શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

એક સવાલ ! “જવાબ છે” ?

with 35 comments


તા.૦૧-૧૨-૨૦૧૧ વર્ષ ના છેલ્લા મહિના નો પહેલો દિવસ, સમય સવાર ૧૦-૩૦, દુકાન પર આવ્યા ને અઢી કલાક જેવો સમય થઈ ગયો છે.ઘણા સમય પછી આજે  “ગુરુજી” શ્રી.ભુપેન્દ્રસિંહ રાઓલ  “કુરુક્ષેત્ર”
સાથે મજાનો અડધો કલાક નો વાર્તાલાપ થયો, જેમને વાંચવા એક લહાવો છે પુષ્કળ માહિતીઓ  નો ખજાનો પણ સાંભળવા એ તો એક અલગ મજા છે.

હવે મૂળ વાત “એક સવાલ” ની

ચાહ પીવાનો સમય થયો પણ આજે તો “બંધ”[મારી શૉપ બીજા માળે એટલે ખુલ્લી છે] ચાહ ની લારી પર કામ કરતો એક અબુધ “છોકરો” મને લોબી માં ઊભેલો જોઈ ઉપર આવ્યો,”શેઠ તમે બેઠાં છો નીચે તો બધું “બંધ છે !” હે શેઠ આ કેમ બંધ છે? એના થી શું થશે? મારે તો આજે “રોજ” પણ નહી મળે ઘેર પૈસા વગર જવું પડશે !

 

 

 

 

 

 

 

 

“બંધ” પાળી દેશ ને આર્થિક “ફટકો” મારવાથી શું ફાયદો થશે ? એ ચાહ વાળા છોકરા જેવો “સવાલ” મને પણ દરેક “બંધ” વખતે થાય છે !

શુ આ બંઘ કરતા કોઇ “સારી” પધ્ધતી નથી વિરોધ કરવા માટે ?

છે કોઇ જવાબ ?   

Advertisements

Written by Shakil Munshi

01/12/2011 at 2:13 પી એમ(pm)

35 Responses

Subscribe to comments with RSS.

 1. બધા ઉપાય કર્યા પછી જ કામકાજ બંધ રાખવાં જોઈએ. હડતાળના અધિકારને હું વાજબી માનું છું, પણ એનો ઉપયોગ સૌથી છેલ્લે થવો જોઇએ. (આજે શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ સાથે મારી પણ વાત થઈ. કેટલાયે વિષયો અમે ચર્ચ્યા. મઝા આવી)

  • બધા ઉપાય કર્યા પછી જ કામકાજ બંધ રાખવાં જોઈએ.”એનો ઉપયોગ સૌથી છેલ્લે થવો જોઇએ.” બરાબર છે.

   • wonderful photo of my motherindia proud to view such a peacefull moment sharing reality of but outcome is always plesent despite difficukt time by a chaiwala dilip bhatt edgware middlesex united kingdom

    dilip bhatt

    11/12/2011 at 10:09 પી એમ(pm)

    • દિલીપભાઇ આપનું હાર્દિક સ્વાગત છે, ખુબ આભાર આપના અમુલ્ય વિચારો જણાવતા રહેજો.

 2. અર્થાત ચા ન મળવાને કારણે આ ’લખલખ’ ઉપડ્યું છે 🙂
  શ્રી.દીપકભાઈએ કહ્યું તેમ ’બંધ’ એ પણ વિરોધપ્રદર્શનનો એક પ્રકાર અને પ્રજાનો (કે પ્રજાના પ્રતિનિધીઓનો) અધિકાર છે પરંતુ એ પહેલાં અન્ય ઉપાયો અજમાવી જોવાવા જોઈએ. આ તો પેલા બીચારા ગરીબ ચા વાળાની ચિંતા અર્થે પડાતા બંધે ઉલટાની તેની એક દહાડાની રોજી છીનવી લીધી !!

  જો કે તેં અહીં બંધના કારણની ચર્ચા નથી કરી તેથી તેની યોગ્યતા-અયોગ્યતા પર નથી જતા, પરંતુ કોઈપણ શસ્ત્રની ધાર બૂઠ્ઠી થઈ જાય નહીં તેનું શસ્ત્ર ઉગામનારે ધ્યાન રાખવું જરૂરી. અહીં તો આજે છાપામાં વાંચીને ખબર પડી કે બંધ છે ! બાકી બધું જ ચાલુ છે !! (લ્યો આ બૂઠ્ઠી ધારનું દૃષ્ટાંત !)

 3. ભાઇ શ્રી.અશોક”જી” ચાહ નો પુરો જગ પી જાવું તો પણ તારા જેવું અને જેટલું તો ન જ લખી શકું ને ? કદાચ વિષય વસ્તુ ને [ચાહ વાળા છોકરાના મળતા “રોજ” ને અને તે માટે ઉઠતા સવાલને] બરાબર ઉજાગર ના કરી શક્યો! પણ તે પકડી તો લીંધુ જ “એક દહાડાની રોજી છીનવી લીધી !!” આભાર,
  એક નાનું બાર પંદર લુખ્ખાઓ નું ટોળું જેને વેપાર કે આખો દિવસ કામ કરી સાંજે મળતા “રોજ” સાથે કઈ લેવાદેવા નથી ગળામાં “કલર” રૂમાલ બાંધી “બંધ” કરો ના નારા સાથે “આતંક” ફેલાવે “સ્વેચ્છા” એ નહી પણ “મજબૂરી” થી “બંધ” પાળવો પડે છે.લોકલ નેતા ને “ઉપર”થી મળતા “આદેશ”ને પૂરો કરવા થોડા રુપીયા નો “કમાલ” છે ભાઇ, “ધાર” ની વાત કરીએ તો “બુઠ્ઠી” ધાર તો આપણી[પ્રજાની] છે અને કદાચ સમજ પણ.

  • નળ- દમયંતીની કથા જાણવા જેવી છે. દમયંતીને વરદાન હતું એટલે એના હાથમાંથી અમી ઝરતું. પરિણામે એના હાથ મૃત વ્યક્તિ કે પ્રાણી ને અડકે તો એમાં નવું જીવન આવતું.
   નળ દમયંતીને વનવાસ મળ્યો હતો. નળ માછળાં પકડીને લાવ્યો અને પછી પકવવા માટે લાકડાં લેવા ગયો. દરમિયાન દમયંતીએ માછલાં હાથમાં લીધાં કે તરત એ જીવતાં થઈ ગયાં. નળ પાછો આવ્યો ત્યારે એને શંકા પડી કે દમયંતી એકલી જ માછલાં ખાઈ ગઈ!
   ભારતીયોના હાથમાં પણ કઈંક આવી શક્તિ છે -દમયંતી કરતાં કઈંક ઉલ્ટું તત્વ ઝરે છે. કોઈ પણ સારી વસ્તુ આપણા હાથમાં આવે તો એ ‘કરપ્ટ’ થઈ જાય છે. વિરોધ, હડતાળ, આ બધા આપણા સંગઠિત થવાના અને સત્તા પર દબાણ લાવવાના અધિકાર છે. આવા અધિકાર સત્તા કે બંધારણ ન આપે, લોકોએ જાતે લાગુ કરવાના હોય છે. તે સિવાય, જયપ્રકાશ નારાયણનું આંદોલન, સ્વયં મહાત્મા ગાંધીનું આંદોલન, દક્ષિણ આફ્રિકામાં નેલસન મંડેલાનું આંદોલન, પાકિસ્તાનમાં મુશર્રફ વિરોધી આંદોલન, ફિલિપીન્સ, મ્યામારનાં પ્રજાકીય આંદોલનો લોકોને કારણે જ સફળ રહ્યાં
   પરંતુ આપણે ત્યાં આવું મૂળભૂત શસ્ત્ર હાથમાં આવે કે તરત જ વિકૃતિઓ પણ તે સાથે જ આવે છે. પ્રજા જેમ વધારે જાગૃત થાય તેમ આવા નેતાઓ હડસેલાઈ જાય.
   રીટેલમાં FDIના સમર્થકો આવાં આંદોલનોથી થતા નુકસાન પર ભાર મૂકશે અને અખબારો પણ આવી જ વાતો લખશે.બીજી બાજુ આંદોલનના નેતાઓ કાં તો પોતે જ પૂરૂં સમજતા નથી હોતા અથવા અમ્ગત હિતોને પોષવા માટે આગળ આવતા હોય છે.આ સ્થિતિનો ઇલાજ એક જ છે – FDIના વિરોધીઓએ એનાં બધાં પાસાં પર વિચાર કરવો જોઈએ અને જાગૃત રહેવું જોઇએ. રીટેલ વેપારીઓએ લોકોને સમજાવવું પડશે કે FDIથી જનતાને નુકસાન થશે.તે સિવાય એમનું આંદોલન સફળ નહીં થાય.

   • સ_રસ વાર્તા દ્વારા આપે સમજાવ્યું “કોઈ પણ સારી વસ્તુ આપણા હાથમાં આવે તો એ ‘કરપ્ટ’ થઈ જાય છે”
    “પ્રજા જાગે તો જ ને તોજ આંદોલનો સફળ થાય”
    આપના ઉમદા વિચારો જણાવતા રહેશો, ખુબ આભાર.

 4. બંધ કરવા કરતા ઉપવાસ નો કાર્યકમ રાખવામાં આવે, ધરણા કરવામાં આવે એ પણ સરકારી ઓફિસો સામે તો કંઈક ઉપજે. બાકી બંધ થી ધંધાદારીઓ અને મજુરોનો જ મરો થાય છે. એવું મારું માનવું છે. બંધ કરાવતા લોકો માં મોટેભાગે જાહેર જનતા કરતા ભાડુઆતી લુક્ખાઓ નું પ્રમાણ જ વધારે હોય છે. જાહેર જનતા (મારા તમારા જેવા) ને આવા કોઈ બંધ કરવામાં રસ નથી હોતો. અમેરિકામાં જુઓ કેવું ચાલે છે “ઓક્યુપાય અભિયાન”, એ લોકો કંઈ દુકાનો બંધ કરાવવા નથી ઉપડી જતા, સીધીરીતે સરકાર નો જ વિરોધ કરે છે.

  • સ્વાગત છે જનાબ હમઝાભાઇ, એકદમ સાચી રીત છે “સીધીરીતે સરકાર નો જ વિરોધ” કરવો જોઇએ. ઉપર દીપકભાઇએ બતાવ્યુ તેમ “બંધ” નો ઉપયોગ સૌથી છેલ્લે થવો જોઇએ.

   • હમ્ઝાભાઇએ ઑક્યૂપાય વૉલસ્ટ્રીટ આંદોલન તરફ ધ્યાન દોરીને સારૂં કર્યું છે. આપણે ત્યાં આવાં આંદોલનો કરવા માટે ઘણા પ્રશ્નો છે. પરંતુ સમાજ ઘણા સ્તરે વહેંચાયેલો છે.

    આપણે જ્યાં ત્યાં વાંચશું કે રાજકારણ ખરાબ, રાજકારણીઓ ખરાબ. સાચી વાત એ છે કે રાજકારણથી અળગા રહી જ ન શકાય. એની અસર આપણા પર પડ્યા વિના ન જ રહે. એટલે રાજકીય ઘટનાઓ અને ખાસ કરીને સરકારના નિર્ણયો વિશે આપ્ણે સજાગ રહેવું જ જોઈએ. રાજકારણીઓની વાત આવે ત્યારે આપણે બધાને કરપ્ટ કહીને બેસી જઈએ છીએ, પરંતુ પૈસાનું કરપ્શન જ આપણે જોઈએ છીએ. કરપ્શનનાં મૂળ સરકારી નીતિઓમાં છે. સરકારની નીતિઓ મૂડીદાર વર્ગની તરફેણમાં જતી હોવા પાછળ આ રાજકારણીઓ જ હોય છે એ તરફ આપણે જોતા નથી. પરંતુ આપણને લાગતું નથી કે નીતિઓ કરપ્શનને કારણે બદલાતી હોય છે. રાજકારણીઓને આપને વખોડીએ છીએ કે એ પૈસા ખાય છે. પણ પૈસા કોણ અને શા માટે આપે છે? આપનારો વર્ગ એવી સિફતથી કામ કરે છે કે આપણે ‘આપનારા’ તરફ નજર જ દોડાવતા જ નથી.

    ૧૯૯૧માં ઉદારીકરણ શરૂ થયું તે પછી એક બાજુથી ગરીબોની સંખ્યા વધી છે, તો બીજી બાજુ દુનિયાના અબજપતિઓમાં આપણા ઉદ્યોગપતિઓનાં નામ આવતાં થયાં. ધન એક તરફ ગયું એટલે જ ને! પણ આપને પણ છાપાં વાંચીને રાજી થઈએ કે વાહ, ભારતમાં પણ હવે અબજપતિઓ પેદા થાય છે. જાણે દરેક ભારતવાસી અબજપતિ બની ગયો હોય!

    મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પૂરી કરવામાં ઉદારીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે એટલે આપણે રાજી હતા. વેપારીઓ પણ આ જ વર્ગમાં છે. હવે એમને સમજાયું કે ઉદારીકરણ ગ્લોબલાઇઝેશન શું છે.

    • એક વાત ઉમેરવાની રહી ગઈ.
     હમ આહ ભી ભરતે હૈં તો હો જાતે હૈં બદનામ
     વોહ કત્લ ભી કરતે હૈં, ચર્ચા નહીં હોતા!

 5. શ્રી શકીલભાઇ,

  બંધ બંધ કરીને બધાની રોજીરોટીના બંધ તોડી નાખ્યા છે?

  સંસદ બંધ, બજાર બંધ, શાળા કોલેજો બંધ, કેટલું બધું બંધ .

  હમણાં સંસદ કામકાજમાં બંધ છે ને ધમાલ કરે છે પણ દરેક સાંસદને

  લાલ લાઈટ ગાડી પર મુકવાનું બે મીનીટમાં પસાર થઇ ગયું..

  આ બંધ ઉપવાસ તોડફોડ સરઘસો દેશને પાયમાલ કરી નાખશે.

  સરસ વિચાર રમતો મુક્યો છે ..

 6. શ્રી.ગોવિંદભાઇ, સારું શોધી લાવ્યા “લાલ લાઈટ ગાડી પર મુકવાનું બે મીનીટમાં પસાર થઇ ગયું” સંસદના કામકાજ “બંધ” છે, પણ આ બંધ સંસદ ને ચલાવવાનો ખર્ચ અધધ છે.

  FDI વાળાઓ એ વિરોધીઓ ને “સાચવ્યા” લાગતા નથી બાકી મજાલ છે કે “કોઈ” વિરોધ કરે, આ 2G ના ગોટાળા થી વધારે મોટું “ભોપાળું” થશે એમ લાગે છે ! આપનાં વિચારો જણાવવા બદલ ખુબ આભાર.

 7. મુંબઈ બંધ હોય એના આગલે દીવસે ઘણાં ચણા સીંગ લઈ લે નહીં તો ફરજીયાત ઉપવાસ રાખવો પડે. એવું જ આ રોજીયાઓનું હોય છે. કાળી મજુરીથી એક દીવસ તો છુટ્ટી મળી.

 8. હમઝાભાઈની વાતમાં લગભગ સૌ સામાન્યજનના દિલનો અવાજ છે. દીપકભાઈએ નળ-દમયંતીની કથા દ્વારા આપણી ’પરંપરા’ને સચોટપણે સમજાવી દીધી છે. જુરાસિક પાર્કમાં એક સંવાદ હતો કે, જીવન પોતાનો માર્ગ કાઢી જ લે છે, તેમ આપણે ત્યાં ભ્રષ્ટાચાર પોતાનો રસ્તો શોધી જ લે છે ! અરે અહીં તો ભ્રષ્ટાચાર ડામવા બેસાડો તેઓ પણ તક મળ્યે ભ્રષ્ટાચાર કરી લેશે ! અને ઉદારીકરણમાં ઉધારીકરણનો ધ્વની સંભળાય છે, કદાચ ધન વધ્યું હશે પરંતુ સમાન વહેંચણી તો નથી જ થઈ. અને ભાઈ શકિલ, તેં “સાચવ્યા”ની વાત કરી તે મને પણ માનવા લાયક લાગે છે ! ’સાચવી લેવા’ની કલા લૂપ્ત થવા માંડી છે કે શું ?! પરંતુ જો જે બધું જ સચવાઈ જવાનું અને અંતે ’ઘી ના ઠામમાં ઘી પડી જવાનું’

  માર્કસે વિશ્વકાંતિની હાકલમાં જણાવેલું; ’નહીં કંઈ ગુમાવવું, ફક્ત શૃંખલા-બેડીઓ’ અર્થાત તમારે તમારી ગુલામી સિવાય કશું ગુમાવવાનું નથી. અહીં બંધ સંદર્ભે એમ કહી શકાય કે, ’નહીં કંઈ ગુમાવવું, ફક્ત રોજીરોટી’ (અમથીએ ક્યાં રોજ મળે છે !) કદાચ સામા પક્ષને ’ઘણું’ મળવાનું થશે એ વિચારે ખુશ થાઓ યારો 😦

 9. શકીલભાઈ લગભગ બધાએ કહી દીધું છે. શિસ્ત વગરની પ્રજાને શું કહેવાનું?

 10. સૌ થી પેહલા તો એક વાત જરૂર કહીશ કે શકીલ મામા ને વાંચવા એ એક લહાવો છે, કારણ કે મને તેમને વાચ્યા પેહલા એક વેમ હતો કે માત્ર સાહિત્ય રસિકો કે સાહિત્ય ના વિદ્યાર્થીઓજ સારું લખતા જાણે છે, જે વેમ માંથી હવે હું બહાર આવી ગયો છું,
  મામા એ અહી જે સવાલ મુકેલો છે એ સવાલ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજ નો નથી પણ આ સવાલ છે દેશ ના એ દરેક સામાન્ય નાગરિક નો જે પોતાના પરિવાર નું ભરણ પોષણ કરવા માટે સવારે રોજગાર મેળવવા ની આશા એ બહાર નીકળે છે, વિરોધ વ્યક્ત કરવા માટે ના ઘણા રસ્તા છે તો પછી આ બંધ નો એલન જ શા માટે? આ પ્રશ્ન ખરેખર ઉડીને આખે આવે તેવો છે. ભારત દેશ સમગ્ર વિશ્વ માં એક માત્ર એવો દેશ છે જે બીન સંપ્રદાયીક છે, એટલે કે તેમાં કોઈ એક સંપ્રદાય મોખરે નથી પણ સર્વ ધર્મ સમભાવ ની આશા સેવે છે, વૈશુધેવ કુટુમ્બકમ ની ભાવના ભારત વર્ષ માં પરાકાષ્ટ એ પોહચી છે એમ કહું તો કદાચ હું ખોટો નથી, અને હવે તો સ્વતંત્રતા નું તળિયું ભારત દેશ માં આવી ગયું છે, કેલેન્ડર પ્રમાણે પાત્રીસ રાજા ઓ તો મજુર થઇ ગઈ છે, અને એમાં રવિવાર ઘર માં આવતા પ્રસંગો, માંદગી ના કરનર આવતી રજાઓ અંદ બીજી માવઠા ની જેમ વરસતી નાની મોટી રજાઓ ચાલુ જ છે, એવા માં આ બંધ રાખી આપને દેશ ની સ્વાસ નળી ને વધારે દબાવીએ છીએ,
  હું મામા ના આ પ્રશ્નો નો જવાબ દેવા માટે તો કદાચ સમર્થ નથી પણ. એટલું કહીશ કે આ એક સચોટ અને ધારદાર સવાલ છે જે મનનો મૌન ને વાચા આપે છે,
  ——–ઇમરાન ખાન (જુનાગઢ)

 11. Firstly I acknowledge that to read ‘SHAKIL MAMA’ is a credit. His reading has removed one wrong belief from my mind that only literature people or students can write well, but after reading “Shakil Mama”, this belief is completely gone from my mind. Unfortunately I am not able to read him regularly due to my tight schedule, but whenever I drag time, I just enjoy him.
  Although I am not so well versed with Gujarati typing, I’ve tested my hand on it. I am very much grateful to MAMA for getting me introduced to his blog and also making me able and available with the same, although I have not been able to be so regular as others. Any way, I just give brake to my monotonous wordings and leap out on the main point.
  (As I guess), my Gujarati wordings may not properly convey what I really believe about the question that Mr. Shakil Munshi has raised, I use English so take it as granted.
  It is, as mentioned, not a question only for an individual or a single society. In fact, it is a tension that hangs on through out the Nation and it has also narrowed the entire system. As Russo has said, “Secularism is a Civil Religion”, in India too, we now sense a cold war that has taken place already amongst the mind of the people that actually has no religion or Language.
  As the main point is, there are so many ways to show rebel (opposition), then why only “BHARAT BANDH”, comes out at a sudden. As we know India is the one and only Secular Country that enjoys more than 30 public holidays (including all), plus Sundays and plus our own personal holidays and plus many other casual holidays are already there. As for a layman (common man), “fall of one working day means a lot”. In the imaginative scene described by MAMA above (the part I like is), there is a Tea seller boy who informs about the sudden “Nonworking Day”. Actually this “BAND” (i mention it in Gujarati as it can properly and clearly convey the meaning) paralyses the One Day Economy of the Country. It may not affect to the rich, richer or the richest but it deeply affects Poor, Poorer and the Poorest because as we know that the poverty ratio is increasing day by day.
  Such debatable questions can never be concluded so not to conclude but to rest my lengthy discourse, I would say in nutshell that “Good questions are those which generate revolutionary ideas rather than answers, and this is one of such”
  Regards
  imran khan

 12. ભાન્જે “કભી કભી ગુજરાતી વર્ડપ્રેસ પર ભી આયા કરો” ખુબ આભાર ગુજરાતી માં ટાઇપ કરવા બદલ બીજુ તું એક માત્ર માસ્તર [સોરી પ્રોફેસર] છો જે રજાઓ નો એટલો વિરોધી હોય 😐 બાકી રજાઓ માટે લખવા બેસુ તો એક નવી પોસ્ટ લખાય.[આ વિષય પર તુ સારુ લખી શકીશ “તો હો જા શરૂ”] ફરી થી વિચારગોષ્ટી માટે આભાર.

  • thanks mama,
   today i tried my level best to settle down my self with Gujarati typing without the help of Saral Gujarati fonts. I went to Google and used the translation device. I think my association with Gujarat has had a big chasm that is now difficult to fulfill (although not impossible) but now with your encouragement and by writing comments on your blog, I think I will get my Gujarati (and my Gujarati typing) improved.

   • બરહા પૅડ અથવા ઑફલાઇન પ્રમુખ IME ટાઇપપૅડ ડાઉનલોડ કરી લો. ગૂગલ કરતાં એ વધારે સારૂં પડશે.
    ગુજરાતીમાં પણ તમારા વિચારો સમજાઈ જ ગયા. મહત્વ વિચારોનું છે. ટાઇપનું નહીં.

    આપણા દેશમાં લોકશાહી એટલે લોકો દ્વારા લોકો વડૅ લોકોનું નખ્ખોદ કાઢવું.

    આપણા દેશમાં બિનસાંપ્રદાયિકતા એટલે સર્વધર્મ સમભાવ

    અને સર્વધર્મસમભાવ એટલે બધા ધર્મોના પુરાતનપંથીઓના જરીપુરાણા વિચારોને માન આપવું.

   • ઈમરાનભાઈ , ગુજરાતી લખવા માટે એક સરસ ટૂલ છે … અ લીનક પર click કરો. એક દમ સરળ ટૂલ .. ગુગલ દ્વારા નિર્મિત. http://goo.gl/vn4iH

 13. થોડા શબ્દો માં ઘણું કેહવાની ક્ષમતા ધરાવતા લોકો આ દુનિયા માં બહુજ ઓછા જોવા મળે છે, થોડા માં ઘણું કેહતા નથી આવડતું માટે તો માસ્તર થઇ ગયા નહિ તો વાત કઈક ઓર હોત…..

 14. કવિતા નું ઝરણું તો અમારા થીજ શરુ થતું હતું, આ તો એને ખડકો એટલા નડ્યા કે તે રસ્તો ભૂલી
  ગઈ

 15. મારી આ પોસ્ટને મારા તરફ થી તમારા બ્લોગ પર પ્રકટ કરશો જી.
  ઇમરાન ખાન સમી સાંજે ઘરે પાછા ફરતા પક્ષીઓ નો મીઠો અવાજ મારા છાપું વાંચવાના વ્યર્થ પ્રયત્નમાં મીઠી અડચણ ઉભી કરી રહ્યું હતું. રસ્તા પર ટ્રાફિક નો અવાજ મનના ઘોંઘાટને દબાવી આધુનિક યુગ ના પ્રભાવ ની હાજરી પુરાવી રહ્યું હતું. કોઈ અજાણી ચાલી જતી વ્યકિત ના માથે મચ્છરો નું મહા યુદ્ધ તેની પરાકાષ્ટા એ હતું. હું આ સમગ્ર વાતાવરણ ની ગંભીરતાને નાટકીય ઢબે માણી રહ્યો હતો અને સાથે સાથે એ વિચારી રહ્યો હતો કે જીવન આપણને દોરી જાય છે કે પછી આપણે જીવન ને!!!!! ઘણા ન ઉકેલાયેલા પ્રશ્નોના જવાબો ભૂતકાળ ની ભીતિએ થી જવાબ માટે પડઘા પાડી રહ્યા હતા. હું લાખો ની ભીડ માં પણ પોતાની જાત ને એકલો અનુભવી રહ્યો હતો. અને વિચારો ના વમળ એમની રીતે કુંડાળા બનાવવામાં વ્યસ્ત હતા. તો ચાલો આજે આ વિચાર આવ્યા ને જાણે મારા હાથ કીબોર્ડ પર જાણે એની મેળે ચાલવા લાગ્યા અને એમની મેળે મારા વિચોરો મારા વાચકોના વાંચન માં ફેરવાઈ ગયા.

  • વાહ ભાઇ ઇમરાન સરસ પ્રયાસ છે, “જીવન આપણને દોરી જાય છે કે પછી આપણે જીવન ને”, ’લગે રહો.
   લાગે છે દીપકભાઇ અને હમઝભાઇ એ ગુજરાતી ટાઇપ કરવા માટે આપેલી ટ્રીક કામ કરી ગઈ? આભાર.

   • ના એવું નથી, હજુ મને એ સીખ્ત્તા વાર લાગશે. હજુ હું ગુજરાતી ટાઈપીંગ માં પાપા પગલી ભરું છું અને ગુગલ ની આંગળી જ પકડી રાખી છે પણ હું જલ્દી શીખી જઈશ. મને બધા જોડે જોડવા માટે ખુબ ખુબ આભાર

 16. પ્રિય શકીલભાઇ
  ચાની દુકાનમાં સામાન્ય નોકરી કરતા છોકરા જેટલી સમજ કહેવાતા મોટા લોકોમાં સમજ આવે અને હડતાલો પાડીને આમ જનતાને અને સરકારને હાની ન પહોચાડે એવી સદબુદ્ધિ આવે. એક વખત ભણેલા લોકોએ (ગણેલા નહિ )સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા એમાં નવા વાવેલા પાંચ વરસના હઝારો ઝાડવાનો નાશ કરી નાખ્યો. એક વખત યુગાન્ડા (આફ્રિકા )ના જુના વખતના રાજાએ પોતાની માં મારી ગઈ એનો શોક પ્રદર્શિત કરવા પાંચસો માણસોના માથા દુધીના દિતીયાની જેમ કાપી નાખેલા .આ માણસોના માથા કાપનાર અને ઝાડવાનો સોથ
  વાળનાર વચ્ચે મને તો ફેર નો લાગ્યો.

 17. Hi, you post interesting content on your page, you can get
  much more visits, just type in google for
  – augo’s tube traffic


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Dr. Imran Khan's Blog

Nothing more than a learner.

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: