શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

એક મિનિટ – હસના મના હૈ !

with 16 comments


“બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી.” – અમૃત ઘાયલ

ખુલાસો : હું કોઈ પણ પ્રકારના રસનો લેખક નથી માટે હાસ્ય કે રહસ્ય કોઈ રસની અપેક્ષા ન રાખવી!

મિત્રો ટાઇટલ વાંચીને ટાઈટેનિક લેખની કલ્પના તો નહીં જ કરી હોય ! એક મિનિટમાં કોઈના વિષે બોલવાની હરીફાઇ થાય તો ચોક્કસ પુરુષ સ્ત્રી વિષે બોલે ! જગતનો હોટ ટૉપિક [કલ્પના કરીને બળાપા કાઢવાના હોય ! એની સામે તો બોલવાની જુર્રત કેમ થાય !]

હવે તમે સમજી જ ગયા હશો કે મારે અહિં એક મિનિટમાં આપને વાત કહેવાની છે તો એ પત્ની વિષે હશે !કેમ કે એથી વધુ એની વિષે બોલવાની કે લખવાની હિમ્મત એટલિસ્ટ મારામાં તો નથી જ ! [હવે ક્યાં પહેલાના જમાના જેવા પતિ થાય છે !]

પતિ ! બનવા કે પતી જવાની બધાને બહુ ઉતાવળ હોય છે ! અને પતિ થવા પાછાં સજીધજી ને ઘોડા કે કાર અને ક્યારેક અંબાડી પર સવાર થઈ ને જાય છે ! ગઈ લગ્ન સરામાં બે કાઠિયાવાડી બંદા હેલીકોપ્ટર માં બેસી પરણવા ગયા બોલો ! છે ને ભડના છોડિયા બાકી ! ઊડી ને પતી જવા ગયા ! [આબંદા પણ લાલ ખુલ્લી કારમાં, શેરવાની સાફો પહેરી, પતી જવા ગયો હતો ! સાથે કેટલાય અશોક’જી’ હતા. મંદ મંદ મુસ્કાતા હતા ! પતિ બન્યા પછી કોઈની મજાલ છે કે હસી શકે !]

હા પહેલાનો જમાનો ઓર હતો ! અમારા બ્લૉગ વડીલો મુ.આતા, સુરેશદાદા,જુ.દાદા, વિનોદદાદા, ગોવિંદકાકા (૧+૧),ભુપેન્દ્રસિંહકાકા, વોરા સાહેબ, દીપકકાકા, યશવંતકાકા, કિશોરકાકા વગેરે વગેરે વડીલો એમના જમાનાની વાતો કરી, લખી, અમને જરૂર દિલાસો આપે. મુરબ્બીશ્રીઓ અહીં નિર્દોષ આનંદ ખાતર, ઘરનો ડાયરો સમજી આ પેટ છુટ્ટી વાતો કરુ છું, મારા જેવા પતિ ની સ્થિતિ જોઈ કોઈ વડીલોની આંખમાં જો ઝળઝળ્યા [જે કચરો આંખમાં પડે તો પણ આવી શકે] આવી ગયા હોય તો આ પતી ગયેલા પતિની સિધ્ધી લેખાશે. અને જો ખીલખીલાટ હાસ્ય ઊપજ્યું હોય તો હાસ્ય પછી પણ આંખ તો ભીની થાય જ છે ને ! [પતિ ની સ્થિતિ અને પરિસ્થિત પતિ થયા પછી જ ખબર પડે ! લાકડાનાં લાડુ “ખાય એ પણ ………. !]


હવે જગતમાં જો કોઈ ચીજની અછત હશે તો એ મર્દ પતિ કે ખુશહાલ પતિ ની, એક સમાચાર મુજબ છેલ્લા ક્વાર્ટરમાં [જો ટૅક્સ ભરતા લોકો આ વાંચી દોડતા નહી ! ] એટલે કે છેલ્લા પચ્ચીસ વર્ષમાં કોઈ ખુશહાલ પતિ પાક્યો નથી. [હા મારા જેવા તમાચો મારી ગાલ લાલ કરી જરૂર ફરે છે ! કોણ અશોક”જી” એમ બોલ્યા, ભાઈ જગતમાં લાલગાલ વાળા એક ઢૂંઢો હજાર મીલતે હૈ ! એક અશોક”જી” ને કેમ યાદ કરો છો ?!]

આજે સવારે જ્યારે હું ન્યૂઝપેપર માં મારા જેવા પતી ગયેલા પતિના ફોટા જોઇ રહ્યો હતો અરે યાર એ અવસાન નોંધમાંજ હોય. સામેના ફ્લેટમાંથી ધીમો ધીમો લયબદ્ધ અવાજ સંભળાયો; “મારી મરજી ! હું ચાહે આમ કરુ હું ચાહે તેમ કરુ !” હું તો છળી પડ્યો આ લે, આ જમાનામાં આટલી હિંમત, પતિ ની પણ કોઈ મરજી ! છેલ્લા પંદર પંદર વરહથી મને તો ’મારી મરજી’ એ વિચારમાં પણ વિચારવા નું ભુલી ગયો છું ! મારી મરજીથી હું અંડરવેર પણ ખરીદી શકતો નથી ! મને તો પુરુષાતન ચઢવા માંડ્યું,પાક્યો કોઈ મર્દ પતિ ! પણ એ વિચાર જાજો ટક્યો નહિ. સંગીત સંભળાતા યાદ આવયુ કે આતો વર્ષો પહેલા પ્રસિદ્ધ દેવાંગ પટેલનું રેપ સોંગ છે. જરૂર એ સમયે ભાઈશ્રી કુંવારા હશે ! [કે આટલું સ_રસ બોલી શક્યા.]

એફીલ ટાવરની સાઇઝનો પુસ્તક પણ આ વ્યકિત વિષેશ માટે ટુંકો પડે ! હવે યાર કેટલાં વખાણ કરું ! ભંગાવીનેજ જંપશો કે ! તો લો વાંચો હવે જે થાય તે !એ દિવસો દૂર નથી કે પતિઓ ના સંગઠનો રચાશે ! પતિ શબ્દની ગરીમાં જાળવવાના ઉપાયો પર સંશોધનો થશે ! પતિ પાછળ બિચારો શબ્દ લખવા સાહિત્ય પરિષદ ને વિનંતી કરવામાં આવશે ! વરઘોડામાં બેન્ડવાજા વાળા મરસીયા ની સ્પેશિયલ ધુન વગાડશે ! પરિચિતો, મિત્રો અભિનંદ નહી મોઢે આવશે ! ” કેટલો સારો માણસ હતો ” એમ જાનૈયા નાચતા નાચતા વાતો કરશે ! [આ વહેલી સવારે બંધ આંખે જોયેલો સ્વપ્ન ન સમજતા !]

આ લે …લે ! વાતો વાતોમાં એ તો ભુલાય ગયું કે હું એક મિનિટ માં કઈ કહેવાનો હતો. હં…મ ! પત્ની [આ શબ્દ લખતા કે બોલતા પણ બીક લાગે છે] ની વાત નીકળતા યાદ આવ્યું કે મને તો ’એ…..સાંભળો છો’ એમ સંભળાવી ને માર્કેટમાં કઈક લેવા મોકલેલો. શું ? એ તો ભુલાય ગયુ ! આપને એક મિનિટ કૈંક કહેવા રોકાઇશ તો ધોકા વાળી થશે, માટે આજે નહિ, પછી કોક દા‘ડો ડાયરો જમાવીશું. [આ લેખ જો એના હાથમાં આવી ગયો તો આજ પછી અહીં મળવાની ગેરંટી નહી ! ]

નોંધ : લેખમાં મૂકેલા ફોટા ગુગલમહારાજની મદદ થી ફ્રી સાઇટ પરથી લીધેલાં છે, તેના પર મારો કોઈ અધિકાર નથી.

Advertisements

Written by Shakil Munshi

08/09/2012 at 11:05 એ એમ (am)

16 Responses

Subscribe to comments with RSS.

 1. તમારો મૂળ રોગ શ્રીમતીનો આતંક તો છે જ પણ તમે ખોટું ન બોલવાની ટેવ પાડી છે તેને કારણે રોગ વકર્યો છે. દરરોજ સવારે ખાલી પેટે બે જુઠાણાં બોલો, તે પછી લંચ અને ડિનર પછી બબ્બે જુઠ બોલો. એકાદ મહિનામાં તમને સારૂં લાગવા માંડશે. મુરબ્બી માનો છો ને? તો અમારી પણ છોરૂ તરફ કઈંક ફરજ છે.

  અમે પણ અમારા મુરબ્બીઓની કૃપાથી જ શીખ્યા છીએ. અમારા એક વડીલ મુંબઈમાં હતા. મારે મુંબઈ જવાનું થયું. એક વાર એમની સાથે બહાર નીકળ્યો. એમણે મને પૂછ્યું કે ઑફિસેથી ઘરે પહોંચતાં કેટલો સમય લાગે? મેં કહ્યું કે લગભગ એક કલાક. એમણે પૂછ્યું તો કામ પત્યા પછી તરત ઘરે જવા નીકળી જતો હોઈશ ને? મેં કહ્યું કે હા, એમ જ. એમણે તરત કહ્યું- મને ચિંતા જ આ હતી. કોઈ દિવસ નિશ્ચિત ટાઇમે ઘરે ન પહોંચવું. મોડોવહેલો થઈશ તો બૈરી ભલે બબડે, તારે જવાબ જ ન આપવો. અંતે એને ટેવ પડી જશે કે આ માણસ સુધરે તેમ નથી. બસ પછી તને આખી જિંદગીની નિરાંત થઈ જશે!!

  • મુ.શ્રી.ડો.દીપકભાઇ,
   “શ્રીમતીનો આતંક” આપે સરસ શબ્દ પ્રયોજ્યો, મને લાગે છે આ ટાઇટલ રાખ્યું હોત તો બધાને વધુ હસાવી શક્યો હોત. આ સમસ્યા મને સર્વત્ર દેખાણી, આમ તો આ વિષય પર ખૂબ લખાય ગયુ છે, કંઈક નવું હાસ્ય ઊપજે એ માટે વિદુશક બન્યો.
   આપે રોગ નો મૂળ બરાબર પકડ્યો છે, આપેલા નુસખા મારા જેવા દુ:ખી પતિઓ ને ખૂબ કામ લાગશે, ખૂબ આભાર,
   નીચે અશોક”જી”એ પણ સહમતી આપી છે.
   લાગે છે હાસ્યલેખ લખવું એ મારું કામ નથી માટે ભાગ-૨ હવે કૅન્સલ. 😦

 2. પ્રથમ તો, શ્રી.દિપકભાઈએ આપેલા દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે હું પણ સહમત ! વહેલાસર આ પ્રમાણે સારવાર ચાલુ કરી દે નહિ તો ભરી જવાનીમાં ’દેવ’ થઈ જઈશ !! પત્ની પાસે જુઠ બોલવું એ પાપકર્મ નથી લેખાતું, એ જીવરક્ષા કાજે થતું સત્કર્મ ગણાય એવું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે ! (કયા શાસ્ત્રોમાં એ હું વિસરી ગયો છું 😉 )

  બીજું કે, એલા આમાં હું ક્યાં આવ્યો ? મારા ગાલમાં લાલાશનો એકાદો પિક્‍સેલ તો ફોટોશોપનું કલર પીકર પણ શોધી નથી શક્યું ! માત્ર કાળાશ જ કાળાશ !!

  અને હા, તું આમ સરાજાહેર “ઈવડા ઈ” ને ખરાબ ચિતરે છે પણ મને તો અંગતપણે જાણ છે કે ઘરમાં તારું કહ્યું જ “ઈ” બચાડા કરે છે. ના, ના, તું એ કહે કે; તેં પાણી ભરી આપવા કહ્યું હોય અને કોઈ દા‘ડે એણે ના પાડી તેવું બન્યું છે ? (ખાસ કરીને તું વાસણ-કપડાંની ધોલાઈ કરવા બેઠો હોય ત્યારે !) તું કહે કે ભીંડાનું શાક ખાવું છે તો ભીંડાનું બનાવવા દે, તું કહે કારેલાનું તો એ બનાવવા દે ! “ઈ” તો બચાડા તું જે બનાવ એ મુંગા મોં એ ખાઈ લ્યે !! તો યે તું કહે કે ઘરમાં તારું કંઈ નથી ચાલતું ?!

  અને અંતે, ’પતિઓનું સંગઠન’ તો બનાવીશ પણ તેના પ્રમુખ બનવા કોણ તૈયાર થશે ??? (કિસમે ઈતની હિંમત હૈ !) જો કે આ બધી બે ઘડી હસવા માટેની વાત છે, બાકી “ઈવડા ઈ” બે દહાડા માવતરે જાય ત્યારે ખબરુ પડે કે કેટલે વીશે સો થાય છે ! (ભ‘ઈ અમારે ઘરે પણ ઈ-નેટ છે ! અને અમારે પણ હજુ જીવવું છે !! એટલે અંતે આવા વખાણ પણ લખવા તો પડે જ 🙂 )

  • શ્રી.અ_શોક”જી”, ’દેવ’ ન થઈ જાવ એ માટે અમલ જલદીથી ચાલુ કરીશ, તને આ દવા બરાબર લાગુપડી ગઈ લાગે છે, “પાપકર્મ” ,”સત્કર્મ” ની ફીલોસોફી માટે આભાર.
   “ઈવડા ઈ” ને ખરાબ ચીતરવાની હિંમત તો ક્યાંથી લાવવી એ થોડી ઉધાર મળે છે !.બાકી ઘરે ઈ-નેટ હોય છતાં આવા લેખ ને “લાઇક” કરી “કૉમેન્ટ” કરવાની તે જબરી હિંમત દેખાડી છે ! આભાર.
   ’પતિઓનું સંગઠન’ તો બનાવીશ પણ તેના પ્રમુખ બનવા કોણ તૈયાર થશે ? આ પ્રશ્ન પેચીદો તો છે જ!
   ભીખુદાનભાઇ ગઢવી ની એક વાત યાદ આવે છે, કોણે લખી છે એ ખબર નથી.
   – “મુશ્કેલ છે જીંદગાની એની તો મજા છે.
   જિગરથી એનો જામ જીરવાય તો ઘણું છે.
   હવે અબળખો નથી જીવન ની મજામાં,
   પણ મહેફિલ માં ખોટ વરતાય તોય ઘણું છે.

 3. વહાલા શકીલ તું આટલો બધો હુશિયાર (યાર)છો એતો હવે ખબર પડી .
  એલાવ અમે જુનવાણી માણસ એટલે અમારો ઘરવાળી ઉપર રુવાબ ચાલતો હશે.એવું તમે માનતા હોતો એ તમારી ગેર સમજ છે. હું આપણા દેશી સીનીયરો વચ્ચે કૈઈક મારી ઘરવાળી વિષે જોક સરા.. જાહેર કહેવો હોય તો ઈને સો વખત પૂછવું પડે.પણ ઈની રજામંદી થી જોક કીધો હોય ઈમાં ભાયડા નો વટ પડે હો . એક વખત જુવાનીયા વચ્ચે બધા જુવાનીયાઓ પત્નીની ગેર હાજરીમાં પત્નીના જોક કહેતા હતા .મારી ઘરવાળી મારા ભેગી હતી .અને હું એના જોક કહેતો હતો .આ વખતે એક હસમુખ જોશી કે જે કેલીફોર્નીયામાં ડોક્ટર છે .એ બોલ્યો ( .હસમુખ જોશી મૂળ ઉના દેલ્વાડાનો છે .)એલાવ આપણે તો આપણી પત્નીઓ આય નથી અને ઇના જોક કહીએ છીએ પણ આ હિંમત કાકાને હિંમત વાળા કહેવા પડે ,ઈ આ ભાનુબેન (ભાનુકાકી ક્યેતો लेनेकी देनी पड़ जाय )સામાં બેઠાં છે અને જાવા ગયે છે.

 4. अज़ीज़ शकील आपका कहा नहीं माना और मने हँस दिया

 5. હ્રદય પૂર્વક આભાર મુન્શી ભાઈ અમારા બ્લોગ માં પગલાં મૂકવા માટે !!

 6. શ્રી.હિનાબહેન, આપનો હાર્દિક સ્વાગત છે, આપના પગલાં માટે આભાર.

 7. ખુબ સરસ લેખ , પત્નીને ખબરના પડે તે રીતે આ કોમેન્ટ લખી રહ્યો છુ , જોકે તે અત્યારે આ રૂમમાં જ હાજર છે . જોયા , ભાયડાના ભડાકા 🙂

 8. શકીલ તુંતો જબરો હસાવનારો છો .તેં સૌને હસવાની મના કરેલી પણ હૂતો તારા જેવા જુવાનીયાનું કહ્યું નો માનીને હસી પડ્યો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Dr. Imran Khan's Blog

Nothing more than a learner.

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: