શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

મુલાકાત – શ્રી. મુર્તઝા પટેલ

with 19 comments


પ્રિય મિત્રો નમસ્કાર,
તા.૨૫-૧૧-૨૦૧૨ રવિવાર, મારા જીવનમાં આ દિવસ “યાદગાર” દિવસ તરીકે અંકિત થયો છે. તા.૨૩/૧૧ ના વાપીની બગલમાં સેલવાસ નિવાસ કરતા બ્લોગ મિત્ર શ્રી.વિમેશ પંડ્યા સાથે વાત થઈ, જાણવા મળ્યું કે માર્કેટિંગના મહારથી, બ્લોગનાં બાદશાહ અને જેને મળવા માટે દિલ દિમાગ થનગનાટ કરતા હતા તેઓ શ્રી. મુર્તઝા પટેલ  [સીર્ફ નામ હી કાફી હૈ] સુરત માં પધાર્યા છે ! ખુશી બેવડાવતાં એક આમંત્રણ પણ પાઠવ્યું કે, રવિવારને સાંજે ૪.૦૦ કલાકને મહારાણા પ્રતાપ ગાર્ડન, વરાછા, સુરત ખાતે ફેસબુક ફ્રેન્ડસ માટે ઈવેન્ટનું આયોજન કરેલ છે. સેલ નંબર પણ મળ્યા. પછી હૈયું હાથમાં રહે ! તેઓ અતિ વ્યસ્ત હશે એ ડરે કોલ કરવાને બદલે મૅસેજ ઠપકાર્યો ! અને થોડી વારમાં મોબાઇલ રણક્યો, એ સુમધુર વિવેક મિશ્રીત અવાજ સંભળાયો ! વાતો થઈ. રૂબરૂ મળવાની અમારી બન્ને ની ઇચ્છાપુર્તી રવિવારે થશે એ ફાઇનલ થયુ. 

એ ઘડી આવી ! રવિવારે સાંજે  ૪-૦૦ કલાકે બંદાને મહારાણા પ્રતાપ ગાર્ડન માં માર્કેટિંગના મહારાણા શ્રી. મુર્તઝાભાઇ ના દર્શન થયા. દૂર થી જ એક બીજા ને ઓળખી ગયા. મારા ડગલાની ઝડપ બેવડાઇ અને ભાઇ પણ રીતસર દોડ્યા. અને અને .. અમે બન્ને ભેટ્યા !!! હા એ કામકાજ માંજ નહી હાઈટમાં ખાસ્સા અમિતાભ બચ્ચન જેવડાં છે. એ પ્રથમ મુલાકાત, યાદગાર દિવસ તા.૨૫-૧૧-૨૦૧૨ રવિવાર. શ્રી.વિમેશ પંડ્યા દ્વારા આયોજિત ઈવેન્ટ માં હાજર ’હુરતી’ મિત્રો સાથે પણ મુલાકાત થઈ, વિચાર ગોષ્ઠી ચાલી, જેને મળવા સાંભળવા બધા હાજર થયા હતા એ વિસરાયુ, દિલના ’સોજ્જા’ માણસ સાથે બધા વાતોએ વળગ્યા.

મુર્તઝાભાઇ એ ખૂબ લાગણી અને ઉમળકા થી બધાના ને સાંભળ્યા, તેમણે જે વાતો કહી એ સીધી દિલમાં ઉતરી ગઈ, એમના સુમધુર અવાજમાં તેમનો ગમતો ગીત “તુમ જો બે સહારા હોતો કીસીકા સહારા બનો……” ની બે પંક્તિઓ પણ સંભળાવી.બ્લોગ મિત્રો ને યાદ કર્યા, ભાઇ શ્રી અશોક”જી” એ પણ કાનામાતર વગર દૂરવાણી નો લાભ લીધો.

સમય તો જાણે દોડતો નહી સાથે કૂદતો હોય એમ પસાર થતો ચાલ્યો ! સુરતી મિત્રો માં મુ.શ્રી.દીપક જરીવાલા, શ્રી.દીપક ભાલારા, શ્રી.અશોક વાવડિયા, શ્રી.મૌલિકાબેન દેરાસરી, શ્રી.હિમાંશુ સાનંદીયા, શ્રી. હાર્દિક વસોયા (ઈ.), શ્રી. હાર્દિક વ્યાસ, શ્રી.પ્રશાંત સોમણ, વગેરે… વગેરે…. બધા મિત્રોના નામ યાદ રહ્યા નથી માટે મને માફ કરે ! બધા “કલાકાર” મિત્રો સાથે વિતાવેલી એ પળો જીવનભર યાદ રહેશે. અરે એ કેળાની વૅફર અને ઠંડા પાણી ને  કેમ વિસરાય !, કૅમેરા સાથે ન હોય ! [જેનું દુ:ખ તાઉમ્ર રહેશે] મિત્રોએ  શેર કરેલા ફોટોગ્રાફ એમની પરવાનગી થી અહીં શેર કરુ છું.

શ્રી. મુર્તઝા પટેલ

શ્રી. મુર્તઝા પટેલ

00

Advertisements

Written by Shakil Munshi

30/11/2012 at 12:23 પી એમ(pm)

19 Responses

Subscribe to comments with RSS.

  1. વાહ!!! ક્યાં બાત હૈ!!!!

  2. ભઈલા…
    તને લશ્કરમાં દાખલ કર્યો હોત તો શું થાત ? બંદૂક ઘરે છોડીને લડવા જાત !! 🙂 ગામ આખાને કેમેરાઓ પકડાવે છે તે તને જ્યાં જા ત્યાં એક સાથે રાખતા શું ભાર થાય છે ? આ તો અન્ય મિત્રોનો આભાર કે ફોટા પાડવાની વ્યવસ્થા કરી રાખી. અન્યથા અમે તો મુર્તઝાભાઈને ’મળ્યા’ વિના જ રહેત ને !

    ખેર, “મહારાણા પ્રતાપ ગાર્ડન માં માર્કેટિંગના મહારાણા શ્રી. મુર્તઝાભાઇ” — સરસ લખ્યું. અને હા, તારું ટેલિફૂન બીલ મને મોકલી આપજે ! કંજૂસ !! જો કે શ્રી.મુર્તઝાભાઈ જોડે મને દૂરવાણી (દુર્વાણી નહિ !!) દ્વારા વાત કરાવી આપી એ બદલ તારો ઢગલો એક આભાર. તેઓશ્રીની હાઈટ જ નહીં, અવાજ અને અંદાઝ પણ અમીતાભી (સોજ્જો, આત્મિયતાસભર અને સૌહાર્દપૂર્ણ) છે. ધન્યવાદ.

    • ભાઇ અશોક”જી” આ બંદૂક ના પાઠ બરાબર યાદ રહેશે. આભાર બીલ માટે દિલ રાજી નહી થાય ! બ્લેંક ચેક [સહી સથેનો] સ્વિકાર્ય છે…..!!!,
      તે બરાબર પકડ્યું ” તેઓશ્રીની હાઈટ જ નહીં, અવાજ અને અંદાજ પણ અમીતાભી (સોજ્જો, આત્મિયતાસભર અને સૌહાર્દપૂર્ણ) છે. ધન્યવાદ.

  3. અહહા હા મહારથી ના દર્શન થયા અને એ પણ સુરત માં વાહ, શ્રી શકીલ ભાઈ તમારો તહે દિલ થી આભાર માનું છું કે તમે તમારી મુલાકાત ના અંશો અહી રજૂ કર્યા તો અમે પણ ઘણા દૂર બેઠા છે પણ ત્યાં જ હોવાનો તમે અમને અનુભવ કરાવ્યો,
    શ્રી. મુર્તઝા પટેલ ને હું સાચે દિલ થી આચાર્ય જ માનું છું. હ્રદય પૂર્વક આભાર !!

  4. “તુમ મુજે યું ભુલા ના પાઓગે”…

    ભાઈ જી …. આવા અનેક અહેસાન માટે તૈયાર રહેવા પડશે…. થતા જ રહેશે અને ત્યાર પછી જો આમ આભાર ને શ્રી ને એવા અવળચંડાઈવાળા શબ્દો જો મારા ખુબસુરત નામની આગળ પાછળ ક્યાંય ડોકાશે તો….. લોચા…!!!

    દોસ્ત આપડે તો ફકીર માણસ….

    મન થાય એવું કરવાવાળા

    ને

    મન થાય એવું કરવાવાળા….

    બાકી મજા તો આઈ હોં કે…

    હું ત્યાર પછીય લગભગ નવ વાગ્યા સુધી એમની સાથે હતો…

    ધેટ વોઝ અ ગ્રેટ ટાઇમ…. એન્ડ વી વીલ મેક ધીસ કંટીન્યુ….

    • શ્રી.વિમેશભાઇ આપને કોણ ભુલી શકે ! આપના દ્રારા આયોજીત પ્રોગ્રામ હતો માટે આપનો “આભાર” તો બને જ છે.
      – ” ધેટ વોઝ અ ગ્રેટ ટાઇમ…. એન્ડ વી વીલ મેક ધીસ કંટીન્યુ..” બહુ ગમ્યું આભાર.

  5. ચલો “રોચક”ને પણ કોઈ “આદત”તો છે,
    તારા જેવોજ લાગણીનો વહેતો પ્રવાહ તો છે.

    -અશોક વાવડીયા,《રોચક》♥

    • શ્રી. અશોકભાઇ આપનું હાર્દિક સ્વાગત છે, આપ આ લાગણીના પ્રવાહને આમજ વહેતો રાખજો આભાર,
      મારા મનપસંદ શાયર શ્રી અમૃત ‘ઘાયલ’ નો એક શેર યાદ આવે છે
      “અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
      મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
      આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
      શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું”

  6. મને તો વિમેશભાઈ એ જતા જતા કહ્યુ કે, તમારા ફોટોગ્રાફ્સ જેમણે લીધા છે એ શકીલ મુન્શી છે યાદ રાખજો. થેંક્સ વિમેશભાઈ… નહિંતર આજ સુધી હું બે-ખબર હોત. ત્યારે તો તમારા નામથી જ ઓળખાણ થઈ. પરિચય તો પછી થયો એનો અફસોસ છે પણ થયો ખરો એની ખુશી વધારે છે.

    Maulika Derasari

    03/12/2012 at 3:57 પી એમ(pm)

    • હવે આ મને ઉદ્દેશીને કે શકીલભાઈને ઉદ્દેશીને?

      • લખ્યુ હતુ શકીલભાઈને ઉદ્દેશીને.. પણ વિમેશભાઈ તમને ય એટલુ જ લાગુ પડે છે. 🙂
        વિશેષ તો તમે મુલાકાત ગોઠવી ના હોત તો ગુરૂજી આવી ને જતા રહેત અને અમને ખબર પણ ના પડત.

        Maulika Derasari

        03/12/2012 at 4:29 પી એમ(pm)

    • થેંક્સ વિમેશભાઈ ને મારા તરફ થી પણ ! આપે પણ નામ બરાબર યાદ રાખ્યો આભાર,
      આ ઇવેન્ટમાં એક વાત લખવાની રહી ગઈ ! જે અહીં લખુ છું – શ્રી. મૌલિબહેન નો મિઠો મધુર “કોયલ” સમ અવાજ “પ્રત્યક્ષ” સાંભળવાનો લહાવો અમને મળ્યો હતો!

  7. ‘કન્હૈય્યા’ જેવા સોજ્જા મુન્શીજી !

    દિલદારીથી કોઈકને મોહબ્બત કરતા શીખવું હોય તો દોસ્તી તમારી કરવી જ જોઈએ એવું મારું એલાન છે.

    અબ ઐસા સબ લિખકર મુજે….રૂલાઓગે ક્યા?!?!?! જાઓ આપકે શબ્દોકે સામને કુચ નહિ લિખના ચાહતા. સિર્ફ ઉસે મુહબ્બતમેં ડુબોયે રખના ચાહતા હું!.

    વાપીમાં આખરે ‘ચાહ’ ‘પીવા’ઈ ગઈ ખરી!

    • ભાઇ આ ’સુદામા’ ને કેમ ‘કન્હૈય્યા’ બનાવો છો !
      વાપીમાં આખરે ‘ચાહ’ ‘પીવા’ઈ ગઈ ખરી! હા …. હા…હા… ’ જમવાનું બાકી છે’, એ યાદ રાખજો.
      આમજ હસાવતા રહો આભાર

  8. પ્રિય શકિલતારો બહુજ આભાર મુર્તુજા (મનપસંદ )ના કોકે પડેલા ફોટા દ્વારા દર્શન કરાવ્યાં ફોટોગ્રાફીનો ધંધો અને કેમેરા વગર આવા મન પસંદ હાર્દિક સ્નેહી મિત્રને મળવા જવું એ અજાયબી નથી ?
    મને હાર્ટ એટેક આવ્યો .ત્યારે મુર્તુજાની પડછંદ કાયામાંથી બુલંદ અવાજ નીકળ્યો .અને હાર્ટ એટેક ધ્રુજવા માંડ્યો .અને જમ દેવતાએ પણ પાડો ધ્રોડાવીને ભાગવું પડ્યું .અને મારે હોસ્પીટલની પથારી માંથી બેઠા થઈ ઘર ભેગા થાવું પડ્યું .મુર્તુજાએ શું કીધું ખબર છે ? “તું હિમ્મત હૈ, આતા હૈ , તું આતા હૈ કી નહિ .તેરે સિવા યહાં હમકો ફાતા નહિ .” અને બાપુ મારે ભાગવું પડ્યું .અને બ્લોગ પકડી લીધો . મુર્તજાના આ પ્રેમાળ શબ્દો મારા હૃદય માં કોતરાય ગયા . ફરીથી શકીલ તારો હું ઘણો આભાર માનું છું। મુર્તજા ભાઈનો સ્વદેશાગમનનો શુભ સંદેશો આપવા બદલ આતા

    • “આતા તું આતા હૈ કી નહિ?…..

      આહ! આતા બાપા…આ તમારી એવી અણમોલ મોહબ્બત! મને તો હજુ પ્રત્યક્ષ જોયો પણ નથી અને મારા પર દોઆની આવી મસ્ત મજાની વૃષ્ટિ???!!!!!

      હવેતો સીધો બીજો ઓર્ડર…: “આતા અબ તુ મુજે મિલને કો અબ આતા? – યહ સફેદ દાઢીકે બાલ..ઇસ સફેદ ઝબ્બેવાલે વ્હોરે કે સાથ મિલા જા!”

      “મોહબ્બતમેં યેહ ક્યા ગુફ્તગુ હોને લગી હૈ?
      આપસે તુમ…ઔર તુમ સે ‘તું’ હોને લગી હૈ!”

      ખુબ સારા સ્વાસ્થ્ય સાથે વધુ જીવો અને બીજાને પણ પ્રેરણા આપો દાદા…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

MATRUBHASHA

"ઉત્તમ અંગ્રેજી; માધ્યમ ગુજરાતી." -- પ્રા. નિ. ભગત

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

મનરંગી

આખરે આપણું મન જ આપણાં કૈંક હોવાનો પ્રમાણભૂત પુરાવો છે ને..

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: