શકીલ મુન્શીનો બ્લૉગ

મને ગમતું

ડિજીટલ ફોટોની જન્મકુંડલી (EXIF Data)

with 14 comments


થોડા સમય પહેલાં સુધી, ફીલ્મ (રોલ) ફોટોગ્રાફીના સમયમાં, શોખીન ફોટોગ્રાફરો પાસે કેમેરા સરંજામ સાથે એક નોટબુક જરૂર રહેતી. જેમાં તેઓ પડાયેલા દરેક ફોટાની વિગતો, જેમ કે, સ્થળ, સમય, એક્સ્પોઝર, ફ્લેશ, ફોકલ લેન્થ (લેન્સ), ISO (ફીલ્મ રોલની સ્પીડ) જેવી તકનિકી વિગતો નોંધતા. જેથી કરીને આગળ ઉપર તે ફોટાનું વિશ્લેષણ કરવાની કે તેની ખામી-ખુબીઓ સમજવાની સવલત રહે. જો કે આ બહુ કુથું કામ હતું. ખાસ તો લખેલી વિગત અને ખરેખરનો ફોટો બંન્નેને મેચ કરવા એ માથાના દુઃખાવારૂપ કામ હતું, છતાં શોખીન ફોટોગ્રાફરો આવી મહેનત કરતા ખરા.

આજે ડિઝીટલ ફોટોગ્રાફીના યુગમાં આ બધી નોંધ રાખવાનું કામ કેમેરા જ સ્વચાલિત ઢબે અને એકદમ ચોક્કસાઇપૂર્વક કરી આપે છે. ફોટાને લગતી આવી તકનિકી માહિતીને EXIF (EXchangeable Image File) data કહે છે. કોઇપણ કોમ્પેક્ટ (P&S), DSLR (મોટા લેન્સવાળા કેમેરા) કે મોબાઇલના કેમેરા દ્વારા પડેલા ફોટોગ્રાફ શાથે આ માહિતી આંતરીક રીતે જોડાયેલી હોય છે. આ EXIF ડૅટા  વાંચીને આપણે ફોટો કયા કેમેરા દ્વારા, ક્યારે, કયા સ્થળે (આ સગવડ અમુક, GPSની સગવડ ધરાવતા, આધુનિક કેમેરામાં જ હોય છે) ફોટો પડાયો તે તથા ફોટો લેતી વખતે કેમેરાનાં સેટિંગ્સ જેમ કે એક્સપોઝર, રિઝોલ્યુશન, ફોકલ લેન્થ, શટર સ્પીડ, iso, ફ્લેશની સ્થિતિ જેવી રસપ્રદ વિગતો જાણી શકીએ છીએ. તે ઉપરાંત ફોટોગ્રાફને એડિટ કરાયો હોય તો ક્યારે અને કયા સોફ્ટવેરમાં એડિટ કરાયો તે પણ જાણવા મળે છે. જો કે ફોટો એડિટીંગ વખતે કે સેવ કરતી વખતે કોઇ ઇચ્છે તો આ ફાઇલને સંપૂર્ણપણે ડિલિટ કરી શકે છે. તેવા ફોટામાં પછી EXIF data રહેતો નથી.

હવે મુદ્દાની વાત, આ EXIF dataને વાંચવો કઇ રીતે ? બહુ જ સરળ છે ! આપ વિન્ડોઝનો ઉપયોગ કરતા હોય તો ફોટાની ફાઇલ પર રાઇટ ક્લિક કરી અને Properties > Summary > Advance પર જશો એટલે (અહીં ચિત્રમાં દર્શાવ્યાનુસાર) આ માહિતી દર્શાવતું બોક્ષ જોવા મળશે. જો આપ Mac કોમ્પ્યુ. વાપરતા હોવ તો Finder વાપરી Get info > More info પર ક્લિક કરવાથી આ માહિતી દેખાશે. (જો કે મને Mac વાપરવાનો અનુભવ નથી તેથી ભૂ.ચૂ. લેવીદેવી !) આ ઉપરાંત ફોટોશોપ, ઇરફાન વ્યુ જેવા સોફ્ટવેરમાં અને EXIF માટેનાં કેટલાક ખાસ સોફ્ટવૅરમાં પણ આ વિગતો જોઇ શકાશે (આ બધામાં વધુ ડિટેઇલ્સ જોવા મળશે).

અને હવે આ EXIFનો ઉપયોગ; ફોટોગ્રાફર તરીકે આનો મુખ્ય ઉપયોગ તો ફોટાનું તકનિકી વિશ્લેષણ કરવાનો થશે. જેમ કે કોઇ ચોક્કસ ફોટો પાડતી વખતે કયા પ્રકારનાં સેટિંગ્સ હતા અને ફરી તે પ્રકારનો જ ફોટો લેવા માટે કયા સેટિંગ્સ ગોઠવવા તે બાબતે આથી માર્ગદર્શન મળી રહે છે. શિખાઉ ફોટોગ્રાફર પણ અન્યના સારા સારા ફોટાઓ કઇ રીતે સેટિંગ્સ ગોઠવીને પડાયા છે તેના આધારે તકનિકી માર્ગદર્શન મેળવી શકે છે. તે ઉપરાંત તમારો કેમેરો કયા સેટિંગ્સમાં કેટલો સારો-નરસો ફોટો લઇ શકે છે તે પણ તેના વડે ખેંચાયેલા ઘણા બધા ફોટાઓની વિગત સરખાવી નક્કિ કરી શકો છો.

અને હા, આપના જે મિત્ર આ તકનિક જાણતા ન હોય તે તમને તેના દ્વારા પડાયેલો ફોટો મોકલે તો, આ જાણકારીના આધારે, તમે તેમણે કયા કેમેરા દ્વારા, ક્યારે આ ફોટો પાડ્યો વગેરે વિગતો જણાવી તેમને પ્રભાવિત કરી શકો છો તે નફામાં !!! (જો કે સીન સપ્પા કરતા પહેલાં તેઓએ આ લેખ વાંચ્યો છે કે નહીં (કે EXIF વિશે જાણે છે કે નહીં) તે જાણી રાખવું, નહીં તો ટાંય ટાંય ફિસ્સ થશે !!) 

( આ લેખ અશોકભાઇ (વાંચનયાત્રા)નાં એક મિત્રએ કરેલા પ્રશ્નને કારણે તેઓએ મને સૂઝાડ્યો, શાથે જરૂરી વિગતો પણ મોકલી. અશોકભાઇ અને તેમના મિત્ર બન્નેનો ખાસ આભાર.)

અહીં સાથે એક ફોટોગ્રાફ અને ’ઇરફાન વ્યુ’ સોફ્ટવેર વાપરી  લીધેલો તેમનો EXIF data મુક્યો છે. આપ પણ આ ફોટોગ્રાફ આપના કોમ્પ્યુટરમાં સેવ કરી પછી ઉપર જણાવ્યા મુજબ તેની વિગતો જોઇ શકશો. આભાર. 

આ ફોટોગ્રાફનો EXIF data નીચે દર્શાવ્યો છે.

ImageWidth – 800
ImageLength – 487
BitsPerSample – 8 8 8
PhotometricInterpretation – 2
ImageDescription – Maher Maniyaro Ras at Lirbaipara Garbi Mandal-Junagadh 
Make – SONY                   —> કેમેરા કંપની અને મોડેલની માહિતી છે. 

Model – DSC-W220
Orientation – Top left
SamplesPerPixel – 3
XResolution – 72.00
YResolution – 72.00
ResolutionUnit – Inch
Software – Adobe Photoshop CS5 Windows   –> એડિટિંગ સોફ્ટવેર
DateTime – 2010:12:24 22:21:14   —> એડિટ કર્યા સમય
Copyright – © Ashok Modhvadia   –> કોપિરાઇટ વિગત
CustomRendered – Normal process
ExposureMode – Manual
White Balance – Auto
SceneCaptureType – Standard
Contrast – Normal
Saturation – Normal
Sharpness – Normal
ExifOffset – 608
ExposureTime – 1/30 seconds
FNumber – 2.80
ExposureProgram – Normal program
ISOSpeedRatings – 200
ExifVersion – 0221
DateTimeOriginal – 2010:10:10 22:35:08  –> ફોટો લીધા સમય
DateTimeDigitized – 2010:10:10 22:35:08
ShutterSpeedValue – 1/30 seconds
ApertureValue – F 2.80
ExposureBiasValue – 0.30
MaxApertureValue – F 2.83
MeteringMode – Spot
LightSource – Auto
Flash – Flash fired, compulsory flash mode, return light not detected
FocalLength – 5.35 mm
ColorSpace – Unknown (0xFFFFFFFF)
ExifImageWidth – 800
ExifImageHeight – 487
FileSource – DSC – Digital still camera
SceneType – A directly photographed image
CustomRendered – Normal process
ExposureMode – Manual
White Balance – Auto
SceneCaptureType – Standard
Contrast – Normal
Saturation – Normal
Sharpness – Normal

Advertisements

14 Responses

Subscribe to comments with RSS.

 1. […] થોડા સમય પહેલાં સુધી, ફીલ્મ (રોલ) ફોટોગ્રાફીના સમયમાં, શોખીન ફોટોગ્રાફરો પાસે કેમેરા સરંજામ સાથે એક નોટબુક જરૂર રહેતી. જેમાં તેઓ પડાયેલા દરેક ફોટાની વિગતો, જેમ કે, સ્થળ, સમય, એક્સ્પોઝર, ફ્લેશ, ફોકલ લેન્થ (લેન્સ), ISO (ફીલ્મ રોલની સ્પીડ) જેવી તકનિકી વિગતો નોંધતા. જેથી કરીને આગળ ઉપર તે ફોટાનું વિશ્લેષણ કરવાની કે તેની ખામી-ખુબીઓ સમજવાની સવલત રહે. જો કે આ બહુ કુથું કામ હતું. ખાસ તો લખેલી વિગત અને ખરેખરનો ફોટો બંન્નેને મેચ કરવા એ માથાના દુઃખાવારૂપ કામ … Read More […]

 2. ( આ લેખ અશોકભાઇ (વાંચનયાત્રા)નાં એક મિત્રએ કરેલા પ્રશ્નને કારણે તેઓએ મને સૂઝાડ્યો, શાથે જરૂરી વિગતો પણ મોકલી. અશોકભાઇ અને તેમના મિત્ર બન્નેનો ખાસ આભાર.)

  ^ એ મિત્ર તમારો અને અશોકભાઈનો આભાર માને છે. 😉

  • આપનું સ્વાગ્ત છે રજનીભાઇ.
   અશોકભાઇને હળી કરીએ એટલે દાંત કચકચાવીને એ કાંઇક કામનો આઇડ્યા બતાવે ખરા 😉
   આપનો આભાર, જરૂરી માર્ગદર્શન આપતા રહેશો.

 3. શ્રી શકીલભાઈ,
  બહુ ઉપયોગી અને રસપ્રદ માહિતિ છે.

  • સાહેબ શ્રી,
   આપનો આભાર. આગળ ઉપર પણ આ વિષયે મારી નાનકડી સમજ પ્રમાણે લેખ આપવાનો નમ્ર પ્રયાસ કરતો રહીસ. સૌનો સહકાર ઉત્સાહ વધારશે.

 4. સરસ જાણકારી મળી.

 5. Is scaned image have any EXIF data ? plz. it`s just for info. Thnx.

  R.Babu

  16/01/2011 at 11:36 પી એમ(pm)

  • ફોટોશોપ જેવા કોઇ સોફ્ટવેર દ્વારા સ્કેન કરાયેલી ઈમેજમાં સ્કેન કર્યા તારીખ, સમય જેવી માહિતીઓ સચવાય પરંતુ સ્કેનર વિષયક કોઇ ડાટા રહેતો નથી. આભાર.

 6. આદરણીય શકીલભાઇ

  આપે ખુબ જ અનોખી અને અલભ્ય માહિતી મૂકી છે.

  આપ અમારે આગણે પધાર્યા તે બદલ ખુબ આભાર.

  સરસ માહિતી….ધન્યવાદ..

 7. Aa mahiti to all ready Yahoo fliker ma pn batave se

 8. […] ડિજીટલ ફોટોની જન્મકુંડલી (EXIF Data) (via શકિલ મુન્શી નો બ્લૉગ) Posted on December 25, 2010 | Leave a comment થોડા સમય પહેલાં સુધી, ફીલ્મ (રોલ) ફોટોગ્રાફીના સમયમાં, શોખીન ફોટોગ્રાફરો પાસે કેમેરા સરંજામ સાથે એક નોટબુક જરૂર રહેતી. જેમાં તેઓ પડાયેલા દરેક ફોટાની વિગતો, જેમ કે, સ્થળ, સમય, એક્સ્પોઝર, ફ્લેશ, ફોકલ લેન્થ (લેન્સ), ISO (ફીલ્મ રોલની સ્પીડ) જેવી તકનિકી વિગતો નોંધતા. જેથી કરીને આગળ ઉપર તે ફોટાનું વિશ્લેષણ કરવાની કે તેની ખામી-ખુબીઓ સમજવાની સવલત રહે. જો કે આ બહુ કુથું કામ હતું. ખાસ તો લખેલી વિગત અને ખરેખરનો ફોટો બંન્નેને મેચ કરવા એ માથાના દુઃખાવારૂપ કામ … Read More […]

 9. શકીલભાઇ બહુ સરસ માહિતી આપી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

માતૃભાષા

कामधेनुगुणा विद्या ह्यकाले फलदायिनी । प्रवासे मातृसदृशी विद्या गुप्तं धनं स्मृतम् ॥

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

સંજયસિંહ ગોહિલ

ટેકનોલોજી ની દુનિયા

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

ગુજરાતી પ્રવાસી - Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

WhatsApp on PC

How to get Whatsapp on your personal computer

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

Himanshu Sanandiya's Blog

હસવુ આવે તો હસવુ અને રડવાનું આવે તો રડવાને પણ તેની extreme હદ સુધી જીવી લઉ છું.

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

BestBonding - in Relationship

Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science

વેપાર.નેટ

ઇન્ટરનેટ પર વેપાર...આપણા શબ્દો, આપણી ભાષામાં!

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

હું સાક્ષર..

હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...

અંતરના ઉંડાણમાંથી

દિમાગની વાત, દિલથી - અખિલ સુતરીઆ

હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારા વિચારો

Interresting news from all over the world!

નાઇલને કિનારેથી....

સમૃદ્ધિ.....વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

WordPress.com

WordPress.com is the best place for your personal blog or business site.

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

હેમકાવ્યો

મારા અનુભવોનો શબ્દદેહ

બકુલ શાહ

ભીની ભીની લાગણી નો સેતુ

મા ગુર્જરીના ચરણે....

વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું

ગુજરાતી કવિતા અને ગઝલ

ગુજરાતી કવિતા,ગઝલ,શાયરી,શેર,સુવિચાર અને જોકસ

Thoughts of Hamza

થોડા માં ઘણું

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ગુજરાતીસંસાર

વિચાર, વિમર્શ અને Update !!!

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.**નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.તંત્રી: મોહમ્મદઅલી ભૈડુ'વફા'* સં.:બાબુ પાંચભાયા

શ્વાસ

રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ

planetJV

colorful cosmos of chaos

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

મારી બારી

દીપક ધોળકિયા

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

વાંચનયાત્રા

મારું વાંચન

%d bloggers like this: