શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ઈદી @ સાપુતારા

with 29 comments


સૌ મિત્રોને “ઈદ મુબારક”

ઈદનાં મુબારક પર્વ નિમિત્તે રુબરુ, ફોન અને મેઇલ દ્વારા મુબારકબાદ આપનાર સર્વે સ્નેહીજનો, વડીલો, મિત્રોનો તયેદિલથી શુક્રિયા.

આપ સૌને જ્ઞાત હશે જ કે આપણાં કોઈપણ મુબારક, પવિત્ર તહેવાર નિમિત્તે ઘરનાં મોટાઓ નાનાઓને (ખાસ તો બાળકોને) દૂઆઓ, આશિષ તો આપે જ સાથે કંઈને કંઈ ભેટ-સોગાદ પણ આપે. પછી તે રોકડ, ખાણીપીણી, વસ્ત્રાલંકાર કે પછી ક્યાંક હરવા-ફરવા જવાનાં નિમિતમાં પણ હોય. આપણે દિવાળી કે નવાવર્ષ નિમિત્તે કુટુંબ-બાળકોને કંઈને કંઈ ખુશાલી કરાવીએ જ છીએ (એ તો જેવી જેની સગવડ). અમારે ઈદની ખુશાલીને ’ઈદી’ કહે છે. તો આ વરસે ઈદના બીજે દહાડે, એટલે કે વાસીઈદનાં દહાડે બીબી-બચ્ચાઓને ઈદીમાં સાપુતારાની સેર કરાવી. આપ પણ અમારા અઝીઝ છો, દિલની કરીબ છો, તો આપને ઈદી આપવાની અમારી ફરજ તો ખરી ને ? નાનાઓ આને ઈદી સમજે અને વડીલો હરખ સમજે પણ આ પ્રવાસની ખુશહાલ ક્ષણો, કૅમેરાની આંખે, આપની સાથે વહેંચુ છું તે ઈદની શુભેચ્છા સમજી કબૂલ ફરમાવજો.

ચલો સાપુતારા…

MBBS અને હા સાથે ’બહાઉદ્દિન’ તો ખરા જ !
બહાઉદ્દિનજી એ અમારા જૂનાણાં નવાબનાં સાલે સાહબ હતા ! બહુ માનપાન પામેલા. તેમના નામે આજે પણ ’બહાઉદ્દિન કોલેજ’ છે. બસ, ત્યારથી જૂનાણામાં સાલે સાહબને માનથી ’બહાઉદ્દિન’ બોલાવવામાં આવે છે !!! :- નાના ટેણીને કેમેરા ની ક્લિક કરવાનો શોખ એટલે એ સામેલ ન હોય ને !)

વરસતા વરસાદમાં જ્યાં કુદરત સોળે કલાએ ખીલી હોય એ વર્ણન કરવા શબ્દો ટુંકા પડે મારીતો કોઇ ઓકાતજ નથી. થોડી પંકતિઓ યાદ આવી જાય છે.

રેઇનકોટ, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રુફ હેટ્સ , માનવીએ કેટલી ભીંતો ચણી દીધી વરસાદમાં ! – શ્રી. આદિલ મન્સુરી

ભીંજાવામાં નડતર જેવું લાગે છે , શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે ;

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ ,   આજે અવસર જેવું લાગે છે ! – શ્રી. ઉદયન ઠક્કર

મને ભીંજવે તું , તને વરસાદ ભીંજવે  — શ્રી. રમેશ પારેખ

અને હવે આમ નીચે લંબાવવા કરતાં સીધો સ્લાઈડ શૉ જ કરી નાંખીએ તો ?! લ્યો !

This slideshow requires JavaScript.

Advertisements

Written by Shakil Munshi

23/08/2012 at 9:25 પી એમ(pm)

29 Responses

Subscribe to comments with RSS.

 1. ‘લાઇક’ કરવામાં એક તકલીફ છે.
  વેરી મચ લાઇક્ડ કહેવું હોય તો કહી શકાતું નથી!
  ખરેખર ‘વેરી મચ લાઇક્ડ’!

