શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ફોટો સ્ટોરી-ભજીયાપાર્ટી

with 30 comments


મિત્રો,

અમારા અશોકભાઈ (વાંચનયાત્રા)એ ઘણી વખત ભજીયાપાર્ટીની વાર્તાઓ તો આપને સંભળાવી છે (જો કે એ મારવાડીએ કદી આમંત્રણ નહીં જ આપ્યું હોય 🙂 ) હમણાં ચાની કથા પણ કરીને બેઠા હતા ! તો મને થયું ચાલો નાસ્તાનો પ્રબંધ હું કરી નાંખું ! તો ગત તા: ૧૫/૧૦/૨૦૧૧નાં શોર્ટનોટીસે જુનાગઢ પહોંચ્યો અને રાત્રે અશોકભાઈ અને મિત્રો સાથે ભજીયાપાર્ટીનો આનંદ માણ્યો. બહુ બધા સંસ્મરણો તાજા થયા, આગળ વાત કરીશું પણ ચિત્રોના સથવારે. તો પધારો અમારી આ ભજીયાપાર્ટીમાં, આપનું સ્વાગત છે.

અશોક"જી", હું, જેતાકાકા, શાસ્ત્રીજી. ભજીયાનીં રાહમાં !!

ચાલે છે ! જરા ખમો તો ખરા !

કારીગર ! (ના કલાકાર !!)

અને આ મોટો કલાકાર !

આગ દોનોં ઔર લગી હૈ બરાબર, ચૂલામાં અને પેટમાં !!

લો હવે આવ્યા અમારાં ભજીયા પડમાં !

અશોક"જી", મયુરદાદા, વજુબાપા, જેતાકાકા (આ બધાં સંબંધો નામનાં જ ! નહીં નહીં પ્રેમનાં !)

મહેશભાઈ, કૃણાલજી, હું અને મદ્રાસી ! ઝપટ બોલાવી દીધી પણ !

હું, કૃણાલજી અને અશોક"જી" થોડા મોડા પહોંચેલા તેથી શરૂઆતના કામના સાટે આ અંતનું કામ અમારે ભાગે આવ્યું ! અશોક"જી"ને તો સાવ ઘર જેવું જ લાગ્યું હશે 🙂 (ઘરે પણ આ જ હાલત હોં કે !!)

કૃણાલજીને પણ ’ઈવડા ઈ’ માસ્તરાણી ! તેથી એકને એક ઠામ બે વખત વિંછળવાની પાકી પ્રેક્ટિસ 😉

અને હવે પેટભરીનેં ડાયરો ! નવા જણમાં એક રમેશ ’લાસો’, (પીળો શર્ટ) અને જેને કારણે ?? આ પાર્ટી યોજાઈ તે મામુ (ટોપીધારી)

ડાયરો

મામુ, દાદા, મદ્રાસી અને બાપા ! જો જો કંઈ ગેરસમજ ના કરતા !! થમ્સઅપના પેગ છે !

હવે તો પાકુંને ? થમ્સઅપ જ છે ! અમારો ’સાકી’ શાંતિલાલ !

તો મિત્રો, મજા બહુ કીધી પણ આમ અચાનક મજા કરવાનું કારણ મજેદાર નહોતું ! એક પ્રશ્ન અમારા મામુએ મોં પર બાંધેલી બુકાની જોઈને થયો  હશે ! પણ કહ્યું છે ને, ’જો દીખતા હૈ વહ સચ હી નહીં હોતા’. હું રાતોરાત વાપીથી ભાગ્યો, અમારા વજુબાપા સુરતથી ભાગ્યા, અન્ય સૌ મિત્રો કામધંધા પડતા મુકી તાબડતોબ પહોંચ્યા, માત્ર સો-બસો ગ્રામ ભજીયાનો સ્વાદ લેવા ? ના….ના… !!! આ કંઈ ખાવાનો ખેલ ન હતો ! એક મિત્રની મનોકામના, કોઈપણ ભોગે પૂર્ણ કરવાનો પ્રયાસ હતો. અને એ અમારા જાનેજિગર, જાનેબહાર મિત્ર એટલે ટોપી પહેરી, મોં એ બુકાની વાળી બેઠેલા મામું. છ વર્ષથી કૅન્સર સામે ભાયડાવટથી લડ્યા છે, હવે દાક્તરોએ હથિયાર હેઠાં મુકી દીધા. પણ અમારા મામુએ મામુ જ છે ! (અમસ્તું અમે તેમનું નામ “મામુ” રાખ્યું હશે !) કહે છે ને “જિંદગી જીંદાદીલી કા નામ હૈ, મૂર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ |”

મામુએ ઈચ્છા દર્શાવી કે, હું તો  હવે પરવારી ઉતર્યો પણ આપણી ભજીયાપાર્ટીનાં એ મુળ મિત્રોને એક વખત પાર્ટીમાં, એજ મજાથી, મહાલતાં જોવા છે ! ફીર મૂલાકાત હો ના હો.  (આમ તો હવે વાર-તહેવારે પાર્ટી રાખીએ એટલે ૩૫-૪૦ મિત્રો એકઠ્ઠા મળે, પણ આ આટલા મુળ, ફાઉન્ડર મેમ્બર્સ !) અને અમે ફરી એ જ માહોલ ખડો કર્યો, જેનો શેઢો લાંઘીને પંદર પંદર વર્ષ સુધી જગતનાં કોઈ દુઃખ, કોઈ ચિંતાએ પ્રવેશવાની હિંમત નહોતી કરી ! મિત્રના દુઃખે દુઃખી થવાનું આવે તો એ મિત્રધર્મ છે, આ મિત્રએ તો અમને ખુશાલી કરવાનું સૂચવ્યું ! કેમ મના કરવી ?! જો કે કામ અઘરું હતું પરંતુ અમે બધાં અમસ્તા જન્મજાત ’કલાકારો’ કહેવાયા હશું ?! જો આપને પણ ચિત્રોમાં હાસ્ય પાછળ છૂપાયેલું દર્દ ના દેખાયું હોય તો સમજો કે મામુ સામે અમે અમારી કલા પેશ કરવામાં સફળ રહ્યા !!!!! અમારા મામુજાનની હિંમત બની રહે તે માટે દુઆ, પ્રાર્થના કરવા સીવાય વધુ તો હું મિત્રોને શું આગ્રહ કરું ?

ઘાયલ સાહેબની ગઝલનાં ચંદ શેર યાદ આવે છે, શુક્રિયાકે સાથ પેશે ખિદ્‌મત હૈ, ગૌર ફરમાઈએ.

’અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.’   — (અમૃત ઘાયલ)

અને હા, સૌ મિત્રોને દિપાવલી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ. (Show Must Go On)

Advertisements

Written by Shakil Munshi

23/10/2011 at 1:19 પી એમ(pm)

30 Responses

Subscribe to comments with RSS.

 1. ક્યા બાત હૈ ! ’મૂર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ’
  લાગે છે આપણાં દિલ બહુ મોટા છે, હાર્ટઍટેક આવવાની સંભાવનાઓ વધારે ! બ્રેઈન હેમરેજની સંભાવનાં નહિવત !! (બ્રેઈન ? એ વળી ક્યાં આવેલું હોય ?!)
  ભાભીશ્રીને આ વાસણ સફાઈનો ફોટો ખાસ બતાવજે ! (પાસપડોશમાં પણ બતાવજે !!) ભલું હશે તો તને ઘરઘાટીની કાયમી નોકરી મળી રહેશે 🙂
  બાકી હું તો વધારે શું લખું, મામો હિંમત ટકાવી રાખે તેવી દિલથી પ્રાર્થના. આભાર.

 2. […] અશોક”જી”, હું, જેતાકાકા, શાસ્ત્રીજી. ભજીયાનીં રાહમાં !!       Read More…… […]

 3. તમે બધા ભજીયા ખાઓ અને અમને આમ તલસાવો, એ ઠીક નહીં. અહીં અમેરિકામાં બેઠે આવી મજો કરાનારાની ઈર્ષ્યામાં અમને પાડવાનું પાપ તમને નડશે !

  એનું નિવારણ ( બામણ મુઓ છું ને ! ) ….

  ઈ-ભજીયા મોકેલી દ્યો !!

  • ધન્યવાદ સુરેશભાઈ,
   ’ઈ-ભજીયા’ !! વાહ, હવે પછી અમે ’ઈ-ભજીયા પાર્ટી’ જ રાખીશું 🙂 અને પાપ નિવારણ અર્થે આપને સૌ પ્રથમ ઈ-ભજીયા મોકલાવશું દાદા.
   દિવાળી અને નવાવર્ષનાં સાલમુબારક.

 4. ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં….

  • ધન્યવાદ દિપકભાઈ.
   ઈરાદો માત્ર મજા કરાવવાનો જ હતો પણ…દિલ હૈ કિ માનતા નહીં !
   શુભ દિવાળી અને નવાવર્ષનાં સાલમુબારક.

 5. તુમ ઇતના જો મુસ્કુરા રહે હો?
  ક્યાં ગમ હૈ જો છુપા રહે હો.

  • ક્યા બ્બાત હૈ ! જગન્નાથજીનો એક શેર યાદ આવ્યો,
   ’જીંદગીભર ફક્ત સૂક્કી જોઈ છે,
   એ સુતો છે ઓઢીનેં લીલું કફન.’
   ધન્યવાદ ગુરુજી. આપને અને પરિવારના સૌને શુભદિવાળી અને સાલમુબારક.

 6. શકીલભાઇ,

  ખૂબ જ સરસ ભજીયાપાર્ટી-ફોટોસ્ટોરી. આપની ભજીયાપાર્ટી માણવાનો આનંદ આવ્યો.

  પરંતુ અંતે, અચાનક મજા માણવાનું કારણ મજેદાર નહોતું તે જાણી દીલમાં એક દર્દ પેદા કરી ગયું.

  આપના મામુજાનની હિંમત અને સાથે આપ સૌની હિંમત બની રહે તેવી પ્રાર્થના…

  • ધન્યવાદ મિતાબેન.
   જિંદગી છે,
   કભી ખુશી કભી ગમ,
   (પણ) ના હારે હૈ, ના હારેંગે હમ !
   આપ સૌ સમા મિત્રો, વડિલો, સ્નેહીજનોનો સથવારો હોય પછી શું જોઈએ.
   દિવાળી અને નવાવર્ષની શુભકામનાઓ. સાલમુબારક.

 7. આમ ઈ-મોશનલ ભજીયાચાર ના કરો શકીલ જનાબ…..એની વાતો કરતા ‘વા’ તો અમને પણ આવી જાય છે…

  • શુક્રિયા મુર્તઝાભાઈ,
   ’ઈ-મોશનલ ભજીયાચાર’ !!! વાહ, ક્યા બ્બાત હૈ. મજાનો શબ્દ લાવ્યા. બની શકે કે આ નામનો એક રિયાલીટી શૉ થઈ જાય 🙂
   સાલમુબારક.

 8. ઓહ!! ધબકતાં દિલવાળાઓ જ આવી મહેફિલ ગોઠવી શકે.
  શકિલભાઈ, ધન્યવાદ.

  • ધન્યવાદ યશવંતભાઈ,
   ઈન્સાલ્લાહ આપ સમા બડે દિલવાલાઓના સંગમાં પણ ક્યારેક જશ્‍ન માણવાનો મોકો મળે એટલી ખ્વાહિશ રહેશે. શુભ દિવાળી અને નવાવર્ષનાં સાલમુબારક.

 9. શકિલભાઇ,
  આ ભજીયાની પાર્ટીમાં બહુ જલસો કર્યો લાગે છે…

 10. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 11. શ્રી શકીલભાઇ,

  ભજીયા પાર્ટીનાં ફોટા જોયા અને અમે પાર્ટીમાં મોડા પડ્યા ખેર વાંધો નહિ

  ભારત ભ્રમણમાં સાટું વળી લઈશું. ફોટા જોઈ ઘણો આનંદ થયો .

  મામુ માટે મિત્રોની પ્રેમભાવની પરાકાષ્ઠા જાણી મિત્રતા માટે અનહદ ભાવ

  ઉપજ્યો. મિત્ર માટે લાગણી પ્રેમ અને ભાવના ભજીયા ઉતમ છે. દુઃખમાં

  ભાગીદારી સાચા લાગણીવશ મિત્રો જ કરી શકે.

  મામુ માટે એમને પ્રભુ સુંદર આરોગ્ય બક્ષી રોગમુક્ત કરે તેવી પ્રાર્થના.

  આશોક્જી આપ અને શુક્લાજી તમામ મિત્રોને ખુબ આભિનંદન .

 12. મીત્રો, ઉપરની પોસ્ટમાં બાપુ રાઓલે પણ લાઈક કર્યું છે અને કોમેન્ટ લખી છે.

  આ બાપુએ એક વખત કયાંક લખેલ કે માઈન્ડ સેટીંગ.

  બરોબર કોમેન્ટ જુઓ. એક લખ્યું પણ છે કે આ માઈન્ડ ક્યાં આવ્યું?

  આપ સૌ એ ભજીયા પાર્ટી જમાવી. બધાએ ફોટાઓ અને નીચેની કોમેન્ટ પણ વાંચી.

  સૌ મિત્રો કામધંધા પડતા મુકી તાબડતોબ પહોંચ્યા, માત્ર સો-બસો ગ્રામ ભજીયાનો સ્વાદ લેવા. અહીં આમ તો ? ચીહ્ન છે પણ મેં . પુર્ણ વીરામ મુકેલ છે.

  આ માઈન્ડ સેટીંગ જબરું હોય છે અને ધ્યાન રાખજો પાર્ટી બધાને આપવી પડશે અને તે પણ સાલો સાલ….. આ નેટ ઉપર…..

  vkvora2001

  26/10/2011 at 2:02 એ એમ (am)

  • ધન્યવાદ સાહેબ.
   આપીશું આપીશું સાહેબ, ઈન્સાલ્લાહ, નેટ ઉપર શું, ખરેખરી પાર્ટી જ આપીશું. ભજીયા સાથે જલેબી પણ રાખીશું ! સાલમુબારક.

 13. શ્રી શકીલભાઇ

  બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ

  લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ

  ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન

 14. આ ભજીયા પાર્ટીમાં આવ્યા પછી થોડીક પાર્ટીઓમાં હાજરી આપી પણ મારી હાલત તો પેલા નોળીયા જેવી છે.

  • અમારા અહોભાગ્ય સાહેબ,
   કહે છે ને ’પ્યાર કીયા નહીં જાતા, હો જાતા હૈ !’ આવી બીજી પાર્ટી તો યોજાય ત્યારે ખરી !

 15. શ્રી શકીલભાઇ

  મારે પણ આટલી જોરદાર ભજીયા પાર્ટી કરવી હતી

  પણ શું થાય સાહેબ, કેટલા સરસ ….?

 16. મિત્રોની મહેફિલ જોઈ કોને આનન્દ ન થાય, મહત્વ ભજિયા નુ નથી પણ ભેગા મળી ને ખાવાનુ છે, ‘મામા” શરીરનુ દર્દ ભુલી ને આનન્દ માણે છે એ પ્રેરક બીના છે. ધન્યવાદ.

  • સ્વાગત અને આભાર, સુરેશભાઇ.
   ’મહત્વ ભજિયા નુ નથી પણ ભેગા મળી ને ખાવાનુ છે,’ — ખરી વાત.

 17. Many papers still use cheap inks of high toxicity. Across the country, street vendors who sell “hot bajjis and pakodas” (fried with re-used oil) invariably wrap foodstuff in newspapers.

  http://www.deccanchronicle.com/chennai/food-packed-old-papers-risky-864

  Have a fun in Bhajiya party!

  http://saralhindi.wordpress.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Imran Khan's Blog

Nothing more than a learner.

નીરવ રવે

સહજ ભાવોના દ્યોતક

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

%d bloggers like this: