ચના રોજ “બેબી ફોટોજેનિક ૨૦૧૧” સ્પર્ધાનું આયોજન થયેલું. સ્પર્ધાનું આયોજન ’મહેશ્વરી મહિલા મંડળ’ દ્વારા કરાયું હતું. આપના નાચિઝ મિત્રને આ સ્પર્ધાના જજ તરીકે બહુમાન અપાયું,અન્ય બે જજ બહેનો હતા. તો આજે વધુ કશું ન લખતા, એ સમારોહની કેટલીક યાદગાર ક્ષણો આપની સાથે વહેંચુ છું. જો કે જોતાં જ ગમી જાય તેવા નાના નાના ભૂલકાંઓમાંથી વળી અમુકને શ્રેષ્ઠ જાહેર કરવા એ બહુ કઠીન કામ રહ્યું, પરંતુ અમારે તો તેઓના ફોટોગ્રાફ્સને જ તકનિકી ધોરણે જજ કરવાના હતા,સ્વયં ભૂલકાઓને નહીં, નહીં તો આ કામ અતિકઠીન જ બની જાત. આ સમારોહના સુંદર ફોટોગ્રાફ્સ, તથા ભૂલકાઓના ફોટોગ્રાફ્સની સેવા “ગ્લેમર લૂક ફેસન સ્ટુડીઓ’વાળા શ્રી સંદિપભાઇએ પૂરી પાડી હતી.તો માણો સમારોહની કેટલીક મધૂર પળો,કેમેરાની નજરે. આભાર.

Written by Shakil Munshi

22/03/2011 at 12:10 પી એમ(pm)

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)