  • ક્યાં 1965નું સાપ ઉતારા અને આજનું.કેમેરો ઘેર છોડી મોટર સાઈકલા પર મિત્ર શ્રી સીવેલ ઈંજીનિયર મોતિયાની સાથે વલથાણ(ખોલવડની પાંસે)નીઓફીસેથી સફર આદરેલો .હજી સાપ ઉત્તારા એના નૈસર્ગિગ રૂપમાં હતું.બાઈક પર બધું ચશ્મેદીદ ગવાહ જેવું જોવાતું હતું.વર્સો પછી(પાંચ દાયક બાદ) નો સફર હજી સ્મૃતિમાં રમે છે.સાપ ઉતારા પર ઈદ ઉતારો મુબારકા હો.

   • જનાબ મુહમ્મદઅલી સાહબ અસ્સલામુ અલયકુમ, પાંચ દાયકા પહેલાનું સાપ ઉતારા અને એ પણ બાઇક ઉપર વાહ… વાંચી ને મજાપડી એ સફર ક્યાંથી ભુલાય,
    આપને પણ “ઈદ મુબારક” આભાર.

  • શ્રી. હિનાબહેન સ્વાગત છે આપને ફોટોગ્રાફ ગમ્યા ખૂબ આભાર

 2. its amazing!!!

  human has always got shelter in the lap of the nature. blossomed flowers and huge green trees in Saputara intensify the sense and want of enjoyment. It is really a nice trip and the pics are truly captured nicely. Whatever we may be, we always remain in touch with nature and it really soothes us…it contains zero artificiality and full of pleasure and peace..

 3. આ..હા !!!!!!!! હું પણ એ જ અફસોસ કરીશ કે “વેરી મચ લાઈક્ડ” કેમ નથી કરી શકાતું ! અન્યથા એ જ કરત.

  (૧) મેં તો હજુ સાપુતારા જોયું નથી, તારે કારણે એ લહાવો મળી ગયો. (વાપી આવું ત્યારે સાચોસાચનું પણ જોઈશું).

  (૨) ચિત્રો જોઈને થયું કે સાપુતારામાંયે ચારે બાજુ ’ગિરનાર જ ગિરનાર’ દેખાય છે !! (કર્ટસી:મામા)

  (૩) સાલેસાહબ (આ શબ્દોચ્ચાર કરતાં દરેક વખતે “લ” લંબાવવાના ઝનૂનો કેમ ચઢે છે ?!)ની હાઈટ-બોડી જોયા પછી પણ એને “બહાઉદ્દિન” કહેવા જેટલી હિંમત દાખવવા બદલ તને આ વર્ષનો “શૌર્ય પદક” એનાયત કરવામાં આવે છે !! 🙂

  (૪) અને અંતે, સ્લાઈડ શૉના એક ચિત્રમાં લાકડાનાં ચમચા, વેલણ વગેરે જોવા મળ્યા. ભાભીએ એકાદું વેલણ ખરીદ્યું છે કે કેમ ?!

  ભગવાન તારું ભલું કરે…..”ઈદ મુબારક”

  • અશોક’જી’ આભાર,
   ૧, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે ! માટે ખાલી ફોટા જોઇ સંતોષ ન મેળવી લેતો જુનાણા ની બહાર નીકળવું પડે ! દુકાન બંધ રાખવી પડે ! થોડા કે વધુ પૈસા ખરચવા પડે ! હં,,,,, બસ અહિ મારવાડી ને વાંધો પડે!:)
   [કઈ નહી પહેલા વાપી તો આવ]
   ૨, અરેરે…. મને પણ ત્યાં “મામુ” નો એજ વાક્ય યાદ આવેલો !
   મિત્રો માટે અમારું ગ્રૂપ લેહ લદાખ ગયેલું ત્યાં પહોંચતા “મામુ” [આપતો એને ઓળખોજ છો જે હવે એ આપણી વચ્ચે નથી]
   એની સ્ટાઇલમાં પહેલું આ વાક્ય બોલેલો – લે ચારે બાજુ ’ગિરનાર જ ગિરનાર’ દેખાય છે.]
   ૩, બોલ બાકી મેડલ આપવો પડ્યો ને ! છે આવી હિંમત ! 😯
   ૪, હા તારા ભાભી એ મસ્ત એક વેલણ ખરીદ કર્યું છે ! મારા ભાભી ને ભેટ આપવા ! માટે વાહાં હાચવજે!:)

 4. ઈદ મુબારક.
  ખૂબ જ સરસ તસવીરો.

 5. મસ્ત ફોટા. ગઈમા!
  ગમે તેમ કહો .. વરસાદમાં પલળવાનું નાના હતા તે સિવાય કદી ગમ્યું નથી.

  • મુ.શ્રી. સુરેશદાદા આપને ફોટા ગઈમા આભાર,
   ગમે તેમ કહો …વરસાદની મજા કંઈક ઓર જ છે ! જોયું વરસાદ ના ફોટા જોવામાં આપ ’ઇદં મુબારક’ લખવાનું ભૂલી ગયા 😯

 6. તમને સહુને મારા તરફ થી ઈદ મુબારક
  ફોટા જોયા પછી એવું લાગ્યું કે હું પણ તમારી સાથે હોત તો ? ચાલો બીજી કોઈ વાર હજી તો મારી થોડી ગઈ છે .અને બહોત રહી છે. અને સુરેશ જાની કહે છે એમ अभी तो आप जवान है .

 7. સાપુતારા તો બેત્રણ વાર ગયો છું પણ આવી ઋતુમાં તો ક્યારેય નહીં. તમે ઈદી મોકલીને આ દી’ દેખાડ્યો જે ગુજરાતના સૌંદર્યધામને સાક્ષાત કરાવે…

  “આંખમાં ક્લીક ઘોંચીને કહ્યું (તમારા) કેમેરાએ, ‘આ નવતર જેવું લાગે; આ અવસર જેવું લાગે.”

 8. ખુબ જ સુંદર ફોટોગ્રાફ્સ. અમને સફર કરાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙂

 9. આદરણીય શ્રી શકીલભાઇ,
  મોડા મોડા પણ ઈદ મુબારક
  બસ સર્વે કુતુબી જનોને સાપુતારા ફરવા લઇ જઈ તેમની મનોકામના પૂર્ણ કરી .
  બસ આપકી દુઆ અલ્લા કબુલ કરે ઓર હર અચ્છે કામમે બરકત દે.

  “કોમ્પ્યુટર પજવે છે એટલે જ સંદેશો આપવામાં ગોવિંદ રખડે છે “

 10. વહાલા શકીલભાઈ,
  સાચુ કહું તો અમે હજુ સાપુતારા ગયા નથી. તમારા સ્લાઈડ શૉ થકી અમોને સાપુતારાના પ્રવાસની ખુશહાલ ક્ષણો, કૅમેરાની આંખે વહેંચીને હરખ કરાવવા બદલ ધન્યવાદ.. અંગત મેઈલથી આપને ઈદની શુભેચ્છા પાઠવી હતી આજે ફરીથી તમને અને પરીવારના સર્વને દીલથી મુબારકબાદ..

  ગોવીંદ મારુ

  02/09/2012 at 1:41 પી એમ(pm)

 11. અગાઉ બધું જ કેહવાઈ ગયું હોય છે છતાંય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરીને તે કહેવું પડે છે.

  dieta

  18/09/2012 at 2:02 એ એમ (am)

 12. સાપુતારાના ફોટા જોયા વહાલા શકીલ તારી ફોટો ગ્રાફી કલાની પ્રશંશા કરું છું.તમારી સૌ સાથે મેં પણ સાપુતારાની પ્રાકૃતિક સોંદર્ય નાં દર્શન કર્યા એવો એહ સાસ થયો.
  વરસાદી માહોલ જોઈ મને તમાચી સુમરાનો ચન્દ્રવાળો છંદ યાદ આવી ગયો.
  અશાડે માંડી એલીયું ગાજ વીજ ઘનઘોર
  તોરી બાંધ્યા તરુવરે અને મધુર બોલે મોર
  મધુર બોલે મોર તે મીઠા ઘણ મુલા સાજન સ્વપ્નમાં દીઠા
  ચ્યે (કહે)તમાચી સુમરો રીસાણી ઢેલને મનાવે મોર
  અશાડે માંડી એલીયું ગાજ વીજ ઘનઘોર

 13. નયનરમ્ય ફોટોગ્રાફી , સાપુતારા હવે તો જવું જ પડશે ,નહિ રહેવાય

 14. શ્રી.યુવરાજભાઇ આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: