શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

About – મારા વિષે થોડું

with 41 comments

નામ :[એના થી શું ફેર પડે]  શકીલઅહેમદ અબ્દુલકાદિર મુન્શી

અભ્યાસ : [વાંચતા આવડે છે ખૂબ શોખ પણ છે, લખવાની તકલીફ છે જોડણી માં ખૂબ જ ભૂલો પડે છે, વ્યાકરણ માં ગતાગમ નથી પણ કોશિશ કરું છું] બી.એ.,એમ.એ.

જન્મ તારીખ : [કોઈને કહેતા નહીં હો] ૨૦-૦૫-૧૯૬૬

જન્મભૂમિ : [જોડણી પર થી જ સમજી જાવ ને] જૂનાગઢ

હાલ , તપોભૂમી : [છે..ટ. ને..] વાપી, જિ.વલસાડ [ગુજરાત] ઇન્ડિયા

ધંધો : [એ ખૂબ જ જરૂરી છે] એ નાનક્ડી હાટડી છે, ફોટો/વિડીયો ગુડ્ઝ  ની સાથે વિડીયો એડીટીંગ, એક શોખ કે જે આગળ જતા આજીવિકા બની ગયુ, નાનપણથી ફોટોગ્રાફી નો ગાંડપણ હ્તુ, કૅમેરા ના યુફાઇંડર [લેન્સ] માં મને અલગ જ દુનિયા દેખાતી, કંટાળો આવેછે ને? ચાલો પછી ક્યારેક.

A 06

05

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Address :-
 
 WIDE VIDEO VISION & PHOTO MATERIALS, DIGITAL MODELING STUDIO

    Shop No. 24, Raj Mandir Society, Near Mahalaxmi Hardware,
    Koparli Road, Gunjan G.I.D.C. , 
    VAPI. 396 195,  [Gujarat], INDIA.
    Mobile :-  098244 20028 / 092284 49126

 •     widevideovision@gmail.com    –   shakilahemadmunshi@gmail.com
Advertisements

Written by Shakil Munshi

12/04/2010 at 3:07 પી એમ(pm)

41 Responses

Subscribe to comments with RSS.

 1. અરે વાહ ! બ્લોગ જગતમાં સ્વાગત છે.

 2. આભાર અશોક્ભાઇ

 3. શકિલભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  શકિલભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 4. મુન્શીજી, આગે બઢો…હમ તુમ્હારે શાથ હૈ !!
  ફોટોગ્રાફીને લગતા (કે જેમાં આપની ‘થોડી’ હથોટી છે, વધુ મદદ જોઇએ તો હું આપીશ !! આપની સેવામાં હંમેશ તત્પર !) થોડા લેખ અપેક્ષિત છે. યાર તું પાછો આ ઘાયલને રવાડે ના ચઢ !! છાતી ઠોકી ઠોકીને પાંસળાં ભાંગી જશે !! (યાદ છે ટાઉનહોલ ?) કશુંક લોકોને (અને મને પણ !) કામમાં આવે તેવું લખ તો જામશે. ગુજરાતીમાં ફોટોગ્રાફીને લગતી તકનિકી માહિતીઓ ખાસ મળતી નથી, થોડું એ વિશે પણ વિચારજે. તારે તો ધંધામાં પણ ફાયદો થશે ; – )
  મફત સલાહ આપવા બદલ ક્ષમાપ્રાર્થના. આભાર.

 5. ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત…!

  આ પાના પર આપનો પરિચય આપશો.

  અન્ય વેબસાઈટ/બ્લોગ પરથી લીધેલા લખાણનું લિન્ક આપીને સૌજન્ય દાખવવાનો શિષ્ટાચાર ભૂલતા નહીં.

 6. શકીલભાઈ ,આપના વીશે જાણીને આનંદ થયો ,મળતા રહેશું.

 7. ‘શકીલ’ભાઈ, ફોટોગ્રાફી ‘સ્કીલ’ પરનો તમારો સ્પેશિયલ બ્લોગ આજે પહેલી વાર જોયો. વાપીમાં રહીને આ વિષયને પીવામાં સારો આનંદ ઉઠાવતા લાગો છો બોસ!

 8. તમારો બ્લોગ અને ફોટા જોયા. મને ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. એટલે તમારો બ્લોગ જોવાની બહુ જ મઝા આવશે.
  પ્રવીણ શાહ

 9. આપના વીશે જાણીને આનંદ થયો . જરૂરથી મળતા રહીશું .

 10. તમારો બ્લોગ અને ફોટા જોયા. મને ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. તમારો બ્લોગ જોવાની બહુ જ મઝા આવશે.
  b m parmar

  • આભાર, આપને ફોટોગ્રાફી નો શોખ છે જાણી આનંદ થયો, ચાલો મને પણ આપના પાસેથી ઘણૂ જાણવા મળશે, મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય પ્રતિભાવ,જાણકારી આપતા રહેશો

 11. દીકરા,
  આજે બીજી વાર તારા બલોગડે પધાર્યો! ખાસ જાણવા કે આ શકીલ મુન્શી છે કોણ?! અને પાક્કી માહિતી મળી ગઈ. કુતૂહલનું કારણ ? નામ શ્યામલ મુન્શીને મળતું આવે છે – આ અમદાવાદીના માનીતા અમદાવાદી કલાકાર.
  ——–
  ૨૦-૦૫-૧૯૬૬
  બહુ ગમતીલી ડેટ .. મારી પહેલી નોકરીની શરૂઆતની.
  એની બે સરસ યાદો મારા બલોગ પર મેલી છે. વાંચવી હોય તો કે’જે દિકરા. મજો કરાવી દઈશ – ૧૯૬૬ ની એ કદી ન ભૂલાય તેવી યાદોથી .

  • “આપ આયે બહાર આઇ”, આભાર દાદા મુલાકાત લેતા રહેશો, નાનક્ડો માણસ છુ કોઈ મોટો કલાકાર નથી વાંચન ના શોખ ને કારણે અહિ છુ,લખતા બહુ આવડતુ નથી, ૨૦-૫-૧૯૬૬ ની યાદો જરૂર વાંચવી છે લીંક મોકલવા વિનંતી

 12. બ્લોગ જગતમાં હાર્દિક સત્કાર સાથે ફોટાઓ અને ફોટોગ્રાફી વિષે વધુ જાણવા મળશે તેનો આનંદ પણ છે. આપ જૂનાગઢ્ના છો તે જણી વિશેષ આનંદ. મેં મારા નોકરીના 5-7 વર્ષો જૂનાગઢમાં ગાળ્યા છે તે સહેજ !

  • શ્રી.અરવિંદભાઇ આપનો હાર્દિક સ્વાગત છે ખુબ ખુબ આભાર આપ અમારે આંગણે પધાર્યા દાદા આશા છે આપના આર્શીવાદ મળતા રહેશે

 13. ગઈ કાલે જ એક નવલકથા ‘હુ હુ’ પુરી કરી. જુનાગઢને જ કેન્દ્રમાં રાખીને લખાયેલી શ્રી નરોત્તમ પલાણની આ કથા આઝાદીની ચળવળ વખતની છે. પણ બહુ મજાની વાત છે તે એમાં પ્રગટ થયેલી હિન્દુ–મુસલમાનની એકતા !!

  આઝાદીના વરસે જ આ એકતા તુટી. આ બે કોમ વચ્ચે આટલા ઘનીષ્ટ વ્યવહારો હોઈ શકે તે આ કથાથી જ જાણ્યું…

  એમાંનાં બે મહત્ત્વનાં પાત્રો મારાં માસીયાઈ ભાઈભાભી થાય તેની ખબર હતી એટલે ખાસ મેળવીને ગઈકાલે જ વાંચી…!

  શાપુરમાં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી ભણ્યો હતો એ પણ એક આકર્ષણ રહ્યું છે જુનાગઢ માટેનું. હવે તમે પણ એક કારણ બન્યા !!

  • શ્રી.જુગલકીશોરભાઇ હાર્દિક સ્વાગત સાથે સાથે ખુબ ખુબ આભાર આપની અનુભવ વાણી[પ્રતિભાવ] નો લાભ આપતા રહેશો, ‘હુ હુ’ વાંચવાની ખુબ ઇચ્છા છે સમય મળ્યે જરૂર વાંચીશ વાંચન નો શોખ અહિં સુધી લઈ આવ્યું છે આપ સમ વડીલો નુ માર્ગદર્શન મળતું રહેશે.

 14. તમારી આ કાવ્યાત્મક શૈલી ખુબ પસંદ પડી, તમે જે રીતે પોતાને પરિચિત કર્યા છે એ એક રીતે જોતા કોઈ કવિની આત્મકથા ન વાચતા હોઈએ એવું લાગે છે,
  બાય ધ વે, હું અલ્લાહતાલા ને દુઆ કરીશ કે તમો દિન દુગની ને રાત ચોગની તર્ર્ક્કી કરો અને અલ્લાહ તમામ ને રોજીમાં બરકત આપે, આમીન.
  “મંઝીલે ઉન્હીકો મિલતી હે જિનકે હોસ્લો મેં જાન હોતી હે,
  પંખો સે કુછ નહિ હોતા, હોસ્લો સે ઉડાન હોતી હે”

  imu

  13/12/2011 at 6:52 પી એમ(pm)

 15. प्रिय शकील भाई
  અરે તમેતો આપણા પોતાના નીકળ્યા .
  (દાદા તમે મને ભાઈ ભાઈ કેવા માંડી ગયા ? હું તો તમારા દીકરાના દીકરા જોનાથનથી થોડોકાજ મોટો છું. )
  ખુબ ખુબ આગળ વધો .એવી હું પરમેશ્વરને પ્રાર્થના करू છું .તમારી મનોબળ શક્તિ તમને ખુબ આગળ વધારશે .
  गेबसे” जोहर “मदद होतीहै हिम्मत चाहिए
  मुस्तईद रहिए मुकद्दर आजमानेके लिए

  • ઓ હો હો ! ! ! પધારો આતા બ્લોગ જગત નાં સોથી નાના બાળક નું ભાવભીનું સ્વાગત છે ! ફિનીક્સ, એરિઝોનાનો હાવજ ની ત્રાડું અહીં સુધી સંભળાય છે,
   આતા ખુબ ખુબ આભાર આપના આર્શીવાદ આમજ મળતા રહેશે,

 16. પરિચય આપવાની ઈસ્ટાઈલ ગમી ગઈ. ફોટોગ્રાફીના માણસ છો ; એટલે એની કાંઈક મૂંઝવ્ણ હશે ; તો પુછવાનું એક ઠેકાણું મળી ગયું! કોઈ પણ જાતનો હોબી હોય ; એ હોબીવિશ્વનો સભ્ય અને મારો દોસ્તાર… નેટ ઉપર સમય બહુ ઓછો કરી દીધો છે; એટલે વારંવાર ન અવાય તો દોસ્તી ના તોડતા.
  ઉમ્મરમાં મારાથી નાના છો ! મને ૧૧ થયા; રહસ્ય ઈમેલથી જણાવીશ !

 17. ખૂબ ખૂબ આભાર મુ.શ્રી.સુરેશદાદા [બ્લોગ જગતના પણ દાદા!] આપના ત્રીજા જન્મનું રહસ્ય જાણ્યું અને કવિતા પણ માણી ખૂબ ગમી, હવે અહીં ઉપર આપના આ પહેલાનાં પ્રતિભાવમાં ૨૦-૦૫-૧૯૬૬ ની યાદો ની લિંક મોકલાવશો ફરીથી ખૂબ આભાર.

 18. સુંદર બ્લોગ.. અભિનંદન.

 19. આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.

  હાસ્ય દરબારમાં ત્રણ વાંદરા વાળી પોસ્ટ તમારા બ્લોગ સુધી લઇ આવી અને તમારો પરિચય થયો.

  તમારા અને તમારા બ્લોગ માટે અનેક શુભેચ્છાઓ.

 20. શકીલભાઈ, પરીચય ગમ્યો અને બ્લોગ પણ… પણ નામથી ફર્ક તો પડે જ ને? સર્ચ કરવાનું આસાન રહે. 🙂
  ખાસ કરીને ફોટોગ્રાફી વિષેના લેખમાં ઘણું જાણવા મળ્યુ. મને ફોટોગ્રાફી આવડે ઓછી પણ ગમે બહુ, એટલે મેં નોટ કરી રાખ્યુ છે.

  • આપને બ્લોગ ગમ્યો ! આભાર,
   – “પણ નામથી ફર્ક તો પડે જ ને? સર્ચ કરવાનું આસાન રહે.” અરે વાહ સ_રસ ખોડી કાઢ્યું ! 🙂
   આપને ફોટોગ્રાફી ગમે છે જાણી આનંદ થયો, એ વિષય પર બિજા લેખો પણ વાંચવા હાર્દિક આમંત્રણ.

   • “નામને શું રડે ?”વાળી વાત સાહીત્યમાં બહુ ચર્ચાતી રહી છે, શિક્સ્પિયરના વખતથી. પણ નામ તો શું ફોટામાંય ફેર પડે છે…જુઓને તમારો સૌ પ્રથમનું ફોટું…કેવું જામે છે !!

    સર્ચ કરવાનું આસાન રહેવાળી મૌલિકાજીની વાત મૌલિક છે..નામ જરૂરી જ નહીં લગભગ અનિવાર્ય ગણાય.

    • મુ.શ્રી. જુ દાદા સાચી વાત છે “નામ” અનિવાર્ય થઈ પડ્યું છે. આભાર.
     એ પ્રથમ ફોટું “લગ્ન” પહેલાનો છે ! માટે જામે છે ! 🙂

   • 🙂
    ચોક્કસ.. હવે તો વાંચતી રહીશ.

 21. જય હોઓઓઓ !

 22. પ્રિય શકીલ
  આજે ફરથી તારા વિષે જાણ્યું વાંચ્યું દુકાન પણ ધ્યાનથી જોઈ .હવે આપને ઘણો પરિચય થયો , હવે તુને ભાઈ કહીને તારા માથે ભાર મુકવાનું મન નથી થાતું હવે મારો એક જોનાથન (મારો પોત્ર )વાપીમાં રહે છે અને એક જોનાથન અમેરિકામાં કોલોરોડો સ્તેય્તમાં રહે છે તારા શોખને તે તારી કુનેહથી વેપારમાં ફેરવી નાખ્યો તારી આવડત મને ખુબ ગમી ખુબજ આગળ વધતો રહીશ એવી મને શ્રધ્ધા છે,

 23. એક નવીનતા સાથેનો પરિચય ! ને પરિચય આપે પરિચિતતા! હું તો બ્લોગ જગતમાં ઘણો નવો છું. રોજ એકાદ બ્લોગની મુલાકાત લઉં છું ને નવું નવું જાણવા મળે છે.આભાર બ્લોગ નો વિચાર આવવા વાળાને !!!

  riteshmokasana

  29/07/2013 at 9:57 પી એમ(pm)

  • શ્રી.રીતેશભાઈ હાર્દિક સ્વાગત છે,આપની બ્લોગ યાત્રા ની રીત બહુ ગમી ! આપે મારા બ્લોગને પાવન કર્યુ ખુબ આભાર, મળતા રહીશુ…”.બ્લોગનો વિચાર આવવા વાળા નો આભાર “મારા તરફ થી પણ !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: